કોરોનાના સમયમાં બેંકમાં જવાની જરૂર નથી, ATM પરથી બેંકના અનેક કામ થઈ શકે છે

પ્રતિકાત્મક તસવીર

ATM હવે માત્ર રૂપિયા કાઢવા સુધી સીમિત નથી, ATMની મદદથી તમે અનેક સર્વિસનો લાભ મેળવી શકો છો

  • Share this:
નવી દિલ્હી : ATM હવે માત્ર રૂપિયા કાઢવા સુધી સીમિત નથી, ATMની મદદથી તમે અનેક સર્વિસનો લાભ મેળવી શકો છો. અનેક પ્રકારના કામ માટે બેંકની લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. ATM પર જઈને તમે માત્ર ગણતરીની મિનિટોમાં તમે તમારુ કામ પતાવી શકો છો. ATM પરથી ડેબિટકાર્ડની મદદથી તમે કયા કયા કામ કરી શકો છો અહીં તેની જાણકારી આપવામાં આવી છે.

1. પૉલિસી પ્રીમિયમ ભરી શકાય છે

ATMની મદદથી તમે ઈંશ્યોરન્સ પોલિસી પ્રીમિયમ ભરી શકો છો. બેંકોએ તે માટે LIC, HDFC લાઈફ અને SBI લાઈફ જેવી વીમા કંપનીઓ સાથે કરાર કરેલ છે. આ ત્રણ કંપનીઓના ગ્રાહક ATMની મદદથી ચૂકવણી કરી શકે છે. ATMની સ્ક્રીન પર બિલ પે સેક્શનમાં જઈને વીમા કંપનીનું નામ સિલેક્ટ કરો. તે બાદ પોલિસી નંબર એડ કરો અને જન્મદિવસ તથા મોબાઈલ નંબર જેવી માહિતી દર્શાવવાની રહેશે. પ્રીમિયમની રકમ નાખીને કન્ફર્મ કરી લો, તમારી ઈંશ્યોરન્સ પોલિસીની ચૂકવણી થઈ જશે.

2 .લોન માટે ATMથી એપ્લાય કરો

ATMથી તમે લોન માટે પણ એપ્લાય કરી શકો છો. ICICI અને HDFC બેંકના ATMની મદદથી તમે લોન માટે એપ્લાય કરી શકો છો.

આ પણ વાંચો - કોવિડની સારવાર માટે પૈસાની જરૂર છે! PF એકાઉન્ટમાંથી મેળવી શકાય છે પૈસા

3.રોકડ ટ્રાન્સફર કરી શકો છો

ATMની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. દિવસમાં એક કરતા વધુ ટ્રાન્જેક્શન કરી શકો છો.

4. કેશ ડિપોઝીટની સુવિધા

લગભગ દેશની તમામ બેન્કોએ ATM સાથે રૂપિયા જમા કરાવવાના મશીનો પણ લગાવેલ છે. જેની મદદથી તમે તમારા એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવી શકો છો.

5. બિલની ચૂકવણી

ટેલિફોન, વીજળી, ગેસ તથા અન્ય બિલની ચૂકવણી પણ ATMથી કરી શકો છો. બિલની ચૂકવણી કરતા પહેલા બેંકની વેબસાઈટ પર તમારે રજિસ્ટર કરવાનું રહેશે.

6. મોબાઈલ રિચાર્જ

નજીકવા ATM પર જઈને તમે પ્રિપેઈડ મોબાઈલ કનેક્શન રિચાર્જ કરી શકો છો.

7. ચેકબુક રિક્વેસ્ટ

તમારે ચેકબુકની જરૂરિયાત છે તો તે માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી. તમે ATMમાં જઈને પણ ચેકબુક માટે અરજી શકો છો.
First published: