Home /News /business /SBI YONO : હવે આંગળીના ટેરવે મળશે 35 લાખ રૂપિયાની લોન! SBIએ ગ્રાહકો માટે શરૂ કરી નવી સુવિધા
SBI YONO : હવે આંગળીના ટેરવે મળશે 35 લાખ રૂપિયાની લોન! SBIએ ગ્રાહકો માટે શરૂ કરી નવી સુવિધા
SBI announces feature to avail personal loan via YONO app
ગ્રાહકો હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO નો ઉપયોગ કરીને તેમના પોતાના ઘરેથી RTXCની સુવિધા મેળવી શકે છે. SBIના કેન્દ્ર/રાજ્ય સરકાર અને ડીફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખાની મુલાકાત લેવાની કોઇ જરૂર રહેશે નહીં.
દેશના સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) પોતાના ગ્રાહકનો અવારનવાર કોઇ ખાસ સુવિધા કે યોજનાઓ આપતી રહે છે. જેથી મહત્તમ લોકો સુધી બેંકિંગના લાભો (Banking Benefits) પહોંચી શકે. ત્યારે હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના YONO પ્લેટફોર્મ પર ગ્રાહકોને ડિજિટલી સશક્ત કરવાના ધ્યેય સાથે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ (RTXC launch) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. SBIએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર કરેલ ટ્વીટ પ્રમાણે “તમારા સપનાને હા કહો! અમારા લાયક પગારદાર ગ્રાહકો માટે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ (RTXC) ની શરૂઆત. હવે Yono એપ પર 35 લાખ સુધીની સરળ અને ત્વરિત લોન મળશે."
RTXC માટે શું હોવી જોઇએ લાયકાત?
ગ્રાહકો હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ YONO નો ઉપયોગ કરીને તેમના પોતાના ઘરેથી RTXCની સુવિધા મેળવી શકે છે. SBIના કેન્દ્ર/રાજ્ય સરકાર અને ડીફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખાની મુલાકાત લેવાની કોઇ જરૂર રહેશે નહીં. ક્રેડિટ ચેક, લાયકાત, મંજૂરી અને ડોક્યેમેન્ટેશન હવે ડિજિટલી અને નિશ્ચિત સમયમાં પૂર્ણ થઇ શકશે.
જે ગ્રાહકો યોગ્ય લાયકાત ધરાવે છે તેઓ હવે કોઈપણ કાગળ ભર્યા વિના YONO SBI દ્વારા રૂ. 35 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકશે. આ લોન માટે ગ્રાહકોને એકદમ સરળ અને ઝડપી એપ્લિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.
શું છે આ સ્કીમના ફીચર્સ?
- સૌથી ઓછો વ્યાજદર
- થોડા જ ક્લિક્સમાં તાત્કાલિક લોન મળી જશે.
- રૂ. 35 લાખ સુધીની લોનની સુવિધા
- ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સબમિશન