નવી દિલ્હી : લોકો બેંક, એફડી, રિકરિંગ ડિપોઝીટ, સોનુ, શેર, મ્યુચ્યુઅલ ફંડ જેવી અનેક વસ્તુઓમાં રોકાણ કરે છે. સરકારી અથવા ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોની પીએફ પણ કાપવામાં આવે છે. અહીં પીએફ વિશેની જાણકારી આપવામાં આવી છે. પીએફ એક એવી બચત યોજના છે, જે કર્મચારીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પેન્શનની સાથે રિટાયરમેન્ટ પર લમસમ એમાઉન્ટ મળે છે. તદુપરાંત બચત યોજનાઓ કરતા વધુ વ્યાજ અને વીમાની સુવિધા પણ મળે છે. અહીં સવાલ જવાબની મદદથી પીએફની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
ઈપીએફ શું છે?
કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) એક બચત યોજના છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ અધિનિયમ 1952 હેઠળ શરૂ કરવામાં આવી હતી. જેને કેન્દ્રીય ન્યાસી બોર્ડ દ્વારા પ્રશાસિત અને મેનેજ કરવામાં આવે છે. આ યોજનામાં સરકાર, નિયોક્તા/કંપની અને કર્મચારીઓના પ્રતિનિધિ સામેલ હોય છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) આ બોર્ડની ગતિવિધિઓમાં મદદ કરે છે.
પીએફનો નિયમ શું છે?
કંપની અને કર્મચારીઓ એક નિશ્ચિત અંશદાન પીએફ એકાઉન્ટમાં કરે છે, જેના પર EPFO વાર્ષિક વ્યાજ આપે છે. કર્મચારીઓને પેન્શનની સુવિધા પણ આપવામાં આવે છે.
વર્ષ 2020-21માં EPFનો વ્યાજ દર કેટલો છે?
પીએફ પર વ્યાજ દરની વાર્ષિક સમીક્ષા કરવામાં આવે છે. નાણાંકીય વર્ષ 2020-21 માટે EPF વ્યાજ દર 8.50% છે. EPFO જ્યારે એકવાર નાણાંકીય વર્ષ માટે વ્યાજ દર લિસ્ટેડ કરે છે અને વર્ષ સમાપ્ત થાય છે, ત્યારે મહિનાની ક્લોઝિંગ બેલેન્સ રકમ પર વ્યાજ દરની ગણતરી કરવામાં આવે છે, ત્યાર બાદ સમગ્ર વર્ષ માટે ગણતરી કરવામાં આવે છે.
પીએફ કન્ટ્રીબ્યુશનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
EPFમાં એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંને તરફથી કર્મચારીની બેઝિક સેલેરી+ ડીએના 12-12 ટકા એટલે કે 24 ટકાની ગણતરી કરવામાં આવે છે. નિયોક્તાના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા એમ્પ્લોય પેન્શન સ્કીમ(EPS)માં અને બાકી રહેલ 3.67 ટકા રકમ EPFમાં જાય છે. 10% EPF શેર એ સંગઠન અને કંપનીઓ માટે વેલિડ છે, જ્યાં\ 20થી ઓછા કર્મચારી છે. એવી કંપનીઓ જેમને તેમની સંપત્તિ જેટલું અથવા તેનાથી વધુ નુકસાન થયું હોય અને તેમને ઔદ્યોગિક અને નાણાકીય રિઝોલ્યુશન બોર્ડ દ્વારા બીમાર ઘોષિત કરવામાં આવી છે તે કંપનીઓ માટે 10% EPF શેર વેલિડ છે.
રૂ.15 હજારથી વધુ સેલેરી પર પીએફ જરૂરી છે?
નિયોક્તા અને કર્મચારી ઈચ્છે તો પીએફ કન્ટ્રીબ્યુશન રૂ.15000ની વેતન લિમિટ રાખી શકે છે. કર્મચારી ઈચ્છે તો 12 ટકાથી વધુ યોગદાન આપી શકે છે. તે માટે વોલંટરી પ્રોવિડન્ટ ફંડ(VPF) નો વિકલ્પ છે, જેમાં તમે 12 ટકાથી વધુ યોગદાન કરી શકો છો. VPF હેઠળ કર્મચારી ઈચ્છે તો તેની બેઝિક સેલેરીમાંથી 100 ટકા સુધી કન્ટ્રીબ્યુટ કરી શકે છે.
સેલેરી માટે પીએફની લિમિટ શું છે?
પીએફની લિમિટ સેલેરીના 12 ટકા જ છે. જો વાર્ષિક રૂ. 5 લાખ કરતા વધુ અંશદાન છે, તો તેમાંથી વ્યાજની આવક ટેક્સના દાયરામાં ગણાશે. કર્મચારી ટેક્સની ચૂકવણી કરીને તેના વેતનનો ગમે તેટલો અંશદાન જમા કરાવી શકે છે.
પીએફ ગ્રોસ સેલેરી પર ગણવામાં આવે છે?
ટેક્સ કાપ્યા વગર જે બેઝિક પે અને ભથ્થાને ઉમેરીને જે સેલેરી પ્રાપ્ત થાય છે, તેને ગ્રોસ સેલેરી કહે છે. જેમાં બોનસ, ઓવર ટાઈમ, હોલિડે પે અને અન્ય ભથ્થાઓ સામેલ હોય છે. જેના પર પીએફની ગણતરી કરવામાં આવતી નથી. પીએફ બેઝિક સેલેરીના આધાર પર કાપવામાં આવે છે. બેઝિક સેલેરી કર્મચારીની બેઝ ઈન્કમ હોય છે. તમામ કર્મચારીઓના લેવલના આધાર પર ફિક્સ કરવામાં આવે છે. બેઝિક સેલેરી કર્મચારીના પદ અને જે ઉદ્યોગમાં કામ કરે છે તે અનુસાર હોય છે. બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થાને ઉમેરીને પીએફ કાપવામાં આવે છે.
પીએફ એકાઉન્ટ પર ઇન્સ્યોરન્સની સુવિધા છે?
EPFO મેમ્બર્સને એમ્પ્લોયી ડિપોઝીટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ ઇન્શ્યોરન્સ કવરની સુવિધા આપવામાં આવે છે. સ્કીમમાં નોમિનીને વધુમાં વધુ રૂ. 7 લાખનું ઇન્શ્યોરન્સ કવર હેઠળ ચૂકવણી કરવામાં આવે છે.
પીએફ માટે કેટલા કર્મચારીઓનું હોવું જરૂરી છે?
જે સંસ્થા કે કંપનીમાં ઓછામાં ઓછા 20 લોકો કામ કરે છે, તે કંપની કર્મચારીઓને EPFનો લાભ આપી શકે છે. જે સંગઠન અથવા ફર્મમાં કર્મચારીઓની સંખ્યા વધુમાં વધુ 19 હોય તો 10 કન્ટ્રીબ્યુશન કરી શકાય છે.
પીએફ એમાઉન્ટની 100 ટકા રકમ ઉપાડી શકાય ?
માત્ર નિવૃત્તિ, બેરોજગારી અથવા કેટલીક વિષમ પરિસ્થિતિઓ દરમિયાન EPF કાઢી શકાય છે. નિવૃત્તિ બાદ અથવા સતત બે મહિનાની બેરોજગારી બાદ સંપૂર્ણ રકમ ઉપાડી શકાય છે. નવા નિયમ અનુસાર EPFO બેરોજગારીના 1 મહિના બાદ EPF રકમમાંથી 75% રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. જો તમે સતત 2 મહિના સુધી બેરોજગાર રહો છો તો તમે બાકી રહેલ 25% રકમ પણ ઉપાડી શકો છો. આ સમયગાળા દરમિયાન જો તમને નવી નોકરી મળી ગઈ છે, તો બાકી રહેલ 25% રકમ તમે નવા EPF ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો.
" isDesktop="true" id="1105964" >
પીએફ નિયમમાં ફોર્મ 31 શું છે?
ખાતામાંથી રકમ ઉપાડવા માટે EPF ફોર્મ 31નો ઉપયોગ કરવામાં આવે છે. રિટાયરમેન્ટ પહેલા પીએફ ખાતામાંથી માત્ર કેટલીક વિશેષ પરિસ્થિતિમાં તમે રકમ ઉપાડી શકો છો જેમ કે, ઘરની ખરીદી, ઘરનું નિર્માણ, હોમ લોનની ચૂકવણી, મેડિકલ ઈમરજન્સી, બાળકોના લગ્ન, બાળકો અથવા ભાઈના ભણતર માટે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર