Home /News /business /Savings Account: બચત ખાતામાં પૈસા ઉપાડવા અને ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી હોય છે?

Savings Account: બચત ખાતામાં પૈસા ઉપાડવા અને ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી હોય છે?

બચત ખાતું (પ્રતીકાત્મક તસવીર)

Savings Account: બચત ખાતા આમ તો ઘણી સુવિધાઓ આપે છે પણ તેમા નાણાકીય વ્યવહારો અને ડિપોઝિટ પર કેટલાક નિયંત્રણ હોય છે.

મુંબઈ: મોટાભાગના પગારદાર લોકો પાસે બચત ખાતું (Savings account) હોય છે. નાની મોટી રકમ ભેગી કરવા અને રોજિંદા વ્યવહારો માટે બચત ખાતાનો ઉપયોગ થતો હોય છે. બચત ખાતામાં 2.70 ટકાથી લઈ 5.25 ટકા જેટલું વાર્ષિક વ્યાજ મળી શકે છે. વ્યાજદર જે તે ખાતામાં રહેલી રકમ પર નક્કી થાય છે. બચત ખાતાના કારણે લોકોને ઘણી અનુકૂળતા રહે છે. ડેબિટ કાર્ડ (Debit card), ચેકબુક સહિતની સુવિધાઓ પણ બચત ખાતામાં મળે છે. અલબત્ત બચત ખાતામાં લઘુતમ બેલેન્સ (Minimum balance) રાખવાનો આગ્રહ બેંકોનો હોય છે. જે માટે અલગ અલગ બેંકોએ નિયમો બનાવ્યા છે. બચત ખાતા આમ તો ઘણી સુવિધાઓ આપે છે પણ તેમા નાણાકીય વ્યવહારો અને ડિપોઝિટ પર કેટલાક નિયંત્રણ હોય છે. બચત ખાતાઓને લગતા નિયમો વિવિધ કારણોસર અમલમાં છે. આ નિયમો ખાતાધારકો અને આવકવેરા (IT) વિભાગની અનુકૂળતા માટે છે. તેથી, બચત ખાતા વિશે ઘણું જાણવું જરૂરી છે.

ડિપોઝિટ માટેની મર્યાદા

સામાન્ય રીતે બચત ખાતામાં રોકડ ડિપોઝિટ કરવી સરળ છે. તમારે શાખામાં જઈ ડિપોઝિટ સ્લિપ ભરવાની જરૂર હોય છે. પરંતુ ડિપોઝિટ સમયે મર્યાદાથી વધુ ન ડિપોઝિટ થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બચત ખાતાઓ પર રોકડ જમા કરવાની મર્યાદા રૂ.1 લાખની છે. બચત ખાતામાં રૂ.1 લાખથી વધુ જમા કરાવવાથી આઈટી વિભાગનું ધ્યાન આકર્ષિત થઈ શકે છે.

બેનામી વ્યવહારોને રોકવા માટે અમુક કાયદા બનાવવામાં આવ્યા છે. આ કાયદા મુજબ બેન્કિંગ સંસ્થાઓએ કરંટ ખાતા સિવાયના ખાતામાં થતા રૂ.10 લાખ કે તેથી વધુને ટ્રાન્ઝેક્શનની જાણ તંત્રને કરવાની રહે છે. જેથી સાવચેત રહેવાની જરૂર પડે છે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, બોન્ડ અથવા ડિબેન્ચરમાં રોકાણ કરતા લોકોએ પણ રોકડ ઇન્ફ્યુઝન રૂ.10 લાખ મર્યાદાથી આગળ ન વધે તેનું ધ્યાન રાખવું જોઈએ.

કરંટ ખાતા ધારકો માટે મર્યાદા

બીજી તરફ ચાલુ ખાતાધારકોની રોકડ જમા મર્યાદા કરવાની રૂ. 50 લાખ છે. આવા ખાતાઓનો ઉપયોગ મુખ્યત્વે બિઝનેસ વ્યવહારો માટે થાય છે અને આ રીતે વધુ મર્યાદાની જરૂર પડે છે. આ મર્યાદાનું ઉલ્લંઘન IT વિભાગનું ધ્યાન આકર્ષિત કરી શકે છે અને તમારે નોટિસનો સામનો કરવો પડી શકે છે.

જે તે વ્યક્તિએ આવકવેરા કાયદાના નિયમો 114Eની હેઠળ આવતા વ્યવહારોની પ્રકૃતિ અને મૂલ્ય પર વિચાર કરવો જોઈએ અને ટેક્સ અધિકારીઓના રડારની બહાર રહેવું જોઈએ. યાદ રાખવું કે, બચત ખાતાની ડિપોઝિટ મર્યાદાની જેમ રોકડ વ્યવહારો કરતી વખતે ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ ટોચમર્યાદા હોય છે. કેશ ડિપોઝિટને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં કરવામાં આવે તો તે ₹10 લાખથી વધુ ન હોવી જોઈએ. તમે ચેક અથવા ઇન્ટરનેટ બેંકિંગ જેવા અન્ય ટ્રેસેબલ માધ્યમો મારફતે એફડી વ્યવહારો કરી શકો છો.

કઈ બેંકમાં કેટલી છે મર્યાદા?

એસબીઆઈ (SBI)

SBIના ગ્રાહકો શાખાઓમાંથી બચત ખાતાના રૂ. 25,000 ઉપાડી શકે છે. જ્યારે સેલ્ફ ચેકથી પૈસા ઉપડવાની લિમિટ રૂ. 1 લાખ છે અને થર્ડ પાર્ટી માટે રૂ. 50,000 છે.

આ પણ વાંચો: Education loan: શું એજ્યુકેશન લોનમાં કર લાભ મળે? જાણો એજ્યુકેશન લોન લેવાના ફાયદા

પીએનબી (PNB)

પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકોને ડેબિટ કાર્ડના પ્લેટિનમ, ક્લાસિક અને ગોલ્ડ એમ એમ ત્રણ વિકલ્પો મળે છે. પ્લેટિનમ કાર્ડ ધારક એક દિવસમાં રૂ. 50,000 ઉપાડી શકે છે. ક્લાસિક અને ગોલ્ડ ડેબિટ કાર્ડ માટે આ લિમિટ અનુક્રમે રૂ. 25,000 અને રૂ. 50,000ની છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank)

આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો દર મહિને હોમ બ્રાન્ચમાંથી રૂ. 1 લાખ ઉપાડી શકે છે. જ્યારે નોન હોમ બ્રાન્ચના ગ્રાહકો માટે આ લિમિટ રૂ. 25,000ની છે.

આ પણ વાંચો: Saving Account: શું તમે જાણો છો કે બચત ખાતાના પણ અલગ અલગ પ્રકાર હોય છે? જાણો તેના લાભ વિશે

યસ બેન્ક (Yes Bank)

યસ બેંકમાં રૂ. 25,000થી રૂ.1 લાખ સુધી પૈસા ઉપાડી શકાય છે. જ્યારે રૂ. 1 લાખથી રૂ. 3 લાખનું ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.

કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank)

કોટક મહિન્દ્રા બેંકમાં રૂ. 40,000થી રૂ. 2.5 લાખ સુધીની રકમ ઉપાડી શકાય છે. જ્યારે રૂ. 50,000થી રૂ. 4.5 લાખનું ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.

લક્ષ્મી વિલાસ બેન્ક (Lakshmi Vilas Bank)

લક્ષ્મી વિલાસ બેંકમાં રૂ. 10,000થી રૂ. 1 લાખ સુધીની રોકડ ઉપડો શકે છે. જ્યારે ટ્રાન્ઝેક્શનની લિમિટ રૂ. 50,000થી રૂ. 10 લાખ સુધીની છે.

એક્સિસ બેંક (Axis Bank)

એક્સિસ બેંકમાં રૂ. 40,000થી રૂ. 3 લાખ સુધીની રોકડ ઉપડી શકે છે અને રૂ. 1 લાખથી રૂ. 6 લાખનું ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબત

- નિયમો હેઠળ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં પણ કેટલીક લિમિટ મુકવામાં આવી છે. જેથી આ લિમિટ કરતા વધુ વ્યવહારો કરવામાં ધ્યાન રાખવું જોઈએ. જેથી અન્ય કેશલેસ વિકલ્પો થકી બિલ પેમેન્ટ કરવાનું વિચારી શકાય.

આ પણ વાંચો: Personal Loan vs Car Loan: કારની ખરીદી માટે પર્સનલ લોન અને કાર લોનમાંથી કયો વિકલ્પ વધારે સારો? શા માટે?

- નિયમોમાં રીયલ એસ્ટેટ સેક્ટર પણ બાકાત નથી. હાઈ વોલ્યુમ ટ્રાન્ઝેક્શનમાં તમને નોટિસ મળી શકે છે. રિયલ એસ્ટેટમાં લિમિટ રૂ.30 લાખની રાખવામાં આવી છે. આ લિમિટ અંદર જ ટ્રાન્ઝેક્શન રહે તે હિતાવહ છે અને આ સોર્સ પણ યોગ્ય હોવો જોઈએ.

- રોકડ વ્યવહારો પર મૂકાયેલા નિયંત્રણો ભવિષ્યમાં વધી શકે છે. જેથી આગામી સમયમાં કેશલેસ થવામાં જ સમજદારી છે. મોટા રોકડ વ્યવહારો જોખમી નીવડી શકે છે. તેના કરતાં ચેક અને ઈન્ટરનેટ બેન્કિંગ વધુ સુરક્ષિત ગણી શકાય છે.
First published:

Tags: Cash, Personal finance, Savings Account, આરબીઆઇ, એસબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો