SBI Alert! તમને આ મેસેજ આવ્યો હોય તો ફટાફટ કરો આ કામ, નહી તો લેવડ-દેવડ બંધ

કેવાયસી પૂરી ન કરવાથી તમારા ખાતામાં ભવિષ્યમાં લેવડ-દેવડ પર રોક લગાવી દેવામાં આવશે.

કેવાયસી પૂરી ન કરવાથી તમારા ખાતામાં ભવિષ્યમાં લેવડ-દેવડ પર રોક લગાવી દેવામાં આવશે.

  • Share this:
    ભારતીય સ્ટેટ બેન્ક થોડા દિવસથી પોતાના ગ્રાહકોને મોબાઈલ ફોન પર એસએમએસ મોકલી કેવાયસી અપડેટ કરવાનું કહી રહી છે. જો કોઈ ગ્રાહક કેવાયસી અપડેટ નથી કરાવતો તે પોતાના બેન્ક એકાઉન્ટથી ટ્રાંજેક્શન નહી કરી શકે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈએ તમામ બેન્ક એકાઉન્ટ માટે કેવાયસીને જરૂરી બનાવી દીધુ છે.

    બેન્ક પોતાના ગ્રાહકોને મોકલે છે એસએમએસ - ભારતીય રિઝર્વ બેન્કના દિશા-નિર્દેશ અનુસાર, તમારા ખાતમાં કેવાયસી દસ્તાવેજને અપડેટ કરવાના છે. કૃપયા નવા કેવાયસી દસ્તાવેજ સાથે પોતાની એસબીઆઈ શાખામાં જઈ સંપર્ક કરો. કેવાયસી પૂરી ન કરવાથી તમારા ખાતામાં ભવિષ્યમાં લેવડ-દેવડ પર રોક લગાવી દેવામાં આવશે.

    KYC એટલે સીધી ભાષામાં કહીએ તો, કસ્ટમર વિશે પૂરી જાણકારી, કેવાયસી કરાવવી તમામ લોકો માટે જરૂરી છે. એક રીતે બેન્ક અને ગ્રાહક વચ્ચે KYC સંબંધને મજબૂત કરે છે. આના વગર હવે બેન્ક ખાતુ ખોલાવવું પણ સરળ નથી.

    બેન્કમાં ખાતુ ખોલાવવું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, બેન્ક લોકર્સ લેવુા, અથવા જુની કંપનીની પીએફ રકમ નીકાળવી હોય તો પણ કેવાયસી વિશે પુછવામાં આવશે. કેવાયસી દ્વારા નક્કી કરવામાં આવે છે કે, બેન્ક સેવાનો દુરઉપયોગ તો નથી કરવામાં આવી રહ્યોને.

    KYC દસ્તાવેજ
    - પાસપોર્ટ
    - ચૂંટણી કાર્ડ
    - ડ્રાઈવિંગ લાયસન્સ
    - આદાર કાર્ડ
    - નરેગા કાર્ડ
    - પેન્શન ચુકવણી આદેશ
    - પોસ્ટ ઓફિસ ઓળખ પત્ર
    - પાન કાર્ડ
    - સરકાર, સેનાનું ઓળખ પત્ર
    - વિશ્વસનિય સંસ્થા દ્વારા આપવામાં આવેલું ઓળખ પત્ર

    ઓળખ પ્રમાણપત્ર
    - પાસપોર્ટ
    - ચૂંટણી કાર્ડ
    - ડ્રાઈવિંગ લાયસન્સ
    - આદાર કાર્ડ
    - નરેગા કાર્ડ
    - પેન્શન ચુકવણી આદેશ
    - પોસ્ટ ઓફિસ ઓળખ પત્ર
    - પાન કાર્ડ
    - સરકાર, સેનાનું ઓળખ પત્ર
    - વિશ્વસનિય સંસ્થા દ્વારા આપવામાં આવેલું ઓળખ પત્ર

    એડ્રેસ પ્રુફ
    - ટેલિફોન બિલ
    - બેન્ક પાસબુક
    - માન્યતા પ્રાપ્ત સરકારી સંસ્થા દ્વારા આપેલું પત્ર
    - વિજળી બિલ
    - રાશન કાર્ડ
    - આયકર આદેશ
    - ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ
    - ભાડા કરાર
    - વિશ્વવિદ્યાલય, શિક્ષણ સંસ્થા, હોસ્ટેલ વોર્ડન, પ્રિન્સિપલ દ્વારા આપવામાં આવેલો લેટર

    અવયસ્ક (નાબાલિગ)
    - જો નાબાલિગ 10 વર્ષથી નાની ઉંમરનો છે તો, ખાતાને ચલાવનાર તેના વાલી વારસનું ઓળખપત્ર લેવામાં આવશે.
    - જો નાબાલિગ પોતાનું ખાતુ સ્વયં સંચાલિત કરવા લાયક છે તો, ઓળખ પત્ર તથા સત્યાપનની પ્રક્રિયા જે કોઈ અન્ય વ્યક્તિના મામલામાં લાગુ થાય છે.
    Published by:kiran mehta
    First published: