Home /News /business /

SBI Alert: શનિવારે બેંકની ઇન્ટરનેટ સેવા રહેશે બંધ, ઑનલાઇન બેન્કિંગ અને YONO સેવા નહીં ચાલે

SBI Alert: શનિવારે બેંકની ઇન્ટરનેટ સેવા રહેશે બંધ, ઑનલાઇન બેન્કિંગ અને YONO સેવા નહીં ચાલે

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (ફાઇલ તસવીર)

SBI Alert Internet banking: જો તમે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India - SBI)ના ગ્રાહક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ કામના છે.

    મુંબઇ. SBI Alert: જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India - SBI)ના ગ્રાહક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. શનિવારે SBI બેંકના ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ (Internet banking service)નો લાભ નહીં લઈ શકે. ઉલ્લેખનીય છે કે આગામી બે દિવસ એટલે કે શનિવાર અને રવિવારે બેંક પણ બંધ રહેશે. શનિવાર અને રવિવારે બેંકમાં રજા (Bank Holiday) છે.

    SBI ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ સેવા, યોનો (YONO), યોનો લાઈટ (YONO Lite), યૂપીઆઈ (Mobile), મોબાઇલ બેન્કિંગ જેવી સેવાને 300 મિનિટ સુધી શનિવાર અને રવિવાર બંને દિવસ નહીં વાપરી શકે. SBIની દેશમાં 22,000થી વધારે બ્રાંચ છે અને 57,889થી વધારે એટીએમ છે.



    બેંકે ટ્વીટ કરીને માહિતી આપી

    સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર માહિતી આપી છે કે, "અમે સન્માનિત ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે બની રહો. અમે ઉત્તમ બેન્કિંગ સેવા આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે 11મી ડિસેમ્બર 2021ના રોજ રાત્રે 23:30 વાગ્યાથી 4:30 (300 મિનિટ) સુધી અમારી આઈટી સેવાને વધારે સારી કરવાનું કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન INB / Yono / Yono Lite / Yono Business / UPI કામ નહીં કરે. અસુવિધા માટે અમને ખેદ છે. અમારી સાથે બન્યા રહો"

    તમારા SBI એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ પર પણ કપાશે ચાર્જ (વાંચો અખો અહેવાલ)

    દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. હકીકતમાં SBIનો એક એવો નિયમ છે, જેમાં તમે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા જમા કરાવો છો તો તમારા ખાતામાંથી પૈસા કપાશે. આ નિયમ કેશ ડિપોઝિટ મશીન એટલે કે CDMથી પૈસા જમા કરાવવા પર જ લાગૂ છે. જો કોઈ પોતાના બેંક ખાતામાંથી CDM મારફતે બીજી કોઈ વ્યક્તિના ખાતામાં રકમ જમા કરાવશે તો આ માટે તેને અમુક ચાર્જ ચૂકવવો પડશે. એક વખત પૈસા જમા કરાવવા પર ખાતાધારકના ખાતામાંથી 25 રૂપિયા સુધી ચાર્જ કપાય છે. આ 25 રૂપિયામાં જીએસટી ચાર્જ પણ સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Internet banking, Yono, આરબીઆઇ, એસબીઆઇ, ટેકનોલોજી

    આગામી સમાચાર