Home /News /business /SBIના ગ્રાહકો ડેબિટ કાર્ડની ખરીદીને EMIમાં કરી શકશે કન્વર્ટ, નહીં લાગે ચાર્જ, જાણો પ્રૉસેસ
SBIના ગ્રાહકો ડેબિટ કાર્ડની ખરીદીને EMIમાં કરી શકશે કન્વર્ટ, નહીં લાગે ચાર્જ, જાણો પ્રૉસેસ
ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે નવો નિયમ અમલી બન્યો (પ્રતીકાત્મક તસવીર)
SBI Debit card EMI facility: આ સ્કીમમાં કેટલીક સુવિધાઓ અને લાભો છે. જે પૈકી એક છે કે તેમાં ઝીરો પ્રોસેસિંગ ફી રહેશે. બેંકે જાહેર કરેલા નિવેદન અનુસાર, તેમાં કોઇ પણ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી,
મુંબઈ: ભારતીય સ્ટેટ બેંક (State bank of India) પોતાના ગ્રાહકોને ખાસ EMI સુવિધા આપી રહી છે. બેંકે એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરી છે કે, તે પોતાના ડેબિટ કાર્ડ યુઝર્સને EMI સુવિધા આપશે. જેથી તેઓ પોતાના સ્થાનિક મર્ચન્ટ સ્ટોર્સમાંથી કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ ખરીદી શકે. માત્ર POS ટર્મિનલ પર ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવાથી જ આ સુવિધા મેળવી શકાય છે. બેંકે વધુમાં જણાવ્યું કે, SBI ડેબિટ કાર્ડ દ્વારા એમેઝોન (Amazon) કે ફ્લિપકાર્ટ જેવી નામાંકિત ઇ-કોમર્સ સાઇટ (E-commerce Web) પર ઓનલાઇન ખરીદી કરવાથી પણ આ સુવિધાઓ મેળવી શકાય છે.
આ સ્કીમમાં કેટલીક સુવિધાઓ અને લાભો છે. જે પૈકી એક છે કે તેમાં ઝીરો પ્રોસેસિંગ ફી રહેશે. બેંકે જાહેર કરેલા નિવેદન અનુસાર, તેમાં કોઇ પણ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી, જેથી પ્રોસેસને સરળ અને ત્વરિત બનાવી શકાય. આ સ્કીમાં તમારા સેવિંગ એકાઉન્ટ બેલેન્સને પણ કોઇ જ અસર કરતી નથી. ગ્રાહકો આ સુવિધાનો લાભ મેળવ્યા બાદ તેમના બચત ખાતામાંથી એક માસિક ઇન્સ્ટોલમેન્ટ રકમની તૈયારી રાખી શકે છે. જે આ સુવિધાનો લાભ મેળવ્યા બાદ લાગુ થશે.
કેવી રીતે મેળવી શકાય ડેબિટ કાર્ડ EMI અને ઓનલાઇન EMI સુવિધા
સ્ટેપ 1- તમારી પસંદના કોઇ સ્ટોર પર POS મશીન પર તમારું SBI ડેબિટ કાર્ડ સ્વાઇપ કરો.
સ્ટેપ 2- બ્રાન્ડ EMI- બેન્ક EMI સિલેક્ટ કરો.
સ્ટેપ 3- એન્ટર પ્રેસ કરી રકમ અને પછી ચૂકવણીની મુદ્દત દાખલ કરો.
સ્ટેપ 4 - ત્યાર બાદ તમારો પિન દાખલ કરો અને POS મશીન સુવિધાની યોગ્યતા તપાસી લે, ત્યાર બાદ ઓકે બટન પ્રેસ કરો.
સ્ટેપ 5 - સફળ ટ્રાન્ઝકશન બાદ લોનની રકમ બુક થઇ જશે.
સ્ટેપ 6 - ત્યાર બાદ લોનની ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથેની એક ચાર્જ સ્લિપ પ્રિન્ટ થશે, જેના પર ગ્રાહકે હસ્તાક્ષર કરવાના રહેશે.
આ રીતે મેળવો ઓનલાઈન EMI
સ્ટેપ 1 - તમારી પસંદના કોઇ પણ ઓનલાઇન પ્લેટફોર્મમાં લોગીન કરો. જેમ કે બેંક સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર લોગીન કરો.
સ્ટેપ 2 - તમારે જે પણ વસ્તુઓ ખરીદવી હોય તે પસંદ કરી પેમેન્ટ ઓપ્શન પર જાઓ.
સ્ટેપ 3 - પ્લેટફોર્મ પર દર્શાવાયેલા વિવિધ પેમેન્ટ ઓપ્શન પૈકી Easy EMO સિલેક્ટ કરો. અને ત્યાર બાદ SBI સિલેક્ટ કરો.
સ્ટેપ 4 - રકમ આપમેળ પસંદ થઇ જશે. તમારે માત્ર ટેનર એન્ટર કરીને પ્રોસિડ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5 - SBI ઇન્ટરનેટ બેંકિંગ લોગીન પેજ ખુલશે. તમારા ડેબિટ કાર્ડની વિગતો અથવા તો ઇન્ટરનેટ બેંકિંગ વિગતો એન્ટર કરો.
સ્ટેપ 6 - લોન બુક થઇ જશે અને ટર્મ્સ એન્ડ કન્ડિશન દેખાશે. જો તમે તેને એક્સેપ્ટ કરશો તો જ ઓર્ડર બુક થશે.
ગ્રાહકો બે વર્ષની MCLR પ્લસ 7.5 ટકાના અસરકારક વ્યાજ દરે રૂ. 8,000થી રૂ. 1 લાખ સુધીની લોન મેળવી શકે છે. જે બેંકની હાલની જાહેરાત અનુસાર 14.70% છે. ગ્રાહક પોતાની જરૂરિયાના આધારે 6 મહિના, 9 મહિના, 12 મહિના અથવા 18 મહિના જેવા ઘણા સમયગાળાના વિકલ્પો પસંદ કરી શકો છો. યોગ્યતાની દ્રષ્ટિએ, ગ્રાહકો બેંક સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા 567676 નંબર પર DCEMI કહેવાતા SMS મોકલીને તપાસ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર