SBI Customers Alert:ભારતીય સ્ટેટ બેંકે (SBI)પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકે કહ્યું કે કોઇપણ અસુવિધાથી બચવા માટે કે વિધ્ન વગર બેંકિંગ સેવાઓનો (Banking services)આનંદ લેવા માટે પાન અને આધાર નંબરનું બેંક ખાતા સાથે લિંક (Aadhaar PAN Linking)હોવું જરૂરી છે.
ભારતીય સ્ટેટ બેંકે એક ટ્વિટમાં પોતાના ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું કે ભવિષ્યમાં કોઇ પ્રકારની અસુવિધાથી બચવા માટે પોતાના પાનને આધાર સાથે જોડી લો. ટ્વિટમાં એસબીઆઈએ કહ્યું કે અમે પોતાના ગ્રાહકોને કોઇપણ અસુવિધાથી બચવા અને વિધ્ન વગર બેકિંગ સેવાનો આનંદ લેવા માટે પોતાના પાનને આધાર સાથે જોડવાની સલાહ આપીએ છીએ. બેંકે કહ્યું કે ગ્રાહક સમય પર પાન અને આધારને લિંક કરાવી લે જેનાથી કોઇપણ અસુવિધાથી બચી શકશો.
સરકારે પાન કાર્ડને આધારથી લિંક કરવું ફરજિયાત કર્યું છે. જો તમારો પાન નંબર અને આધાર નંબર એકબીજા સાથે લિંક નથી તો તમારો પાન નંબર ડિએક્ટિવેટ એટલે કે નિષ્ક્રીય થઇ જશે અને પછી બેકિંગથી જોડાયેલ લેણદેણમાં પરેશાની આવશે. પાનને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 છે. તમે આધાર નંબર અને પાન નંબરને ઓનલાઇન લિંક કરાવી શકો છો. આધાર અને પાન નંબર લિંક કરવા માટે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર વિઝિટ કરવી પડશે.
આવી રીતે કરો પાન નંબરને આધાર સાથે લિંક
સૌ પ્રથમ www.incometax.gov.in પર જાવ.
વેબસાઇટની ડાબી તરફ Link Aadhaar નું ઓપ્શન જોવા મળશે.
ત્યાં ક્લિક કરવાની સાથે નવું પેજ ખુલશે.
ત્યાં પોતાનો પાન નંબર, આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં રહેલું નામ અને મોબાઇલ નંબર દાખલ કરો.
નીચે I Agree to validate my Aadhaar Details પર ક્લિક કરીને સબમિટ કરી દો.
આ પછી ફરીથી www.incometax.gov.in પેજ પર જાવ.
જ્યાં Link Aadhaar Status પર ક્લિક કરો.
અહીં ફરીથી પાન નંબર અને આધાર કાર્ડ નંબર નાખવો પડશે
આ પછી તમને જોવા મળશે કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક છે કે નહીં.
યૂઝર્સ આ માટે UIDPAN < 12 digit Aadhaar number> < 10 digit PAN> લખીને 567678 કે 56161 પર એક SMS મોકલી શકો છો. જો લિંકિંગ થઇ ગયું હશે તો “Aadhaar…is already associated with PAN લખેલું જોવા મળશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર