રોકાણ કરવા માટે SIP ખૂબ જ સરળ ઓપ્શન છે પરંતુ જો પેમેન્ટ ડેટ ચૂકી ગયા તો શું કરશો?
Mutual Funds SIP: ધારો કે 12 ટકા વાર્ષિક વળતર અને 15 ટકા વાર્ષિક એસઆઈપી સ્ટેપ-અપ, જો કોઈ રોકાણકાર 10 વર્ષમાં 50 લાખ રૂપિયા એકઠા કરવા માંગે છે, તો તેણે લગભગ રૂ.12,500 ની માસિક એસઆઈપીથી શરૂઆત કરવી પડશે.
નવી દિલ્હી: એસઆઈપી અથવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)એ એક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ છે, જે રોકાણકારને મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ (Invest in Mutual Fund Scheme)માં નિયમિત સમયે નિશ્ચિત રકમનું રોકાણ કરવા માટે સક્ષમ બનાવે છે. આ સમય માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક હોઈ શકે છે. તેથી જેમની પાસે રોકાણ માટે પર્યાપ્ત રકમ નથી, તેઓ લાંબાગાળા માટે એસઆઈપી મોડમાં રોકાણ કરી શકે છે અને એક રકમ એકઠી (Save Money) કરી શકે છે, જે તેના મુખ્ય રોકાણ ઉદ્દેશોને પૂર્ણ કરી શકે છે, જેમ કે બાળકના ઉચ્ચ અભ્યાસ, લગ્ન, નિવૃત્તિ ભંડોળ વગેરે.
ઉદાહરણ તરીકે રવિ ઉજ્જવલને 6 વર્ષનો એક પુત્ર છે અને તે એક એવી રોકાણ સ્કીમ શોધી રહ્યો છે, જે તેને તેના પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે રૂ.50 લાખ એકઠા કરવામાં મદદ કરી શકે. તે પોતાના નાણાં સીધા શેર બજાર (Indian stock market)માં રોકાણ કરવા માંગતો નથી, કારણ કે ઉપાડ સમયે બજારની પરિસ્થિતિને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. રવિ આગામી 10 વર્ષમાં આ સંપત્તિ એકઠી કરવા માંગે છે.
તેનું રોકાણનું ધ્યેય યોગ્ય છે કે નહીં તે અંગે ઓપ્ટિમા મની મેનેજર્સના એમડી અને સીઈઓ, પંકજ મઠપાલે જણાવ્યું હતું કે, "રોકાણનું લક્ષ્ય યોગ્ય છે, પરંતુ રોકાણકારે શિસ્તબદ્ધ રોકાણકાર બનવું પડશે. તેઓ શેર બજારની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં રોકાણ કરી શકે છે."
નિષ્ણાતોનો અભિપ્રાય
જોકે, પંકજ મઠપાલે જણાવ્યું હતું કે, સરળ મ્યુચ્યુઅલ ફંડ્સ એસઆઈપી માસિક મોડમાં રોકાણકારને તેના રોકાણના ધ્યેયને પહોંચી વળવામાં મદદ નહીં કરે, કારણ કે માસિક રોકાણની રકમ ઘણી વધારે હશે. પરંતુ, વાર્ષિક સ્ટેપ લેવાથી રોકાણકારને રોકાણના પ્રારંભિક તબક્કામાં માસિક એસઆઈપીને સૌથી નીચલા સ્તરે રાખવામાં મદદ મળશે.
વાર્ષિક એસઆઇપી માટે યોગ્ય પગલું શું હોવું જોઇએ, તેના વિશે જણાવતા ટ્રાન્સેન્ડ કેપિટલના વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર કાર્તિક ઝવેરીએ કહ્યું હતું કે, "આદર્શ રીતે લાંબાગાળાના રોકાણ માટે 10 ટકાના વાર્ષિક સ્ટેપ-અપની સલાહ આપવામાં આવે છે, પરંતુ ઓછામાં ઓછી શક્ય માસિક એસઆઈપી સાથે મહત્વાકાંક્ષી લક્ષ્યને પહોંચી વળવા માટે કોઈ પણ વ્યક્તિ 15 ટકા વાર્ષિક સ્ટેપ-અપ પણ જાળવી શકે છે." 10 વર્ષની માસિક એસઆઈપીથી કેટલા વળતરની અપેક્ષા રાખી શકાય છે તે અંગે ટ્રાન્સેન્ડ કેપિટલના કાર્તિક ઝવેરીએ જણાવ્યું હતું કે, "ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે, પરંતુ એસઆઈપીના 10 વર્ષ પછી કોઈના નાણાં પર લગભગ 12 ટકા વાર્ષિક વળતરની અપેક્ષા રાખી શકાય છે."
ધારો કે 12 ટકા વાર્ષિક વળતર અને 15 ટકા વાર્ષિક એસઆઈપી સ્ટેપ-અપ, જો કોઈ રોકાણકાર 10 વર્ષમાં 50 લાખ રૂપિયા એકઠા કરવા માંગે છે, તો તેણે લગભગ રૂ.12,500 ની માસિક એસઆઈપીથી શરૂઆત કરવી પડશે. જોકે, બંને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વ્યક્તિએ પોતાની માસિક એસઆઈપીમાં રૂ.500ના વધારા સાથે શરૂઆત કરવી જોઈએ. કારણ કે તેનાથી રિસ્ક-રિવોર્ડ રેશિયો રોકાણકારની તરફેણમાં આવશે. આથી, મ્યુચ્યુઅલ ફંડ્સની માસિક એસઆઈપીથી શરૂ કરીને રૂ.13,000 વાર્ષિક સ્ટેપ-અપ સાથે 15 ટકા વાર્ષિક સ્ટેપ-અપ સાથે રોકાણકાર 10 વર્ષમાં રૂ.50 લાખ એકઠા કરી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર