મુંબઈ: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) દ્વારા ગ્રાહકોને થ્રી-ઇન-વન એકાઉન્ટ (SBI 3-in-1 account) આપવામાં આવે છે. આ એકાઉન્ટના બચત ખાતું, ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોય છે. આ ખાતાની વધુ વિગતો માટે રસ ધરાવતા લોકો SBIની સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરી શકે છે. તાજેતરમાં SBIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, 3-ઇન-1ની શક્તિનો અનુભવ કરો! બચત ખાતા, ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટને જોડેલું એક ખાતું સરળ અને પેપરલેસ ટ્રેડિંગની સુવિધા આપે છે. વધુ જાણવા માટે, bank.sbi/web/personal-banking/investments-deposits/stocks-securities/3-in-1-accountની મુલાકાત લો.
• બચત ખાતા માટે જરૂરી ડોક્યુમેન્ટ
SBI 3-in-1 accountમાં રસ ધરાવતા લોકોને આ ખાતા માટે જરૂરી દસ્તાવેજોનું જ્ઞાન હોવું જોઈએ. બચત ખાતા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
1) પાન અથવા ફોર્મ 60 2) ફોટોગ્રાફ 3) નીચેમાંથી એક સત્તાવાર રીતે માન્ય ડોક્યુમેન્ટ A) પાસપોર્ટ B) આધાર પુરાવો C) ડ્રાઇવિંગ લાઇસન્સ D) મતદાર ઓળખપત્ર E) મનરેગા દ્વારા આપવામાં આવેલ જોબ કાર્ડ F) નામ અને સરનામાની વિગતો ધરાવતો રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર દ્વારા આપવામાં આવેલ પત્ર
• ડિમેટ અને ટ્રેડિંગ તરીકે ખાતું ચાલુ રાખવા માટે જરૂરી દસ્તાવેજો
1) પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ (એક)
2) પાન કાર્ડની નકલ
3) આધાર કાર્ડની નકલ
4) એક રદ કરાયેલા ચેક લીફ / તાજેતરનું બેંક સ્ટેટમેન્ટ
• ઇ-માર્જિન સુવિધા
ટ્રેડર્સને ઈ-માર્જિનની સુવિધાની જાણ હોવી જરૂરી છે. આ સુવિધા હેઠળ વ્યક્તિ 25 ટકા જેટલા નીચા માર્જિન સાથે ટ્રેડ કરી શકે છે અને જરૂરી માર્જિન મેળવવા માટે રોકડ અથવા કોલેટરલનો ઉપયોગ કરીને 30 દિવસ સુધી પોઝિશન કેરી ફોરવર્ડ કરી શકે છે. ગ્રાહક ડિલિવરીમાં કન્વર્ટ કરવાનું પસંદ કરી શકે છે અને એક્સપાયરી પહેલાં ગમે ત્યારે ડિમેટ એકાઉન્ટ સ્ટોક મેળવી શકે છે અથવા વેચી શકે છે.