ન્યૂઝ 18 ગુજરાતી: દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ દ્વારા રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખવાના નવા નિયમો ઘડ્યા છે. જો તમે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં જાળવી શકો તો એસબીઆઈ તમને દંડ ફટકારી શકે છે. બેંકે ગ્રાહકોને જણાવ્યું છે, કે દરેક ગ્રાહક પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી રાખે. આ બેલેન્સ ઓછું થશે તો હવે રૂપિયા 15ની પેનલ્ટી લાગી શકે છે.
સ્ટેટ બેન્ક દ્વારા તેમની શાખાને મેટ્રો, શહેરી, અર્ધ શહેરી અને ગ્રામીણ વિભાગમાં વહેંચી દીધી છે. આ વિભાગ મુજબ મિનિમમ બેલેન્સ 1,000 રૂપિયાથી લઈને 3,000 રૂપિયા સુધી રાખવામાં આવ્યું છે. જો તમે તમારી શાખામાંથી જાણકારી મેળવી અને મિનિમમ બેલેન્સ મેઇનટેઇન નહીં કરો તો તમને દંડ સાથે જીએસટી પણ ભરવુ પડી શકે છે. એસબીઆઈ તમારા ખાતામાં જ્યારે પૂરતું બેલેન્સ આવશે ત્યારે દંડની રકમ કાપી શકે છે.