દેશની સૌથી મોટી બેંક SBIના ખુલવાનો સમય બદલાયો! જાણો તમારી બ્રાંચનો સમય

News18 Gujarati
Updated: May 23, 2020, 8:30 AM IST
દેશની સૌથી મોટી બેંક SBIના ખુલવાનો સમય બદલાયો! જાણો તમારી બ્રાંચનો સમય
(ફાઇલ તસવીર)

જો તમારું ખાતું સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં છે તો જાણી લો કે તમારી બેંકની બ્રાંચ ખુલવાનો અને બંધ થવાનો સમય બદલાયો છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી બચવા માટે બેંક (Bank) સતત પગલાં ભરી રહી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India)એ બ્રાંચ ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ બ્રાંચમાં આવતા સ્ટાફમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ લોકોને બેંક બ્રાંચમાં આવવાને બદલે ડિજિટલ વ્યવહાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

બેંક ખુલવાનો સમય બદલાયો :

>> SBIની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે બેંક તરફથી બ્રાંચ ખોલવાનો સમય બદલી દેવામાં આવ્યો છે. આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દેશમાં તમામ હિસ્સામાં બેંક હવે સવારે 11.30 વાગ્યે ખુલી રહી છે.

>> જો તમે પણ તમારી નજીક આવેલી SBIની બ્રાંચનો સમય જાણવા માંગો છો તો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમારા શહેરનું નામ શોધી શકો છો. https://www.sbi.co.in/documents/136/1364568/Working+Branches+22052020.pdf/588d3aef-426d-8bbd-2c1a-e3159a2854d1?t=1590133498748

>> આ પહેલા અંગ્રેજીના બિઝનેસ ન્યૂઝપેપર ઇકોનૉમિક ટાઇમ્સે જણાવ્યું હતું કે અલગ અલગ રાજ્યમાં એસબીઆઈની બેંકો અલગ અલગ સમય પર ખુલી રહી છે.

>> એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર (રિટેલ બેન્કિંગ) પી.કે.ગુપ્તાએ જણાવ્યું કે અનેક રાજ્યમાં અને બેંકની બ્રાંચ ખુલવાના અને બંધ કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. અમુક રાજ્યમાં આ સમય 7થી 10 છે. જ્યારે અમુક રાજ્યમાં 8થી 11, જ્યારે અમુક રાજ્યમાં 10થી 2 છે. 

આ પણ વાંચો : ભારતમાં આ જ ઝડપે કોરોનાના કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાંસ પણ પાછળ રહી જશે!

એસબીઆઈની ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ અંગે જાણો

ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસમાં કેશ પિકઅપ, કેશ ડિલિવરી, ચેક પિકઅપ, ચેક રિક્વિઝિશન, સ્લિપ પિકઅપ, ફૉર્મ 15એચ પિકઅપ, ડ્રાફ્ટ્સ ડિલિવરી, ટર્મ ડિપોઝિટ એડવાઇઝ ડિલિવરી, લાઇફ સર્ટિફિકેટ પિકઅપ તથા કેવાઈસી ડૉક્યુમેન્ટ્સ પિકઅપ વગેરે સેવા સામેલ છે.

આ સેવા મેળવવા માટે તમારા કામકાજના દિવસોમાં સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી ટૉલ ફ્રી નંબર 1800111103 પર કૉલ કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન માટે હોમ બ્રાંચમાં સર્વિસ રિક્વેસ્ટ આપી શકાય છે. ડોરસ્ટેપ બેન્કિંગ સેવા ફક્ત એવા ગ્રાહકોને મળશે જેમણે કેવાયસી કરાવ્યું હોય. નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જ 60 રૂપિયા અને જીએસટી તથા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જ 100 રૂપિયા અને જીએસટી આપવો પડશે.
First published: May 23, 2020, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading