Home /News /business /SBI Loan: SBI ગ્રાહકોને ઝટકો! વધુ મોંઘી થશે તમામ લોન, વધી જશે EMI

SBI Loan: SBI ગ્રાહકોને ઝટકો! વધુ મોંઘી થશે તમામ લોન, વધી જશે EMI

શેરબજારના આંકડા મુજબ, સોમવારે સ્ટેટ બેંકના શેર 0.37 ટકાતૂટતાં 527.70 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. એકદંરે એક મહિનામાં આ શેર 0.81 ટકા તૂટ્યો છે. જોકે ગત મહિને SBIના શેરમાં 2.10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તો છેલ્લા 3 વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 180 ટકા જેટલું વળતર આપ્યું છે.

SBI Loan: SBI બેંકના ગ્રાહકોને ટૂંક સમયમાં આંચકો લાગવા જઈ રહ્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણ દર એટલે કે MCLRમાં 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે તમામ પ્રકારની હોમ, કાર અને પર્સનલ લોન મોંઘી થઈ જશે.

વધુ જુઓ ...
SBI Loan Rates: SBI બેંકના ગ્રાહકોને ઝટકો લાગી શકે છે. દેશની સૌવથી મોટી પબ્લિક સેક્ટર બેંક SBIએ MCLR રેટમાં 10 અંકોનો વધારો કર્યો છે, એટલે કે 0.10 ટકા વધારી દીધો છે. જેને લીધે હોમ, પર્સનલ, કાર એમ તમામ લોન મોંઘી થઇ જશે. આરબીઆઇની વેબસાઈટ મુજબ આ નવા દરો 15 ફેબ્રુઆરી એટલે કે આજથી લાગુ થશે.

નવા દરો


બેંકે કહ્યું કે MCLR દરમાં 7.85 ટકા થી 10 બીપીએસ વધારીને 7.95 ટકા કરવામાં આવ્યો છે. જયારે 1 મહિનાનો એમસીએલઆર રેટ 8.0 ટકા થી 10 બીપીએસ વધીને 8.10 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો એમસીએલઆર જાન્યુઆરીથી 8.0 ટકા થી વધારીને 8.10 ટકા કરવામાં આવ્યો છે. 6 મહિનાનો MCLR પણ 8.30 ટકા થી રિવાઇઝ કરીને 8.40 ટકા કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સીધા સોદા નો બકવાસઃ દમદાર 20 શેર્સ જેમાં કમાણીના તગડા ચાન્સ, એક્સપર્ટે આપ્યું લિસ્ટ

બેંક 1 વર્ષની મેચ્યોરિટી પર નવા દર 8.40 થી વધારીને 8.50 કરશે. 2 વર્ષની મેચ્યોરિટી પર MCLR 8.50 થી વધારીને 8.60 કરવામાં આવશે. જયારે 3 વર્ષ માટે વાત કરીએ તો આ દર 8.60 ટકા થી વધારીને 8.70 ટકા કરી દેવામાં આવશે.


શું હોય છે MCLR


બેસિક લોનના દર કે જેના પર બેંક ગ્રાહકોને લોન આપે છે. બેંક તેનાથી ઓછા દરે લોન ન આપી શકે. MCLRને ફંડ આધારિત ઉધાર દર અથવા સીમાંત ખર્ચથી ઓળખાય છે. દરેક પ્રકારની લોનમાં વ્યાજદર નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે 2016માં MCLR બનાવ્યું હતું. મોંઘવારી પર કાબુ મેળવવા માટે આરબીઆઇએ 8 ફેબ્રુઆરી 2023 એ રેપોરેટમાં ફરી વધારો કર્યો છે. મે 2022 થી અત્યાર સુધીમાં રેપો રેટ 2.50 ટકા વધારવામાં આવ્યો છે.
First published:

Tags: Business news, Personal loan, SBI bank, SBI Loan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો