નાણાકીય સંકટનો સામનો કરી રહેલી Yes Bankમાં રોકાણ કરશે SBI, બોર્ડે આપી સૈદ્ધાંતિક મંજૂરી

News18 Gujarati
Updated: March 6, 2020, 8:09 AM IST
નાણાકીય સંકટનો સામનો કરી રહેલી Yes Bankમાં રોકાણ કરશે SBI, બોર્ડે આપી સૈદ્ધાંતિક મંજૂરી
યસ બેંક સંકટ : SBIના કેન્દ્રીય બોર્ડ ગુરુવારે એક બેઠકમાં આ મામલે મામલે ચર્ચા કરી, મોડી સાંજે બોર્ડ શૅર બજારોને આ અંગે સૂચિત કર્યા

યસ બેંક સંકટ : SBIના કેન્દ્રીય બોર્ડ ગુરુવારે એક બેઠકમાં આ મામલે મામલે ચર્ચા કરી, મોડી સાંજે બોર્ડ શૅર બજારોને આ અંગે સૂચિત કર્યા

  • Share this:
મુંબઈ : સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India) બોર્ડ નાણાકીય સંકટનો સામનો કરી રહેલી યસ બેંક  (Yes Bank)માં રોકાણ કરવા માટે 'સૈદ્ધાંતિક' સ્વીકૃતિ આપી દીધી છે. એસબીઆઈ (SBI)ના કેન્દ્રીય બોર્ડ ગુરુવારે એક બેઠકમાં મામલા પર ચર્ચા કરી. ગુરુવાર મોડી સાંજે એસબીઆઈ બોર્ડે શૅર બજારોને સૂચિત કર્યા, 'યસ બેંકથી સંબંધિત મામલા પર ગુરુવારે બેંકના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને બોર્ડ બેંકમાં રોકાણની તક શોધવા માટે સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી દીધી છે.'

આ જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે તેનાથી થોડાક કલાક પહેલા ભારતીય રિઝર્વ બેંક (RBI)એ યસ બેંક પર પાબંદીઓ લગાવી અને એક મહિના માટે ડિપોઝિટરોના ઉપાડ પર મર્યાદા 50 હજાર રૂપિયાની કરી દીધી તથા તેના બોર્ડને ભંગ કરી દીધું. અહેવાલો મુજબ સરકારે એસબીઆઈ અને એલઆઈસી બંનેને યસ બેંકમાં સામૂહિક રીતે 49 ટકા શૅર મેળવવા માટે કહ્યું છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ગુરુવારે નાણાકીય સંકટનો સામનો કરી રહેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક પર પાબંદી લગાવતા તેના નિદેશક મંડળને ભંગ કરી દીધું છે. આ ઉપરાંત બેંકના ડિપોઝિટરો માટે 50 હજાર રૂપિયાના ઉપાડ મર્યાદા નક્કી કરી છે. બેંક માટે એક પ્રશાસકની પણ નિયુક્તિ કરવામાં આવી છે. રિઝર્વ બેંકે સરકારની સાથે વિચાર વિમર્શ બાદ ડિપોઝિટરોના હિતના સંરક્ષણ માટે આ પગલું ઉઠાવ્યું છે.

આ પણ વાંચો, 6 કરોડ નોકરીયાતોને મોટો આંચકો! EPFOએ PFનો વ્યાજ દર 0.15 ટકા ઘટાડ્યો, જાણો હવે કેટલું મળશે વ્યાજ 

નિદેશક મંડળ પણ ભંગ કર્યું
રિઝર્વ બેંકે યસ બેંકના નિદેશક મંડળને પણ ભંગ કરી દીધું છે. નિદેશક મંડળ છેલ્લા 6 મહિનાથી બેંક માટે જરૂરી રોકડ એકત્ર કરવામાં નિષ્ફળ રહ્યું. એસબીઆઈના પૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) પ્રશાંત કુમારને યસ બેંકના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આરબીઆઈએ શું કહ્યું?

રિઝર્વ બેંકે મોડી સાંજે નિવેદન જાહેર કરીને કહ્યું કે, કેન્દ્રીય બેંક એવા નિષ્કર્ષ પણ પહોંચી છે કે વિશ્વસનીય પુનરોદ્ધાર યોજનાનો અભાવ, સાર્વજનિક હિત અને બેંકના ડિપોઝિટરોના હિતમાં તેમની સામે બેન્કિંગ નિયમન કાયદો, 1949ની કલમ 45 હેઠળ પાબંદી લગાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેની સાથે જ યસ બેંકના ડિપોઝિટરોને એવું આશ્વાસન પણ આપ્યું કે તેમના હિતોની પૂરી રીતે રક્ષા કરવામાં આવશે અને તેમણે ગભરાવવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો, RBIનો યસ બેંક ઉપર પ્રતિબંધ, રુ.50,000ની લિમિટ, અમદાવાદમાં મોડી રાત્રે ATMમાં લાંબી લાઇનો
First published: March 6, 2020, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading