શોપિંગ સમયે આ રીતે ચોરી થાય છે તમારા ATM કાર્ડની વિગતો

News18 Gujarati
Updated: October 11, 2018, 10:28 AM IST
શોપિંગ સમયે આ રીતે ચોરી થાય છે તમારા  ATM કાર્ડની વિગતો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 11, 2018, 10:28 AM IST
ગણેશ ચતુર્થી પછી દેશમાં ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ ગઇ છે. અને જે દિવાળી સુધી ચાલશે. તહેવારોના પ્રસંગનો ફાયદો કંપનીઓ ઉઠાવવા માંગે છે. એટલા માટે ફેસ્ટિવલ સિઝનમાં મોટાભાગની કંપનીઓ પ્રોડક્ટ્સ ઉપર મોટા ડિસ્કાઉન્ટ આપે છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ આ અંગે ફાયદો ઉઠાવવા માંગે છે. પરંતુ આજકાલ પ્લાસ્ટિક મનીનો જમાનો આવી ગયો છે. જેના પગલે છેતરપિંડી થવાના ખતરા પણ વધી ગયા છે. તમારી નાની ભૂલો તમારા માટે મોટી મુશ્કેલીઓ ઉભી કરી શેક છે.

શોપિંગ કરતી વખતે આવી રીતે ચોરી થાય છે તમારી પર્સનલ ડિટેઇલ

આજકાલ કાર્ડ ક્લોનિંગ થકી લોકોને છેતરવાના સમાચાર દરરોજ આવે છે. જેના થકી હેકર્સ ડેબિટકાર્ડનું ક્લોન બનાવી લે છે. એટલે એક એવું જ ડુપ્લિકેટ કાર્ડ તૈયાર કરી લે છે જે તમારી પાસે હોય છે. જેનો ઉપયોગ કરીને શોપિંગ કરે છે. અને અન્ય ખર્ચા પણ કરી લે છે.

આ જગ્યાઓ ઉપર થઇ શકે છે છેતરપિંડી

હેકર્સ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ચોરેવા માટે અનેક કિમિયા અપનાવે છે. તમારા કાર્ડના ચોરેલા ડેટાથી કાર્ડથી કેસ શોપિંગ કરે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ પંપ, મેડિકલ જેવી જગ્યાએ તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે. સ્કિમિંગ, ક્લોનિંગ, ફિશિંગથી કોઇપણ તમારા ડેટા ચોરી શકે છે.

કેવી રીતે થાય છે કાર્ડનું ક્લોનિંગ
Loading...

એક્સપર્ટ જણાવ્યા પ્રમાણે અનેક પ્રકારની કાર્ડ સ્કિમર ડિવાઇસ આવે છે જેની અંદર ક્રેડિટ -ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવા ઉપર કાર્ડની બધી જ માહિતી કંમ્યુટર અથવા લેપટોપમાં આવે છે. ત્યારબાદ ખાલી કાર્ડ લેવામાં આવે છે. અને એડવાન્સ પ્રકારના પ્રિન્ટરના દ્વારા ક્લોન કાર્ડ તૈયાર કરવામાં આવે છે. જે ઓરિજનલ કાર્ડ જેવું જ ડુપ્લિકેટ અથવા ક્લોન્ડ ક્રેડિટ ડેબિટ કાર્ડ તૈયાર કરી લે છે.

સાવધાની જ બચાવ

- એટીએમથી રમક કાઢતા પહેલા તપાસ કરી લો કે કોઇ સ્કીમર તો નથી ને
- સ્વેપિંગ પોઇન્ટ ઉપરથી અલગ બાજુમાં હાથ લગાવીને જોઇ લો કો કોઇ વસ્તુ નજર આવે છે કે નહીં. સ્કીમરની ડિઝાઇન એવી હોય છે કે તે મશીનનો જ ભાગ લાગે.
- કીપેડનો એક ભાગ દબાવો, જો કિપેડ સ્કીમર હોય તો એક ભાગ ઉખડશે.
- અત્યારના સમયમાં જરૂરી છે કે ડેબિટ કાર્ડનો પિન બદલી દો. એનાથી હેકર્સની જાળમાં ફસાંવાથી બચશો
- તમારું કાર્ડ ક્યાંય દૂર ન લઇ જવા દો
-સામે ઉભા રહીને જ કાર્ડ પેમેન્ટ કરો
- હોટલ, પંપ, મેડિકલ, દુકાન ઉપર આ વાતની સાવધાની રાખો
- ફોન ઉપર પોતાના પાસવર્ડ કોઇને ન આપો
- લાલચ આપનારા નકલી મેઇલથી સાવધાન રહો
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...