શનિ-રવિ દરમિયાન SBIની ઇન્ટરનેટ બેન્કિંગ અને YONO સહિતની સેવા બંધ રહેશે, જાણો ડિટેલ્સ

શનિ-રવિ દરમિયાન SBIની ઇન્ટરનેટ બેન્કિંગ અને YONO સહિતની સેવા બંધ રહેશે, જાણો ડિટેલ્સ
પ્રતિકાત્મક તસવીર

દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકોને વિકેન્ડ, એટેલ કે શનિ અને રવિવારે NEFT સેવાનો લાભ નહીં મળે. શ

  • Share this:
દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકોને વિકેન્ડ, એટેલ કે શનિ અને રવિવારે NEFT સેવાનો લાભ નહીં મળે. શનિવરે વર્કિંગ અવર્સ પૂર્ણ થયા બાદ NEFT સુવિધાનું અપગ્રેડેશન થશે. જેના કારણે ડિજિટલ સર્વિસ પર અસર થશે તેવું SBIનું કહેવું છે. દેશની સૌથી મોટી બેંકના ગ્રાહકો રવિવારે 00:01થી લઈ 14:00 PM સુધી SBI YONO કે SBI YONO LITEમાં NEFT સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં.

SBIએ કરેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, 22 મે 2021ના રોજ વર્કિંગ અવર્સ પૂર્ણ થયા બાદ RBI NEFTનું અપગ્રેડેશન હાથ ધરશે. 23મેના રોજ રવિવારે 00:01 AM અને 14:00 PM દરમિયાન ઈન્ટરનેટ બેન્કિંગ, YONO અને YONO LITEમાં NEFT સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. અલબત્ત RTGS સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે.SBI ઈન્ટરનેટ સર્વિસ શુક્રવારથી જ ચોક્કસ સમય સુધી ઉપલબ્ધ નથી. ટ્વિટમાં બેંકે જણાવ્યું છે કે, મેન્ટેનન્સ પ્રક્રિયાના કારણે ઓનલાઈન સર્વિસ ઉપલબ્ધ નહીં રહે. આ જાણ કર્યા બાદ SBIએ ગ્રાહકોને અપીલ કરી હતી કે, "અમે અમારા સન્માનિત ગ્રાહકોને અમારી સાથે રહેવા વિનંતી કરીએ છીએ, કારણ કે અમે વધુ સારો બેંકિંગ અનુભવ પ્રદાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

નોંધનીય છે કે, ગત 7 અને 8 મેના રોજ SBIની ઓનલાઈન સર્વિસમાં મેન્ટેનન્સના કારણે અવરોધ ઉભો થયો હતો. દેશમાં 22,000 બ્રાન્ચ તથા 57,889થી વધુ ATM સાથે SBI દેશની સૌથી મોટી બેંક છે. 31 ડિસેમ્બર સુધીના આંકડા મુજબ SBIમાં 85 મિલિયન ઈન્ટરનેટ બેન્કિંગ અને 19 મિલિયન મોબાઈલ બેન્કિંગ યુઝર્સ છે. જ્યારે SBI YONOમાં 34.5 મિલિયન નોંધાયેલા યુઝર્સ છે. દરરોજ SBI YONOમાં 9 મિલિયન ગ્રાહકો લોગ ઇન થાય છે. SBIએ ડિસેમ્બર 2020માં પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં YONOના માધ્યમથી 1.5 મિલિયન ખાતા ખોલ્યા હતા. બચત ખાતાના 91 ટકા ગ્રાહકો YONOમાં જોડાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, SBIએ તાજેતરમાં રૂ. 30 લાખ સુધીની હોમ લોનનું વ્યાજ ઘટાડીને 6.70 ટકા કર્યું હતું. રૂ. 30 લાખથી રૂ. 75 લાખ સુધીની લોનમાં 6.95 ટકા વ્યાજદર નક્કી કરાયો હતો. જ્યારે રૂ. 75 લાખથી વધુ એટલે કે મોટી લોનમાં 7.05 ટકા વ્યાજ નિર્ધારિત કરાયું હોવાનું બેંકનું કહેવું છે. જ્યારે જે ગ્રાહકો YONO એપના માધ્યમથી લોન માટે અરજી કરનારા ગ્રાહકોને વ્યાજમાં વધારાની 5 bpsની છૂટ મળશે. ઉપરાંત લોન માટે મહિલા અરજદારને પણ ખાસ 5 bpsની છૂટ આપવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:May 22, 2021, 14:30 pm

ટૉપ ન્યૂઝ