SBI Cardsનો IPO બીજી માર્ચના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ 750થી 755, પૈસા લગાવતા પહેલા આ વાતો જાણી લો

News18 Gujarati
Updated: February 26, 2020, 1:49 PM IST
SBI Cardsનો IPO બીજી માર્ચના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ 750થી 755, પૈસા લગાવતા પહેલા આ વાતો જાણી લો
પ્રતિકાત્મક તસવીર

એસબીઆઈ કાર્ડ્સ તરફથી 19 શેરનો લૉટ નક્કી કરવામાં આવ્યો છે. જો સરળ ભાષામાં વાત કરીએ તો 755 રૂપિયાના ભાવના શેર મળે છે તો ઓછામાં ઓછા 14,345 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

  • Share this:
નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા (State Bank of India)ની સહયોગી કંપની એસબીઆઈ કાર્ડ્સ (SBI Cards IPO)નો આઈપીઓ બીજી માર્ચના રોજ ખુલશે. આ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 750 થી 755 રૂપિયા નક્કી કરી છે. નિષ્ણાતોના મતે આ આઈપીઓમાં બમ્પર રિટર્નની આશા છે. આઈપીઓ લાવી રહેલી એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટનો શેર ગ્રે માર્કેટમાં 200-270 રૂપિયા પ્રીમિયમમાં ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે લિસ્ટિંગના દિવસે આ શેર પર 270 રૂપિયાનો (પ્રતિ શેર) ફાયદો મળી શકે છે. આથી આઈપીઓમાં પૈસા લગાવનારાને 35-40 ટકા નફો મળી શકે છે. હાલના સમયમાં એક વર્ષની એફડી પર છ ટકા સુધી વ્યાજ મળે છે.

પ્રથમ વખત આવેલી સરકારી કંપની આઈઆરસીટીસી પર પણ ગ્રે માર્કેટમાં આટલું જ પ્રીમિયમ મળી રહ્યું હતું. નોંધનીય છે કે IRCTCનો શેર 100 ટકાથી વધારે વળતર આપી ચુક્યો છે.

કેટલા પૈસા લગાવવા પડશે ?

એસબીઆઈ કાર્ડ્સ તરફથી 19 શેરની લૉટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો જો તમને 755 રૂપિયાના ભાવમાં શેર મળે છે તો તમારે ઓછામાં ઓછું 14,345 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કેવી રીતે રોકાણ કરશો?

IPOમાં તમે સીધા પૈસા લગાવી શકો છો. આ માટે તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. બ્રોકરના માધ્યમથી પણ રોકાણ કરી શકાય છે. દરેક બ્રોકરેજ હાઉસ આઈપીઓમાં રોકાણ માટે પોતાની વેબસાઇટ પર અલગસેક્શન રાખે છે.

જ્યાં તમે અમુક વિગતો ભરીને આઈપીઓ માટે અરજી કરી શકો છો. જેમાં મુખ્ય એ વાત ધ્યાનમાં રાખવાની હોય છે કે તમે કેટલા સ્ટૉક માટે અને કઈ કિંમત પર અરજી કરો છો. તમારી અરજી પ્રમાણેની રકમ આઈપીઓના
લિસ્ટિંગ સુધી બ્લોક થઈ જશે.SBI કાર્ડ્સ શું કરે છે?

  • એસબીઆઈ કાર્ડ્સના આશરે 95 લાખ ગ્રાહકો છે. એચડીએફસી બેંક બાદ કાર્ડ જાહેર કરનારી એસબીઆઈ કાર્ડ્સ બીજી સૌથી મોટી કંપની છે. ક્રેડિટ કાર્ડની સંખ્યાના સંદર્ભમાં એસબીઆઈ કાર્ડનો બજાર હિસ્સો 18 ટકા છે. કંપનીની એનપીએ ડિસેમ્બર 2019માં 2.47 ટકા હતી, જે માર્ચ 2019માં 2.44 ટકા હતી.

  • આરબીઆઈના આંકડા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચમાં વર્ષે 35.6 ટકાનો વધારો થયો છે. જ્યારે ક્રેડિટ કાર્ડના બાકી પૈસામાં 25.6 ટકાનો વધારો થયો છે.

  • કાર્ડ બિઝનેસ માટે ઇન્ડસ્ટ્રી એવરેજ 3.5 ટકા છે. છેલ્લા છ-સાત વર્ષમાં એસબીઆઈ કાર્ડનું રિટર્ન ઓન ઇક્વિટિ 25 ટકાથી ઓછું નથી રહ્યું. આ દરમિયાન તે સરેરાશ 30 ટકા આસપાસ રહ્યું હતું.

  • એસબીઆઈ કાર્ડના એમડી દિનેશ ખરેનું કહેવું છે કે એસબીઆઈની કંપનીમાં 74 ટકા ભાગીદારી છે. બાકીની ભાગીદારી કાર્લાઇલ ગ્રુપ પાસે છે.

  • જેમાં 500 કરોડ રૂપિયાના નવા શેર સામેલ થશે, તેની સાથે પ્રમોટર પોતાના આશરે 13 કરોડ શેર વેચાણ માટે મૂકશે. પ્રમોટર્સ ભારતીય સ્ટેટ બેંક અને કાર્લાઇલ ગ્રુપ ક્રમશ: 3.73 અને 9.32 કરોડ શેરનું વેચાણ કરશે.

  • એસબીઆઈ કાર્ડના આઈપીઓને મેનેજ કરવાની જવાબદારી કોટક મહિન્દ્રા કંપિટલ કંપની, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ ડીએસપી મેરીલ લિંચ, એક્સિસ કેપિટલ, એચએસબીસી સિક્યોરિટીઝ અને કેપિટલ માર્કેટ્સ, નોમુરા ફાઇનાન્શિયલ એડ્વાઇઝરી (Nomura Financial Advisory) અને સિક્યોરિટીને સોંપવામાં આવી છે.

First published: February 26, 2020, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading