નવી દિલ્હી. દેશની સૌથી મોટી બેંક SBIમાં તમારું પણ ખાતું હોય તો તમારી માટે ખૂબ મોટા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ દેશના 44 કરોડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. SBIની વેબસાઈટના મુજબ દેશમાં ખૂબ ઝડપથી છેતરપીંડીની ઘટનાઓ બને છે, જેનાથી તમામને સતર્ક રહેવાની જરૂર છે.
આ ઉપરાંત લોકોએ ખાતાથી સંબંધીત જાણકારી મોબાઈલમાં સેવ રાખવી જોઈએ નહીં. જો તમે OTP, પિન નંબર કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડના CVV કે ATMની ડિટેલ્સ સેવ કરીને રાખી હોય તો તેને તુરંત કાઢી નાંખો. નહીંતર તમારું ખાતું ખાલી થઈ જશે.
SBIના મત મુજબ બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય તેવી ભૂલ ગ્રાહકો ક્યારેય ન કરે. બેંકે વિગતો આપતા જણાવ્યું કે, બેંક એકાઉન્ટ અને ઓનલાઈન બેન્કિંગની વિગતો ફોનમાં સેવ કરીને રાખશો નહીં.
ફોનમાં આ નંબર ક્યારેય ન સેવ કરશો
બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડના નંબર લખીને રાખવો અથવા તેનો ફોટો ક્લિક કરીને રાખવાથી તમારી ડિટેલ્સ લીક થઈ શકે છે. તમારુ એકાઉન્ટ પણ સાફ થઈ જાય તેવો ખતરો છે.
ATM કાર્ડને કોઈ સાથે શેર ના કરો
તમારા એટીએમ કાર્ડને કોઈ સાથે શેર ના કરવું જોઈએ. જો આવું કરશો તો જાણકારી લીક થઈ શકે છે. તમારી સાથે સરળતાથી ફ્રોડ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, બેંક તરફથી ફોન કે એસએમએસ કરીને ક્યારેય યુઝર આઈડી, પિન, પાસવર્ડ, સીવીસી, ઓટીપી, વીપીએ, જેવી સંવેદનશીલ જાણકારી માંગવામાં આવતી નથી. જો તમને આવી રીતનો ફોન આવે તો સાવધાન રહો, કોઈ સાથે કોઈ પણ પ્રકારની જાણકારી શેર ના કરશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર