SBIનાં ગ્રાહકોને હવે ATM જવાની જરૂર નથી, કરિયાણાની દુકાન પરથી રોકડા લઇ શકશો

News18 Gujarati
Updated: November 19, 2019, 1:19 PM IST
SBIનાં ગ્રાહકોને હવે ATM જવાની જરૂર નથી, કરિયાણાની દુકાન પરથી રોકડા લઇ શકશો
આ સુવિધા ભારતીય સ્ટેટ બેંક, પ્રીપેડ કાર્ડ હોલ્ડર્સને એસબીઆઈ પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ પર મળશે.

હવે તમે સરળતાથી તમારી નજીકની કરિયાણાની દુકાને જઇને રોકડા રૂપિયા લઇ શકો છો.

  • Share this:
હવે તમારે થોડા રોકડ (cash) રૂપિયા જોઇતા હોય તો તમારે કેશ લેવા માટે એટીએમ (ATM) મશીન સુધી જવાની જરૂર નથી. હવે તમે સરળતાથી તમારી નજીકની કરિયાણાની દુકાને જઇને રોકડા રૂપિયા લઇ શકો છો. આ સુવિધા માત્ર ભારતીય સ્ટેટ બેંકનાં (SBI) ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોલ્ડર્સ માટે જ છે. આવો જાણીએ આ અંગે.

  • આ સુવિધા ભારતીય સ્ટેટ બેંક, પ્રીપેડ કાર્ડ હોલ્ડર્સને એસબીઆઈ પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ પર મળશે.


  • આમા તમે ઓછામાં ઓછા 100 રૂપિયા અને મહત્તમ 1000 રૂપિયા પ્રતિદિવસ પ્રતિ કાર્ડ કાઢી શકો છો. આ સાથે વેપારીને પણ કોઇ ચાર્જ આપવાનો રહેશે નહીં.

  • આ માટે તમે જેટલા રૂપિયાનો ઉપાડ કરો છો તેનો 1 ટકો રકમ ચાર્જ તરીકે આપવાનાં હોય છે. આરબીઆઈની (Reserve Bank of India) ગાઇડલાઇન્સ પ્રમાણે, આ ન્યૂન્યતમ 7.50 રૂપિયા અને અધિકત્તમ 10 રુપિયા હશે.

  • જો તમે દુકાનદાર પાસેથી કોઇ ખરીદી ન કરો તો પણ પોઇન્ટ ઓફ સેલની મદદથી પૈસા લઇ શકો છો.

  • Loading...

  • આનાથી વેપારીને દરરોજ રોકડ બેંકમાં જમા કરાવવાની ઝંઝટ નહીં રહે. સમયની પણ બચત થશે.


આ પણ વાંચો : આ મહિલા એક નાનો Idea લગાવી કમાય છે કરોડો

નોંધનીય છે કે થોડા મહિના પહેલા જ આરબીઆઈએ દેશમાં એટીએમની ઘટતી સંખ્યાને જોતા એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ નાના વેપારી અને અર્બન વિસ્તારમાં દુકાનદારોને કેશ સ્પલાઇની વાત કહી હતી. સમિતિનું માનવું હતું કે ખર્ચ વધવાનાં કારણે બેંકનાં એટીએમ બંધ થઇ રહ્યાં છે. આવામાં કરિયાણા સ્ટોર્સની મદદથી લોકો થોડી રોકડ રકમ લઇ શકે છે.
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...