SBIની સુરક્ષા સિસ્ટમમાં ચૂક, લાખો ગ્રાહકોનો ડેટા લીક થઈ શકે!

ફાઇલ તસવીર

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. એક એવો મામલો સામે આવ્યો છે જેમાં લાખો એકાઉન્ટ હોલ્ડર્સની એકાઉન્ટ વિગતો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. અમેરિકન વેબસાઇટ Techcrunchના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે SBIનું બેંક સર્વર પાસવર્ડ વગરનું હતું, જેના કારણે લાખો લોકોની એકાઉન્ટ ડિટેઇલ્સ જોઈ શકાતી હતી.

    એસબીઆઈનું સર્વર મુંબઈ બેઝ્ડ ડેટા સેન્ટરમાં આવેલું છે, જેમાં SBI Quickનો બે મહિનાનો ડેટા રાખવામાં આવ્યો છે. SBI Quick એક એવી સિસ્ટમ છે જેના માધ્યમથી ખાતા ધારકોને ટેક્સ્ટ મેસેજ અને કોલના માધ્યમથી એકાન્ટ અંગેની જાણકારી આપવામાં આવે છે. જોકે, આ સર્વરને બેંકે કોઈ પાસવર્ડથી સુરક્ષિત રાખ્યું ન હતું, જેના કારણે તેને કોઈ પણ એક્સેસ કરી શકતું હતું જેને જાણકારી હોય કે ડેટા ક્યાંથી એક્સેસ કરી શકાય છે.

    આ સર્વર કેટલા દિવસથી પાસવર્ડ વગરનું હતું તેની કોઈ જ જાણકારી રિપોર્ટમાં આપવમાં આવી નથી. એક સુરક્ષા સંશોધકને તેનું સર્વર પાસવર્ડ વગરનું માલુમ પડ્યું હતું અને આ અંગની જાણકારી Techcrunchને આપી હતી. જોકે, તેણે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

    આ પણ વાંચો : SBIએ Aadhaarના ડેટાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ લગાવ્યો

    શું કામ કરે છે SBI Quick?

    આ સિસ્ટમના માધ્યમથી બેંકના ખાતાધારકો મિસ્ડકોલ અથવા ટેક્સ્ટ મેસેજ કરીને પોતાના ખાતા અંગેની જાણકારી મેળવી શકે છે. જેમની પાસે સ્માર્ટફોન નથી અને લિમિડેટ ડેટા સર્વિસ છે તેના માટે આ ખૂબ જ ઉપયોગી સેવા છે. આ સર્વિસનો ઉપયોગ કરીને તેઓ પોતાના ખાતાની બેલેન્સ, પોતાના પાંચ ટ્રાન્ઝેક્શન, ATM કાર્ડ બ્લોક કરવા સહિતનું કામ કરી શકે છે.

    Techcrunch તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે બેંક એન્ડ ટેક્સ્ટ મેસેજ લીક થયા છે, જેમાં દરરોજ લાખો મેસેજ સ્ટોર થાય છે. સર્વરમાં કોઈ જ પાસવર્ડ ન હોવાથી ગ્રાહકોના તમામ ટેક્સ્ટ મેસેજ જોવા મળતા હતા. ગ્રાહકોના ફોન નંબર, બેંક બેલેન્સ અને તાજેતરમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની જાણકારી જોઈ શકાતી હતી. આ ઉપરાંત આ ડેટાબેઝમાં ગ્રાહકોના અડધા બેંક એકાન્ટ નંબર પણ છે. આ ઉપરાંત તેમાં લોકોનાં ચેક તેમજ કેશ અને YONO એપ ડાઉનલોડ કરવા અંગેના મેસેજ પણ છે.

    આ પણ વાંચો : SBIએ ગ્રાહકોને આપ્યો અધિકાર, ATM કાર્ડના નિયમ જાતે જ તૈયાર કરો

    રિપોર્ટ પ્રમાણે ડેટાબેઝમાં એવી પણ માહિતી મળી છે કે ફક્ત સોમવારે 30 લાખ ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ ડેટાબેઝમાં લાખો ટેક્સ્ટ મેસેજનો સંગ્રહ થયેલો છે, જે ડિસેમ્બર સુધીના છે. આ મેસેજ કોઈ પણ જોઈ શકે છે.

    આ અંગે હાલ એસબીઆઈ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, બેંકે પોતાના ડેટાને સુરક્ષિત કરી લીધો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: