Home /News /business /SBI ખાતાધારકને જો આ પ્રકારે કોઈ મેસેજ આવે તો સાવધાન! જલ્દીથી કરો અહીં ફરિયાદ

SBI ખાતાધારકને જો આ પ્રકારે કોઈ મેસેજ આવે તો સાવધાન! જલ્દીથી કરો અહીં ફરિયાદ

ગ્રાહકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ તેમની બેંકિંગ વિગતો શેર કરવાનું કહેતા ઈમેલ/એસએમએસનો ક્યારેય જવાબ ન આપે.

SBI Costumer: SBI ખાતાધારકને મોકલવામાં આવેલો મેસેજ નકલી છે અને તેનો જવાબ આપવા પર ગ્રાહક છેતરપિંડીનો શિકાર બની શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો દ્વારા ખાતા બંધ કરવા અંગે નકલી સંદેશાઓ મળી રહ્યા છે. આ અંગે ગ્રાહકોને ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોએ તે ફેક મેસેજનો જવાબ ન આપવો જોઈએ. આ મેસેજ ફેક છે અને તેનો જવાબ આપનાર અને માંગેલી માહિતી આપનારા ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બની શકે છે.

ફેક મેસેજ વિશે જાણો


SBI ગ્રાહકોને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે પ્રિય SBI યુઝર, તમારું YONO એકાઉન્ટ આજે બ્લોક કરી દેવામાં આવશે. તમારો PAN કાર્ડ નંબર અપડેટ કરવા માટે કૃપા કરીને લિંક પર ક્લિક કરો.

આ પણ વાંચો:કાગળમાંથી નથી બનતી 50-100ની નોટ! આ સિક્રેટની તો ઘણાં બેંકવાળાને પણ નથી હોતી ખબર

SBI ગ્રાહકોએ શું કરવું જોઈએ


ગ્રાહકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ તેમની બેંકિંગ વિગતો શેર કરવાનું કહેતા ઈમેલ/એસએમએસનો ક્યારેય જવાબ ન આપે. જો તમને આવો કોઈ સંદેશ મળે તો તરત જ 'report.phishing@sbi.co.in' પર જાણ કરો.

વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં


એસબીઆઈની વેબસાઈટ અનુસાર, એકાઉન્ટ નંબર, પાસવર્ડ અથવા સંવેદનશીલ માહિતી સહિત કોઈપણ વ્યક્તિગત વિગતોને મેસેજ દ્વારા જાહેર કરશો નહીં, કારણ કે તેનો ઉપયોગ છેતરપિંડી માટે થઈ શકે છે.

આ પણ વાંચો:કાર લેવાનો પ્લાન છે તો ટાટાની આ કારમાં છે મોટી ઓફર, 50,000ના ડાઉનપેમેન્ટથી 5 સ્ટાર રેટિંગ કાર વસાવી લ્યો

SBI ગ્રાહકોને ચેતવણી


એસબીઆઈ ખાતાધારકોએ સાવચેતી રાખવી જોઈએ જો તેઓને તેમની માહિતી અપડેટ કરવાની, ખાતું સક્રિય કરવાની અથવા કોઈ ફોન નંબર પર કૉલ કરીને અથવા વેબસાઈટ પર માહિતી આપીને તેમની ઓળખ ચકાસવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવતો ટેક્સ્ટ મેસેજ  પ્રાપ્ત થાય છે. તો સાવધાની રાખવી જોઈએ. આ સંદેશાઓ ફિશિંગ કૌભાંડનો ભાગ હોઈ શકે છે. આ તમારા ગોપનીય ખાતાની માહિતી મેળવવા અને છેતરપિંડી કરવા માટે આ કાવતરું કરવામાં આવી રહ્યું છે.


કોને જાણ કરવી


કોઈપણ સાયબર ઘટનાની જાણ કરવા માટે, ગ્રાહક report.phishing@sbi.co.in પર ઈમેલ મોકલી શકે છે. બેંકે કહ્યું કે તમે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર પણ કોલ કરી શકો છો. વધુ માહિતી માટે, તમે https://cybercrime.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.
First published:

Tags: Business news, Cyber attack, SBI bank, Sbi customers

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો