Home /News /business /આનંદો! બેંકોએ બચત ખાતા પરના વ્યાજમાં કર્યો વધારો, હવે આટલો ફાયદો થશે

આનંદો! બેંકોએ બચત ખાતા પરના વ્યાજમાં કર્યો વધારો, હવે આટલો ફાયદો થશે

બચત ખાતા પર સૌથી વધુ વ્યાજ આપતી બેંકો.

Savings account interest rate: ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે પણ બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. જો તમારા ખાતામાં રૂ.25 લાખ સુધીની રકમ હોય તો તેના પર 2.75 ટકા વ્યાજ આપવામાં આવશે.

નવી દિલ્હી: બચત ખાતાની સુવિધા દ્વારા બેન્કમાં પૈસા એકઠા કરવામાં સરળતા રહે છે. પૈસા બેન્કમાં રાખવાથી પૈસા સુરક્ષિત રહે છે અને જરૂર હોય ત્યારે ઉપાડી શકીએ છીએ. સામાન્ય રીતે બચત ખાતા પર વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે. આ દરમિયાન ઓગસ્ટની શરૂઆતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ રેપો રેટ વધાર્યો હતો, જેના પરિણામે કેટલીક બેન્કોએ બચત ખાત પર મળતા વ્યાજદરમાં પણ વધારો કર્યો છે.

બંધન બેન્ક


RBIએ રેપો રેટમાં વધારો કર્યા બાદ બંધન બેન્કે બચત ખાતાના વ્યાજદર (Bandhan Bank Saving Account)માં વધારો કર્યો છે. બંધન બેન્કની વેબસાઈટ અનુસાર નવા વ્યાજદર 22 ઓગસ્ટ 2022થી લાગુ થઈ ગયા છે. 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર બંધન બેન્કે વ્યાજદરમાં 1 ટકાથી 6 ટકા સુધીનો વધારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બેન્ક પહેલા જમા રકમ પર 5 ટકા સુધી વ્યાજ આપતી હતી. બેન્કની વેબસાઈટ અનુસાર રૂ.1 લાખ સુધીની જમા રકમ પર વાર્ષિક 3 ટકા વ્યાજ આપવામાં આવશે. રૂ.1 લાખથી રૂ.10 લાખ સુધીની રકમ પર 6 ટકા અને રૂ.10 લાખથી રૂ.2 કરોડથી વધુની રકમ પર 6.25 ટકા વ્યાજ આપવામાં આવશે.

ફેડરલ બેન્ક


ફેડરલ બેન્કે સેવિંગ એકાઉન્ટના વ્યાજદરમાં વૃદ્ધિ કરવાની ઘોષણા કરી છે. આ વ્યાજદર 17 ઓગસ્ટ 2022થી લાગુ થઈ ગયા છે. બેન્કની વેબસાઈટ અનુસાર રૂ.5 કરોડથી ઓછી રકમ પર ગ્રાહકોને 2.4 ટકા વ્યાજ આપવામાં આવશે.

આ પણ વાંચો: શું તમે મેળવવા માંગો છો ફાઇનાન્શિયલ ફ્રીડમ? આજથી જ આ રીતે કરો બચતનું પ્લાનિંગ

ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક


ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કે બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્કની અધિકૃત વેબસાઈટ અનુસાર આ નવા વ્યાજદર 9 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. બેન્ક બચત ખાતામાં 1 લાખ સુધીની રકમ પર 3.5 ટકા વ્યાજ અને રૂ.1 લાખથી રૂ.5 લાખ સુધીની રકમ પર 6 ટકા વ્યાજ આપે છે.

ઇન્ડસઇન્ડ બેન્ક


ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેન્કે બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્કની સત્તાવારવેબસાઈટ અનુસાર આ નવા વ્યાજદર 10 ઓગસ્ટ 2022થી લાગુ કરવામાં આવ્યા છે. બેન્ક રૂ.1 લાખ સુધીની રકમ પર 3.5 ટકા, રૂ.1 લાખથી રૂ.10 લાખ સુધીની રકમ પર 3.5 ટકા અને રૂ.10 લાખથી રૂ.1 કરોડ સુધીની રકમ પર 4.5 ટકા વ્યાજ આપે છે.

આ પણ વાંચો: PPF ખાતું ખોલીને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ અને બચત

ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક


ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે પણ બચત ખાતાના વ્યાજદરમાં વધારો કર્યો છે. જો તમારા ખાતામાં રૂ.25 લાખ સુધીની રકમ હોય તો તેના પર 2.75 ટકા વ્યાજ આપવામાં આવશે.

ડીસીબી બચત ખાતુ


ડીસીબીની સત્તાવાર વેબસાઈટ અનુસાર નવા વ્યાજદર 22 ઓગસ્ટ 2022થી લાગુ કરી દેવામાં આવ્યા છે. આ બેન્કમાં બચત ખાતામાં જમા થયેલ રકમ પર 7 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.
First published:

Tags: Bank, Savings Account, આરબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन