RILના રિફાઇનિંગ બિઝનેસનો હિસ્સો ખરીદી શકે છે સઉદી અરામકો : રિપોર્ટ

News18 Gujarati
Updated: April 17, 2019, 3:41 PM IST
RILના રિફાઇનિંગ બિઝનેસનો હિસ્સો ખરીદી શકે છે સઉદી અરામકો : રિપોર્ટ
સઉદી અરામકોને આગામી બે વર્ષમાં ભારતમાં 100 બિલિયન ડોલરથી વધુ રોકાણ કરવાની આશા છે

સઉદી અરામકોને આગામી બે વર્ષમાં ભારતમાં 100 બિલિયન ડોલરથી વધુ રોકાણ કરવાની આશા છે

  • Share this:
દુનિયાની સૌથી મોટી કંપની સઉદી અરામકો (Saudi Aramco) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કારોબારમાં હિસ્સો ખરીદી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અરામકો, રિલાયન્સના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ખરીદવા માંગે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ તરફથી મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપતાં આપવામાં આવેલી જાણકારી મુજબ, બંને કંપનીઔ આ ડીલ માટે વાતચીત કરી રહી છે. જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ તમામ અહેવાલોનું ખંડન કર્યું છે.

નોંધનીય છે કે, સઉદી અરામકો દુનિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની છે. તે સઉદી અરબની સરકારી કંપની છે. તેણે 2018માં રોજના 1.36 કરોડ બેરલ તેલ કાઢ્યું હતું. તે દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની છે. સઉદી અરામકોએ ગયા વર્ષે 7.7 લાખ કરોડનો નફો કર્યો હતો. તેની વાર્ષિક આવક 25 લાખ કરોડ રૂપિયા છે.

આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી કંપની છે. તે ભારતમાં સૌથી વધુ નફો કરતી કંપની છે. રિલાયન્સ દેશની બીજી સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ કંપની છે. કંપનીનો રિટેલ, ટેલીકોમ, પેટકેમનો મુખ્ય કારોબાર છે.

અરામકો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડીલની અટકળો તેજ

મીડિયા રિપોર્ટ્સ મુજબ આગામી બે મહિના બંને કંપનીઓ વેલ્યુએશન પર ડીલ કરી શકે છે. RILને હિસ્સાના વેચાણથી લગભગ 10-15 અબજ ડોલર મળી શકે છે. RILની રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ લગભગ 55-60 અબજ ડોલરનો છે. RILનું કુલ માર્કેટ કેપ 8.5 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. રિર્પોટ મુજબ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ગોલ્ડમેન સેક્સે આ ડીલની ભલામણ કરી હતી.

આ પણ વાંચો, બ્રિટનની 259 વર્ષ જૂની કંપનીને ખરીદવાની તૈયારીમાં રિલાયન્સ રિટેલ!

થઈ ચૂકી છે મુલાકાત

સઉદી અરામકોના સીઈઓ અમીન નાસર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે આ મુદ્દે મુલાકાત કરી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ મુલાકાત એટલા માટે કરવામાં આવી હતી જેથી સઉદી સરકારની માલિકીની કંપનીના કારોબાર પર ચર્ચા થઈ શકે, જેમાં ક્રૂડ, કેમિકલ્સ અને નોન-મેટાલિક્સ સામેલ છે. તેની પર અરામકો અને રિલાયન્સ તરફથી કમેન્ટ નથી મળી.

અરામકો કેમ ખરીદવા માંગે છે હિસ્સો?

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ફેબ્રુઆરીમાં દિલ્હી આવ્યા બાદ દુનિયાની સૌથી મોટી રિફાઇનિંગ કંપની અરામકોનો રસ આરઆઈએલમાં વધ્યો હતો. આ દરમિયાન તેઓએ કહ્યું કે તેમને આગામી બે વર્ષમાં ભારતમાં 100 બિલિયન ડોલરથી વધુ રોકાણ કરવાની આશા છે.

આ પણ વાંચો, મિત્સુઇ OSK લાઇન્સ RILની છ જૂથ કંપનીઓમાં ખરીદશે હિસ્સો
First published: April 17, 2019, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading