Bank Bandh: SBI સહિત દેશની આ સરકારી અને ગ્રામીણ બેંકો આગામી 5 દિવસ બંધ રહેશે

બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

  • Share this:
    નવી દિલ્હી. જો તમારું પણ ખાતું દેશની સરકારી કે ગ્રામીણ બેંક (Bank holidays)માં છે તો આપના માટે આ મોટા સમાચાર છે, કારણ કે આ બેંકોમાં આગામી 5 દિવસ સુધી કામ નહીં થાય એટલે કે બેંક બંધ (Bank Bandh) રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને હડતાલ છે. તો આપ આજે જ રોકડની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત પણ જો આપને બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    બેંકો કયા-કયા દિવસ બંધ રહેશે?

    નોંધનીય છે કે, ગુરૂવાર 11 માર્ચે મહાશિવરાત્રિ હોવાના કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે, જેના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય. રવિવાર એટલે કે 14 માર્ચે પણ બેંકો બંધ રહેશે. બાદમાં 15 અને 16 માર્ચે બેંકોની હડતાલ છે, જેના કારણે પણ બેંકો બંધ રહેશે. એટલે કે બેંક 5 દિવસ સુધી બંધ રહેશે.

    આ પણ વાંચો, Gold Price: સોનાની કિંમતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો! 22% થયું સસ્તું, શું હજુ ઘટશે ભાવ?

    કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બેંકોના કર્મચારી હડતાલ કરી રહ્યા છે. સરકારી બેંકોને પ્રાઇવેટ કરવાની યોજનાનો આ તમામ કર્મચારી વિરોધ કરી રહ્યા છે. આ કારણથી બેંક કર્મચારીઓ અને અધિકારીઓના યૂનિયને આગામી 15 અને 16 માર્ચે હડતાલ પર જવાની નોટિસ આપી છે.

    ગ્રામીણ બેંક પણ થશે હડતાલમાં સામેલ

    વિશેષમાં આ હડતાલનું આહવાન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) આપ્યું છે. તેમાં કર્મચારીઓ અને અધિકારીઓના લગભગ તમામ સંગઠન સામેલ છે. આ ઉપરાંત ગ્રામીણ બેંક પણ આ હડતાલમાં સામેલ થવાની છે.

    બેંકોનું કામકાજ થશે પ્રભાવિત

    9 બેંક યૂનિયનના કેન્દ્રીય સંગઠન યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આ બંધનું આહવાન કર્યું છે. આ હડતાલના કારણે સરકારી બેંકોનું કામકાજ ઘણું પ્રભાવિત થશે. એવામાં બેંકના પોતાના જરૂરી કામ તમે 13 માર્ચ પહેલા જ પૂરા કરી લેવા જોઈએ. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કામકાજ ઉપર પણ આ હડતાલની અસર જોવા મળશે. બેંકે તેની જાણકારી સ્ટોક એક્સચેન્જને આપી છે.

    આ પણ જુઓ, કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરે પાડી ચીસ, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ

    ઉલ્લેખનીય છે કે, યુવા હલ્લાબોલના રાષ્ટ્રીય સંયોજક અનુપમના જણાવ્યા મુજબ, દેશભરની બેંકોમાં 15 અને 16 માર્ચે હડતાલમાં યુવા વર્ગ પણ સામેલ થશે. યુવાઓને ગત 9 માર્ચે જ ટ્વીટર પર ‘હમ દેશ નહીં બિકને દેંગે’ હેશટેગના માધ્યમથી ખાનગીકરણની વિરુદ્ધ કેમ્પેનની શરૂઆત કરી દીધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: