પેન્શનર્સ માટે ખુશખબરી: 3 લાખથી વધુ પેન્શનધારકોને આપવામાં આવશે રૂ. 2,802 કરોડ પેન્શન

પંજાબના પેન્શનર્સ માટે ખુશખબરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની (Punjab Chief Minister Charanjit Singh Channy)એ 3 લાખથી વધુ પેન્શનધારકો (Pensioners)ને 1 જુલાઈ 2021થી સંશોધિત પેન્શન(Pension)ની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.

પંજાબના પેન્શનર્સ માટે ખુશખબરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની (Punjab Chief Minister Charanjit Singh Channy)એ 3 લાખથી વધુ પેન્શનધારકો (Pensioners)ને 1 જુલાઈ 2021થી સંશોધિત પેન્શન(Pension)ની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.

  • Share this:
નવી દિલ્હી:  પંજાબના પેન્શનર્સ (Pensioners of Punjab) માટે ખુશખબરી છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની(Punjab Chief Minister Charanjit Singh Channy)એ 3 લાખથી વધુ પેન્શનધારકો(Pensioners)ને 1 જુલાઈ 2021થી સંશોધિત પેન્શન(Pension)ની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ચાલુ નાણાંકીય વર્ષમાં પંજાબ સરકાર (Government of Punjab) પર રૂ. 1,887 કરોડનું ભારણ પડશે. અધિકૃત નિવેદન અનુસાર પંજાબના છઠ્ઠા વેતન આયોગની રજૂઆતને અનુરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી કાર્યાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ચન્નીએ મંગળવારે આ વિષય સંબંધિત ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. મુખ્યમંત્રીએ ઈનકેશમેન્ટ અને ગ્રેચ્યુઈટી સહિત અન્ય લાભની ચૂકવણી કરવાનો પણ આદેશ આપ્યો છે. છઠ્ઠા વેતન આયોગની રજૂઆત અનુસાર વર્ષ 2016થી 30 જૂન 2021 દરમિયન સેવાનિવૃત્ત થયેલ રૂ. 42,600 પેન્શનધારકોને રૂ. 915 કરોડની ચૂકવણી એકવારમાં જ કરી દેવામાં આવશે. આ નિર્ણયથી સરકાર પર રૂ. 2,802 કરોડ રૂપિયાનું ભારણ આવશે. મુખ્યમંત્રી ચરણજીતસિંગ ચન્નીએ જણાવ્યું કે, 1 જુલાઈ 2021થી પેન્શનરોને એકસાથે રકમ આપવામાં આવશે. પંજાબ સરકારે સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓને છઠ્ઠા વેતન આયોગનો લાભ આપવાની જાહેરાત કરી હતી.

પંજાબ સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં કર્મચારીઓનુ સિટી કમ્પેનસેટરી ભથ્થું (City Compensatory allowance) રૂ. 100થી વધારીને રૂ. 200 કરવામાં આવ્યું હતું. જે શહેરોમાં સિટી કમ્પેનસેટરી ભથ્થું રૂ.120 આપવામાં આવતું હતું, તે વધારીને રૂ. 240 કરવામાં આવ્યું છે. ગ્રામીણ ભથ્થું 6 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે. બેઝિક પે વધવાને કારણે ગ્રામીણ ભથ્થું પહેલા કરતા વધુ મળશે. જ્યારે મેડિકલ ભથ્થું રૂ. 500થી વધારીને રૂ. 1000 કરવામાં આવ્યું છે. પંજાબ કોંગ્રેસમાં કલેહ ચાલી રહ્યો છે, આ પરિસ્થિતિમાં ચરણજીતસિંહ ચન્નીએ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે. ત્યારબાદ સતત બેઠકો કરવામાં આવી રહી છે અને અનેક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: આ 6 સ્મૉલકેપ શેરમાં 2022માં અત્યારસુધી આવી 300%થી વધારે તેજી, શું તમારી પાસે છે?

મોબાઈલ ભથ્થામાં વધારો

D અને C શ્રેણી: રૂ. 250થી વધારીને રૂ. 500
B શ્રેણી: રૂ. 300થી વધારીને રૂ. 600
A શ્રેણી: રૂ. 500થી વધારીને રૂ. 1,000

યાત્રા ભથ્થામાં વધારો

D અને C શ્રેણી: રૂ. 500થી વધારીને રૂ. 1,000
B શ્રેણી: રૂ. 750થી વધારીને રૂ. 1,500
A શ્રેણી: રૂ. 1,000થી વધારીને રૂ. 2,000
Published by:kuldipsinh barot
First published: