Home /News /business /

SBIએ બદલ્યો રોકડ જમા કરવાનો નિયમ, જાણી લો આ મહત્વની વાત

SBIએ બદલ્યો રોકડ જમા કરવાનો નિયમ, જાણી લો આ મહત્વની વાત

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેમનાં ગ્રાહકોનાં બેંક ખાતાને વધુ સુરક્ષિત રાખવા માટે આ મોટો નિર્ણય લીધો છે

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેમનાં ગ્રાહકોનાં બેંક ખાતાને વધુ સુરક્ષિત રાખવા માટે આ મોટો નિર્ણય લીધો છે

    નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેમનાં ગ્રાહકોનાં બેંક ખાતાને સુરક્ષિત રાખવા માટે એક મોટો નિર્ણય લીધો છે. નોટબંધી દરમિયાન મોટા પ્રમાણમાં છેતરપીંડી કિસ્સા સામે આવ્યા હતાં. જે જોતા SBIએ નિર્ણય કર્યો છે કે કોઇ પણ ખાતામાં કોઇ અન્ય વ્યક્તિ પૈસા જમા નહીં કરી શકે. એટલે કે જો 'A'નું SBI બેંકમાં ખાતુ છએ તો ફખ્ત તે જ કેશ કાઉન્ટર પર જઇને પૈસા જમા કરાવી શકશે. અહી સુધીકે તેનાં પિતા કે દીકરો પણ SBI ખાતામાં પૈસા જમા નહીં કરી શકો.

    નિયમ બનાવવા પાછળ છે આ કારણ
    મીડિયા રિપોર્ટ્સ મુજબ, SBIએ જ્યારે આ નિયમને લાગૂ કરવા પાછળનું કારણ પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, નોટબંધી દરમિયાન ઘણાં બેક ખાતામાં મોટી સંખ્યામાં હજાર અને પાંચસોની નોટ જમા કરવામાં આવી હતી. હવે તપાસ બાદ જ્યારે લોકોને આ તમામ નોટો વિશે પુછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે, કોઇ અજાણી વ્યક્તિએ તેમનાં બેંક ખાતામાં પૈસા જમા કરી દીધા છે. તેનાંથી તેમને કોઇ જ લેવા દેવા નથી.

    આ બાદ આવકવેરા ખાતાએ સરકારી બેંકને અનુરોધ કર્યો છે કે તે આવો નિયમ બનાવે કે કોઇ અન્ય વ્યક્તિ કોઇ અન્ય વ્યક્તિનાં ખાતામાં કેશ રૂપિયા જમા ન કરાવી શકે. જેથી કરીને કોઇ વ્યક્તિ તેનાં બેક ખાતામાં જમા પૈસા વિશે પોતાની જવાબદારી અને જવાબદેહીથી બચી ન શકે. બેંક આ વ્યવસ્થાને લાગૂ થયા બાદથી આતંકવાદી ફંડીગ પર પણ લગામ લાદી શકશે તેવી આશા છે.

    જો બીજાનાં ખાતામાં પૈસા જમા કરવા હોય તો આ હશે પ્રક્રિયા
    બેંકે આ નવાં નિયમને લાગૂ કરવાની સાથે તેમાં વિશેષ પરિસ્થિતિઓનું ધ્યાન રાખ્યુ છે. દાખલા તરીકે જો મિસ્ટર 'A' મિસ્ટર 'B'નાં બેંક ખાતામાં રોકડ જમા કરવા ઇચ્છે છે તો 'A'ને 'B' તરફથી એક લેટર લખાવવો પડશે જેનાં પર 'B'નાં હસ્તાક્ષર પણ હોવા જરૂરી હશે. આ ઉપરાંત બેંક કાઉન્ટર પર રોકડની સાથે આપવામાં આવતા ફોર્મ પર બેંક ખાતા ધારકનાં હસ્તાક્ષર હોવા પણ જરૂરી છે. આ બંને પરિસ્થઇતિઓમાં કોઇ અન્ય વ્યક્તિ કોઇપણ બેંક ખાતામાં રોકડ જમા કરાવી શકશે. જોકે બેંક એ પણ સ્પષ્ટ કર્યુ છે કે જો કોઇ ઓનલાઇન કોઇ બેંક ખાતામાં પૈસા જમા કરવા ઇચ્છે છે તો તે સ્વતંત્ર છે. તેને કોઇ જ નવાં નિયમ લાગૂ થતા નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bank, Business, Cash, Deposit, Money, Others SBI account, Sbi customers, એસબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन