1 મેથી SBIના સેવિંગ એકાઉન્ટ પર વ્યાજના નિયમો બદલાશે, મળશે ઓછું વ્યાજ

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે એક મહત્ત્વપૂર્ણ નિયમ લીધો છે. મે મહિનાથી સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજમાં બદલાવ થશે.

News18 Gujarati
Updated: April 13, 2019, 9:07 AM IST
1 મેથી SBIના સેવિંગ એકાઉન્ટ પર વ્યાજના નિયમો બદલાશે, મળશે ઓછું વ્યાજ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 13, 2019, 9:07 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોને અનુલક્ષીને એક મહત્ત્વપૂર્ણ નિયમ લેવામાં આવ્યો છે. હવે આગામી મે મહિનાથી ગ્રાહકોને બચત ખાતા પર મળતું વ્યાજ ઓછું થઈ જશે. બેન્કના નવા નિયમો મુજબ આરબીઆઈની સૂચના અંતર્ગત એકલાખથી વધુની લૉન અથવા ડિપોઝિટને રેપો રેટ સાથે જોડી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે એસબીઆઈએ વ્યાજના દરોમાં બદલાવ કર્યો છે.

1 મેથી બદલાવ
આગામી 1મેથી લાગુ થનારા નવા નિયમ મુજબ રૂપિયા 1 લાખ સુધીની બેલેન્સ પર હવે 3.5 ટકા વ્યાજ મળશે. જ્યાર 1 લાખ ઉપરની કેસ બેલેન્સ પર વ્યાજનો દર 3.25 ટકા રહેશે. તાજેતરમાંજ બેન્ક દ્વારા વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. લોકો છેલ્લા કેટલાય સમથી ફરિયાદ કરી રહ્યાં હતા કે આરબીઆઈના વ્યાજદરો ઘટવા છતાં બેન્કોના વ્યાજદર પર તેની કોઈ અસર પડી નથી, જેના પગલે એસબીઆઈએ ગ્રાહકોની ફરિયાદનું નિરાકરણ કર્યું છે.

નવા વ્યાજ દર
દેશની સૌથી મોટી બેન્કે નક્કી કર્યા મુજબ, એક મેથી એક લાખ રૂપિયાથી વધારે રકમની ડિપોઝિટ અને લોનને આરબીઆઈના રેપો રેટના દર સાથે જોડવામાં આવશે. હાલમાં રેપો રેટ 6 ટકા છે તેથી. આરબીઆઈ બેન્કોના રેપો રેટ પર કર્જ આપે છે, જ્યારે સેવિંગ બેન્કની દરોમાં 2.75 ટકાથી ઓછું હોય છે. આવું પહેલી વાર થયું છે, જ્યારે બેન્કોએ બચત અને નાની લૉન તેમજ ડિપૉઝિટના દરોને રેપો રેટ સાથે લિંક કર્યા છે.
First published: April 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...