SBI ગ્રાહક થઈ જાઓ સાવધાન, ટૂંક સમયમાં બંધ થવાનું છે આપનું ડેબિટ કાર્ડ!

News18 Gujarati
Updated: December 13, 2018, 2:07 PM IST
SBI ગ્રાહક થઈ જાઓ સાવધાન, ટૂંક સમયમાં બંધ થવાનું છે આપનું ડેબિટ કાર્ડ!
પ્રતીકાત્મક તસવીર

એસબીઆઈ સતત પોતાના ગ્રાહકો માટે સારી સર્વિસની સાથે સુરક્ષા પૂરી પાડવા માટે જરૂરી પગલાં ઉઠાવતું રહ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સતત પોતાના ગ્રાહકોને સારી સર્વિસ આપવાના પગલાં લઈ રહ્યું છે. બેંકે પોતાના જૂના એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) બંધ કરવાની જાહેરાત કરી છે. તે મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે. તેના બદલામાં બેંક નવા જમાનાની ચિપવાળા ઈએમવી કાર્ડ આપી રહી છે. બેંકે પોતાના તમામ ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી કાર્ડ બદલી કરવા માટેની ડેડલાઇન આપી છે.

નહીં ઉપાડી શકો પૈસા- જો તમારી પાસે પણ જૂનું મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તાત્કાલીક બદલી લો કારણ કે જૂનું કાર્ડ બંધ થઈ રહ્યું છે. તેના બદલે ગ્રાહકોને ઈએમવી ચિપવાળું ડેબિટ કાર્ડ લેવું પડશે. તેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 છે. આપને જણાવી દઈએ કે જો આપે આવું નથી કર્યું તો તમે જૂના કાર્ડથી કોઈ પણ કામ નહીં કરી શકો, કારણ કે બેંકોની એટીએમ મશીનો તમારા કાર્ડને સ્વીકારશે જ નહીં.

હવે શું કરશો? બેંક તરફથી ટ્વીટર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, જૂના એટીએમ કાર્ડ બદલીને તેના સ્થાને ઈવીએમ ચિપવાળા ડેબિટ કાર્ડ બહાર પાડી દીધા છે. નવા કાર્ડ માટે તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત, બેંકની બ્રાન્ચમાં જઈને એપ્લાય કરવાનો પણ વિકલ્પ છે. આપને જણાવી દઈએ કે બેંકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડ બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.


Loading...

આ કારણે બંધ થઈ રહ્યા છે જૂના કાર્ડ- જૂના એટીએમ અને ડેબિટ ર્કાડની પાછળની તરફ એક કાળી પટ્ટી નજરે પડે છે. તે કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ છે, જેમાં તમારા ખાતાની તમામ જાણકારી નોંધાયેલી હોય છે. એટીએમમાં નાખ્યા બાદ પિન નંબર એન્ટર કરતાં જ તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. ખરીદીના સમયે આવા કાર્ડને સ્વાઇપ કરવામાં આવે છે.

આ પણ વાંચો, નોકરી કરનારાઓ માટે મોટા ન્યૂઝ! જો ન આપ્યા આ ડોક્યુમેન્ટ તો કપાઈ શકે છે સેલરી

મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ નથી સુરક્ષિત: રિઝર્વ બેંક મુજબ, મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ હવે જૂની ટેક્નોલોજી થઈ ચૂકી છે. એવા કાર્ડ બનવા હવે બંધ થઈ ચૂક્યા છે, કારણ કે તે કાર્ડ સમગ્રપણે સુરક્ષિત નહોતા, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. હવે તેના સ્થાને ઈએમવી ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યા છે. તમામ જૂના કાર્ડને નવા ચિપ કાર્ડથી બદલવામાં આવશે.

વધુ સુરક્ષિત છે નવા ઈએમવી ચિપવાળા કાર્ડ: ઈએમવી ચિપવાળા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર એક નાની ચિપ લાગી હશે, જેમાં તમારા ખાતાની તમામ તમામ વિગતો હશે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હોય છે, જેથી કોઈ તેના ડેટાની ચોરી ન કરી શકે. ઈએમવી ચિપ કાર્ડમાં ટ્રાન્જેક્શન દરમિયાન યૂઝરને ઓથેન્ટીક કરવા માટે એક યૂનિક ટ્રાન્જેક્શન કોડ જનરેટ થાય છે, જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં આવું નથી થતું.
First published: December 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...