SBI ગ્રાહકો ધ્યાન આપે, આ તારીખે બંધ થઈ શકે છે તમારું બેંક ખાતું, સેવા શરૂ રાખવા આટલું કરો

પ્રતીકાત્મક તસવીર

PAN-Aadhaar Linking: SBIએ કહ્યુ છે કે જો તમે નિર્ધારિત તારીખ સુધી આ કામ નહીં કરો તો તમારી બેન્કિંગ સેવા બાધિત થઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે ભારતીય સ્ટેટ બેંક (State bank of India)ના ગ્રાહક છો તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે. હકીકતમાં બેંક તરફથી પોતાના ગ્રાહકોને વારંવાર પાન-આધાર લિંક કરવાનાની અપીલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં બેંકે પોતાના ગ્રાહકોને કહ્યુ છે કે ઝડપથી PAN-Aadhaar લિંક કરાવી લો. ઉલ્લેખનીય છે કે પાન-આધાર લિંક (PAN-Aadhaar Linking) કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2021 છે. બેંકે કહ્યુ છે કે જો તમે નિર્ધારિત તારીખ સુધી આ કામ નહીં કરો તો તમારી બેન્કિંગ સેવા બાધિત થઈ શકે છે.

    બેંકે શું કહ્યું?

    ભારતીય સ્ટેટ બેંકે કહ્યુ છે કે આધાર અને પાનને લીંક નહીં કરો તો પાન નંબર નિષ્ક્રિય થઈ જશે. આથી વિઘ્ન રહિત સેવા માટે બેંક તરફથી ગ્રાહકોને પાન કાર્ડ અને આધાર લિંક કરવાની અપીલ કરવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. આ માટે અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

    SBI બેંક એકાઉન્ટ સસ્પેન્ડ થશે

    જો તમે 30 સપ્ટેમ્બર સુધી પોતાનું KYC નહીં કરાવો તો શું થશે? SBIએ આ અંગે કહ્યુ છે કે KYC વગર તમારું બેંક એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. તમારા એકાઉન્ટમાં જમા રહેલી રકમ ફ્રીજ થઈ શકે છે. તમે પૈસા નહીં ઉપાડી શકો. સાથે જ તમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ તેમજ સબસીડી પણ નહીં મળે.

    પાન અને આધાર લિંક કરવાની પ્રક્રિયા

    તમારી પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની બે રીત છે. પ્રથમ વિકલ્પ SMS અને બીજો વિકલ્પ ઇન્કમ ટેક્સની વેબસાઇટમાં જઈને કરવાનો છે.

    1) ઇન્કમટેક્સની વેબસાઇટ પરથી લિંક કરવું.

    - ઈન્ક્મટેક્સની વેબસાઈટ પર જાઓ.
    - અધર્મ આપેલું નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
    - આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ હોય તો સ્ક્વાયર ટીક કરો.
    - કેપ્ચા કોડ એન્ટર કરો.
    - બાદમાં Link Aadhaar બટન પર ક્લિક કરો.
    - તમારું આધાર પાન કાર્ડ સાથે લિંક થઇ જશે.

    2) SMSથી આધાર અને પાન કાર્ડને લિંક કરવું

    જો તમે SMSથી પાન અને આધાર લિંક કરવા માંગો છો તો તે માટે UIDPAN <સ્પેસ> 12 આંકડાનો આધાર નંબર <સ્પેસ> 10
    આંકડાનો પાન નંબર લખીને આ 567678 અથવા 56161 પર એસએમએસ મોકલો.

    નિષ્ક્રિય પાનને આ રીતે કરો ઓપરેટીવ

    જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જાય તો તેને ઓપરેટીવ કરી શકાય છે. જેના માટે તમારે મેસેજ કરવો પડશે. મેસેજ બોક્સમાં જઈને રજીસ્ટર્ડ નંબર પરથી 10 અંકોવાળો પાન નંબર અને સ્પેસ આપીને 12 અંકવાળો આધાર નંબર દાખલ કરો. હવે આ મેસેજને 567678 or 56161 પર સેન્ડ કરી દો.

    આ પણ વાંચો: શું છે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી? 15 વર્ષ પછી વાહનને ફરજિયાત ભંગારમાં આપી દેવું પડશે? જાણો તમામ સવાલના જવાબ 

    આ રીતે ચેક કરો તમારું આધાર અને પાન લિંક છે કે નહીં

    - ઈન્ક્મટેક્સની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
    - ક્વિક લિંક ટેબ પર લિંક આધાર પર જઈને સ્ટેટસ ચેક કરો.
    - સ્ટેટ્સ ચેક કરવા માટે આધાર અને પાનની જાણકારી ભરો.
    - વિગતો ભર્યા બાદ વ્યુ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. બાદમાં તમને જાણવા મળશે કે તમારું આધાર અને પાન લિંક છે કે નહીં.

    SMS દ્વારા જાણો તમારું આધાર અને પાન લિંક છે કે નહીં

    તમે SMS દ્વારા પણ જાણો શકો છો કે તમારું આધાર અને પાન લિંક છે કે નહીં. આ માટે તમારે મેસેજ બોક્સમાં જઈને UIDPAN 12 અંકોનો આધાર નંબર, 10 અંકોનો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર મેસેજ સેન્ડ કરો.
    Published by:Vinod Zankhaliya
    First published: