SBIના 44 કરોડ ગ્રાહકો ધ્યાન આપે...ચોથી અને પાંચમી સપ્ટેમ્બરના આ સેવા થશે પ્રભાવિત, અત્યારે જ પતાવો તમારું કામ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (ફાઇલ તસવીર)

SBI Bank News: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની ડિજિટલ સેવા ચોથી અને પાંચમી સપ્ટેમ્બરના રોજ અમુક કલાકો સુધી બંધ રહેશે. આ દરમિયાન ડિજિટલ લેવડદેવડ નહીં થઈ શકે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એટલે કે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India)ના ગ્રાહક છો તો તમારે માટે આ સમાચાર જાણવા જરૂરી છે. બેંક તરફથી તેના 44 કરોડ ખાતાધારકો (Account holders) માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં બેંકની અમુક સેવા ચોથી અને પાંચમી સપ્ટેમ્બરના રોજ પ્રભાવિત થશે. એસબીઆઈની ઇન્ટરનેટ બેન્કિંગ સેવા (SBI Internet banking service), યૂપીઆઈ (UPI), યોનો (Yono), યોનો બિઝનેસ (Yono business), યોનો લાઇટ, આઈએમપીએસ (IMPS) જેવી સેવા પ્રભાવિત થવાની છે. એસબીઆઈ તરફથી ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. એવામાં જો તમારે કોઈ ડિજિટલ લેવડદેવડ કરવી છે તો ફટાફટ કરી લો.

    આ સમય નોંધી રાખો

    સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તરફથી આ મામલે ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, "ચોથી સપ્ટેમ્બર રાત્રે 10.35 વાગ્યાથી 5 સપ્ટેમ્બર રાત્રે 1.35 વાગ્યા સુધી (180 મિનિટ) મેન્ટેનન્સ એક્ટિવિટી (Maintenance activity) કરશે. આ દરમિયાન ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઇટ, યોનો બિઝનેસ, આઈએમપીએસ, યૂપીઆઈ સેવા પ્રભાવિત થશે. તમને થયેલી અસુવિધા માટે અમને ખેદ છે. તમને વિનંતી કે અમારી સાથે જોડાયેલા રહો."



    આ પહેલા પણ સેવા બંધ રહી ચૂકી છે

    નોંધનીય છે કે આ પ્રથમ વખત નથી જ્યારે એસબીઆઈની કોઈ સેવા પ્રભાવિત થઈ હોય. આ પહેલા 6 અને 7 ઓગસ્ટના રોજ બેંકની અમુક સેવા બંધ રહી હતી. આ પહેલા બેંકે 16 અને 17 જુલાઈના રોજ રાત્રે 10 વાગીને 45 મિનિટથી મોડી રાત્રે 1 વાગીને 15 મિનિટ સુધી ઇન્ટરનેટ સેવા, યોનો, યોનો લાઇટ અને યૂપીએઆઈ સેવા બંધ કરી હતી. મેન્ટેનન્સ એક્ટિવિકીને પગલે 10 જુલાઈ રાત્રે 10.45 વાગ્યાથી 11 જુલાઈના 12.15 વાગ્યા સુધી ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો, યૂપીઆઈ અને યોનો લાઇટ સેવા બંધ રહી હતી.

    SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો

    State Bank of Indiaના ગ્રાહકો માટે ખૂબ કામના સમાચાર છે. જો તમે સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહક છો કે નવું એકાઉન્ટ ખોલાવી રહ્યા છો તો તમે 2 લાખ રૂપિયાનો ફાયદો મેળવી શકો છો. SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત ઇન્સ્યોરન્સ (Free insurance) આપી રહી છે. મૂળે, બેંક આ સુવિધા જન ધન એકાઉન્ટ (Jan Dhan Accounts)ના ખાતાધારકોને આપી રહી છે. SBI જે ગ્રાહકોની પાસે રૂપે (RuPay) ડેબિટ કાર્ડ છે, તેમને 2 લાખ રૂપિયા સુધી મફત આકસ્મિક વીમા કવર આપે છે. RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાર લોકોને મૃત્યુ વીમો, ખરીદી સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન એકાઉન્ટ ખાતાધારક (Jan Dhan Accounts) મફત ઇન્સ્યોરન્સનો લાભ ઉઠાવી શકે છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: