SBIની મોટી ઓફર! અડધાથી ઓછી કિંમતમાં ખરીદો પ્રોપર્ટી

News18 Gujarati
Updated: June 9, 2019, 7:24 AM IST
SBIની મોટી ઓફર! અડધાથી ઓછી કિંમતમાં ખરીદો પ્રોપર્ટી
આ સાથે આ પ્રોપર્ટીને ખરીદવા માટે તમને એસબીઆઈથી જ લોન મળી જશે.

આ સાથે આ પ્રોપર્ટીને ખરીદવા માટે તમને એસબીઆઈથી જ લોન મળી જશે.

  • Share this:
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા 10 જૂન 2019ના રોજ મેગાઓક્શન કરવા જઈ રહી છે. જેમાં દેશભરના કેટલાએ મોટા શહેરોની શાનદાર પ્રોપર્ટીઝની હરાજી થશે. જો તમે પણ ઘર, દુકાન અથવા કોઈ કોમર્શિયલ પ્રોપર્ટીઝ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો એક શાનદાર અવસર છે. SBI સાથે મળીને તમે નક્કી કિંમત પર બિલકુલ દુરસ્ત પ્રોપર્ટી ખરીદી શકશો. આ સાથે આ પ્રોપર્ટીને ખરીદવા માટે તમને એસબીઆઈથી જ લોન મળી જશે.

SBIની આ હરાજીમાં પોતાને રજીસ્ટર કરવું પણ સરળ છે. ખુબ ઓછી ડિટેલ્સ આપી તમે હરાજીમાં ભાગ લઈ શકો છો. આ ડિટેલ ઓળખપત્ર અને સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે. એક બોલી લગાવનાર રૂપે પોતાને રજીસ્ટર કરાવવા માટે કેટલાક તબક્કામાં પ્રક્રિયા પૂરી કરવાની હોય છે.

- સૌથી પહેલા એક વેબસાઈટ www.bankeauctions.com પર વિઝિટ કરો

- હવે અહીં Registration પર જાઓ.

- Registration as an individual or Organisationને સિલેક્ટ કરો

- હવે અહીં જરૂરી જાણકારી ભરો- User Agreement and Privacy Policyને રીડ કરો

- હવે Register પર ક્લિક કરો

ભારતીય સ્ટેટ બેન્ક પોતાની ઈ-હરાજીમાં એવા આવાસ કે કોમર્શિયલ પ્રોપર્ટીની હરાજી કરશે, જે ડિફોલ્ટર્સ કરવામાં આવી છે અથવા ડિપોલ્ટર્સ બેન્કની લોન નથી ચુકવી શકતા. જેથી બેન્ક તેમની પ્રોપર્ટીને હરાજી કરી પોતાની બાકી રકમ વસૂલવા માંગે છે. પ્રોપર્ટીની હરાજીમાંથી મળનારી રકમથી એસબીઆઈ પોતાની લોન એમાઉન્ટને પૂરી કરશે.

અહીં ફોન કરીને મદદ લઈ શકો છો
જો તમે એસબીઆઈની આ ઈ-હરાજીમાં અથવા ઈઓક્શનમાં ભાગ લેવા માંગતા હોય તો, રજીસ્ટર કરાવ્યા બાદ અને વધારે જાણકારી માટે તમે +91-124-4302020/21/22/23 અને +91-7291981124/1125/1126 નંબર પર સંપર્ક કરી શકો છો. અહીં તમે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે ઈમેલ આઈડી support@bankeauctions.com પર પણ સંપર્ક કરી શકો છો.
First published: June 8, 2019, 10:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading