જબરો ખુલાસો: પાંચ વર્ષમાં SBIએ ઝીરો બેલેન્સ એકાઉન્ટમાંથી રૂ. 300 કરોડ વસૂલી લીધા

આરબીઆઇના મત મુજબ ચાર વખત પૈસા ઉપાડવા દેવાની સર્વિસને મૂલ્ય સાંવર્ધિત સેવા માનવામાં આવે છે.

આરબીઆઇના મત મુજબ ચાર વખત પૈસા ઉપાડવા દેવાની સર્વિસને મૂલ્ય સાંવર્ધિત સેવા માનવામાં આવે છે.

  • Share this:
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સહિતની અલગ અલગ બેન્કોએ ઝીરો બેલેન્સ (Zero balance) ધરાવતા ગરીબ ખાતા ધારકોને ચાર્જ ફટકારી કરોડો રૂપિયા વસુલ્યા છે. બેઝીક સેવિંગ બેંક ડિપોઝીટ એકાઉન્ટમાંથી આ પૈસા કાપવામાં આવ્યા હતા. આઈઆઈટી બોમ્બે દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વેમાં જણાવાયું હતું કે, એસબીઆઈએ ઝીરો બેલેન્સ ધરાવતા ખાતા ધારકો પાસેથી ચાર વખતથી વધુ એટીએમમાંથી પૈસા ઉપડવા બદલ રૂ. 17.70 વસુલવાનો નિર્ણય લીધો હતો. જેના અનુસંધાને એસબીઆઈ દ્વારા 2015થી 2020 દરમિયાન 12 કરોડ ખાતા ધારકો પાસેથી રૂ. 300 કરોડથી વધુ રકમ વસૂલી હોવાનું જાણવા મળે છે.

આવી જ રીતે દેશની બીજા ક્રમની સૌથી મોટી બેંક પીએનબીએ આ સમયગાળામાં 3.9 કરોડ ગરીબ ખાતાધારકો પાસેથી રૂ. 9.9 કરોડ વસુલ્યા હતા. આ અભ્યાસ કરનાર આઇઆઇટી બોમ્બેના પ્રોફેસર આશિષ દાસના મત મુજબ ડિજિટલ ચુકવણી સહિત એક મહિનામાં ચાર વખતથી વધુ પૈસા ઉપાડવા બદલ રૂ. 17.70 વસૂલવા રિઝર્વ બેંકના નિયમોની વિરુદ્ધ છે.

કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2013ના સપ્ટેમ્બર મહિનામાં જ સ્પષ્ટ કર્યું હતું કે, ખાતાધારકો એક મહિનામાં ચાર વખતથી વધુ પૈસા ઉપાડી શકે છે. બેન્ક આ લેવડદેવડ પર ચાર્જ લઇ શકે નહીં. આ ઉપરાંત બેઝીક સેવિંગ બેંક ડિપોઝીટ એકાઉન્ટ હોવાથી બેંક પોતાની મરજી મુજબ કોઈ સેવાઓ માટે વધુ મૂલ્ય વસૂલી શકે નહીં. આરબીઆઇના મત મુજબ ચાર વખત પૈસા ઉપાડવા દેવાની સર્વિસને મૂલ્ય સાંવર્ધિત સેવા માનવામાં આવે છે.

'લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, લોકોમાં વિશ્વાસ જગાડો,' સુઓમોટો અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના થશે

અધ્યયનમાં જણાવાયું છે કે, એસબીઆઈએ વડાપ્રધાન જન ધન યોજનાની અવગણના કરીને બીએસબીડીએ ખાતાધારકો પાસેથી દૈનિક કેશલેસ ડિજિટલ ટ્રાંઝેક્શનની સેવા માટે પણ ભારે ફી વસૂલી હતી. એક તરફ જ્યારે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે એસબીઆઈ આવી રીતે ચાર્જ વસૂલી લોકોને નિરાશ કરશે.

આ ઉપરાંત યુપીઆઈ, NEFT, આઈએમપીએસ, ભીમ સહિતની સેવામાં મર્ચન્ટ પેમેન્ટ મામલે પણ ચાર્જ વસુલવા બદલ એસબીઆઈએ રિઝર્વ બેંકના નિયમોનો ઉલાળીયો કર્યો હોવાનો આક્ષેપ થયો છે.

Corona Effect:ધમધમતા સાપુતારામાં છવાયો સન્નાટો, નાના-મોટા વેપારીઓ જુવે છે પ્રવાસીઓની રાહ

આઇડીબીઆઈના બોર્ડ ઓફ ડાયરેક્ટરે તો ગત જાન્યુઆરીમાં યુપીઆઈ, ભીમ, આઈએમપીએસ, એનઈએફટી અને ડેબિટ કાર્ડના ઉપયોગ મામલે દરેક લેવડ દેવડ પર રૂ. 20 ચાર્જ વસૂલવાની ઉચિત માન્યું હતું. એટીએમમાંથી રોકડ ઉપાડ પર રૂ. 40નો ચાર્જ અને એક મહિનામાં 10 વખતથી વધુ પૈસા ઉપાડવા બદલ સુવિધા બંધ કરવાનું પણ કહ્યું હતું.રિઝર્વ બેંક દ્વારા જ બેદરકારીના કારણે લાખો લોકોને ખોટો ચાર્જ ભરવો પડ્યો છે. રિઝર્વ બેંકમાં કસ્ટમર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ અને ઘી ફાઇનાન્સિયલ ઇન્કક્લુસન એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની હરકતને વર્ષોથી ચલાવી લેવામાં આવે છે. એસબીઆઈ દ્વારા યુપીઆઈ, ભીમ અને રુપે મામલે લેવાયેલા ચાર્જમાં પણ આરબીઆઇ દ્વારા મૌન ધરી લેવામાં આવે છે. આ મામલે ફરીયાદોનો નિકાલ થવો પણ જરૂરી છે.
First published: