મુંબઈ: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. હકીકતમાં SBIનો એક એવો નિયમ છે, જેમાં તમે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા જમા કરાવો છો તો તમારા ખાતામાંથી પૈસા કપાશે. આ નિયમ કેશ ડિપોઝિટ મશીન એટલે કે CDMથી પૈસા જમા કરાવવા પર જ લાગૂ છે. જો કોઈ પોતાના બેંક ખાતામાંથી CDM મારફતે બીજી કોઈ વ્યક્તિના ખાતામાં રકમ જમા કરાવશે તો આ માટે તેને અમુક ચાર્જ ચૂકવવો પડશે. એક વખત પૈસા જમા કરાવવા પર ખાતાધારકના ખાતામાંથી 25 રૂપિયા સુધી ચાર્જ કપાય છે. આ 25 રૂપિયામાં જીએસટી ચાર્જ પણ સામેલ છે.
SBIએ વેબસાઇટ પર આપી માહિતી
SBI તરફથી વેબસાઈટ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. વેબસાઈટના જણાવ્યા પ્રમાણે CDM એટીએમ જેવું જ મશીન છે. આ મશીનનો ઉપયોગ કરીને ATM અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને સીધા તમારા ખાતાાં પૈસા જમા કરી શકો છો. તમે બ્રાંચમાં ગયા વગર જ આ મશીનથી પૈસા જમા કરાવી શકો છો. જેમાં તમને કેશ જમાની રસીદ પણ મળે છે. જોકે, આ મશીન મારફતે થર્ડ પાર્ટીના ખાતામાં પૈસા જમા કરાવવા પર તમારા ખાતામાં 25 રૂપિયા કપાય છે, જે એક પ્રકારનો સર્વિસ ચાર્જ છે. આ ચાર્જમાં જીએસટી પણ સામેલ છે.
CDMના ફાયદા
CDMનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં પૈસા તાત્કાલિક જમા થઈ જાય છે. પૈસા જમા કરવા માટે કોઈ જ સ્લીપ ભરવાની નથી હોતી. કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન માટે તમે મશીનથી એક વખતમાં 49,000 રૂપિયા સુધી રકમ જમા કરાવી શકો છો. જ્યારે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે 2 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. એક વખત લેવડદેવડ માટે 200 ચલણી નોટો જમા કરાવી શકાય છે. આ મશીનમાં ફક્ત 100, 200, 500 અને 2000 રૂપિયાનો નોટો સ્વીકારમાં આવે છે. આ મશીન મારફતે તમે PPF, RD અને લોન એકાઉન્ટ્સમાં પણ પૈસા જમા કરાવી શકો છો.
બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેંક ખાતા સાથે લિંક થયેલા કાર્ડથી પોતાના જ ખાતામાં રકમ જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગતો નથી. ડેબિટ કાર્ડથી અન્ય કોઈના (થર્ડ પાર્ટી) બેંક ખાતામાં પૈસા જમા કરવા પર 22 રૂપિયા+GST ચાર્જ લાગશે. કાર્ડલેશ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 22+GST ચાર્જ લાગશે. SME Insta Deposit Card અથવા બિઝનેસ ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન માટે રૂ. 22+GST ચાર્જ લાગશે. GRC કાર્ડ માટે પણ રૂ. 22+GST ચાર્જ લાગશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર