સાઉદીની પેટ્રોલિયમ કંપની લાવી રહી છે દુનિયાનો સૌથી મોટો IPO, 6 મોટી વાતો

News18 Gujarati
Updated: September 10, 2019, 6:48 PM IST
સાઉદીની પેટ્રોલિયમ કંપની લાવી રહી છે દુનિયાનો સૌથી મોટો IPO, 6 મોટી વાતો
દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની અરામકો IPO લાવવા જઈ રહી છે

સાઉદી અરબની તેલ કંપની સઉદી અરામકો દુનિયાની સૌથી વધારે નફો કમાતી કંપની છે.

  • Share this:
દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની અરામકો IPO લાવવા જઈ રહી છે. સઉદી અરબની અરામકો તેના માટે પૂરી રીતે તૈયાર છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીઓનો સમય સાઉદી સરકાર નક્કી કરશે. આ IPO બે ફેઝમાં આવશે. તમને જણાવી દઈએ કે, સાઉદી અરબની તેલ કંપની સઉદી aramco દુનિયાની સૌથી વધારે નફો કમાતી કંપની છે. હાલમાં જ કંપનીએ પહેલી વખત પોતાનો ફાયનાન્શિયલ ડેટાનો બોન્ડ ઈન્વેસ્ટર્સ સામે ખુલાસો કર્યો હતો. અરામકોનો 2018નો પ્રોફિટ 111.1 અબજ ડોલર રહ્યો, જે આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલી કોઈ પણ અન્ય કંપનીનો નથી.

1 - અરામકોનો ઈતિહાસ - દુનિયાભરમાં પોતાની કમાણીને લઈ ચર્ચિત આ કંપનીની સ્થાપના અમેરિકાની તેલ કંપનીએ કરી હતી. અરામકો એટલે કે અરબી અમેરિકન ઓઈલ કંપનીનું સાઉદી અરબે 1970ના દશકમાં રાષ્ટ્રીયકરણ કરી દીધુ હતું. જોકે, આ કંપની પારદર્શિતાને લઈ વિવાદોમાં પણ રહી છે.

2 - દુનિયાનો સૌથી મોટો IPO - સીએનબીસી અનુસાર, આ આઈપીઓ હેઠળ કંપનીના શેર સ્થાનિક બજારમાં લિસ્ટ થશે, પરંતુ વિદેશી બજારમાં લિસ્ટિંગ માટે પણ તૈયાર છે.

3 - ગત એક અઠવાડીયા પહેલા વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા સમાચારમાં બતાવવામાં આવ્યું હતું કે, અરામકો સ્થાનીક શેર બજારમાં પહેલી વખત લિસ્ટ થશે અને ત્યારબાદ તે વિદેશી બજારમાં પણ લીસ્ટ થશે. માનવામાં આવી રહ્યું છે કે, જાપાનમાં તેની લીસ્ટીંગ થઈ શકે છે.4 - aramco તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020 અથવા 2021માં સરકારી કંપનીના 5 ટકા શેરોનું લીસ્ટીંગ થશે. આ દુનિયાનો સોથી મોટો શેર સેલ હશે.5 - તમને જણાવી દઈએ કે, આ IPO સાઉદી અરબના શાસક ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના સુધાર કાર્યક્રમનો એક મહત્વનો ભાગ હશે.

6 - આનાથી પેટ્રોલિયમ તેલ પર સાઉદી અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઓછી કરવાની યોજના છે. કંપની પોતાના બે લાખ કરોડ ડોલર મૂલ્યના આધાર પર 100 અબજ ડોલર સુધી આ આઈપીઓથી ભેગા કરવા માંગે છે. રોકાણકારો જોકે, કંપનીના આ મૂલ્ય પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.શું હોય છે IPO - આઈપીઓનો મતલબ ઈનીશિયલ પબ્લીક ઓફર્સ હોય છે. તેના માટે કંપનીઓ પોતાને સ્ટોક માર્કેટમાં પોતાને લીસ્ટ કરાવી પોતાના સ્ટોક્સ ઈન્વેસ્ટર્સને વેચવાનો પ્રસ્તાવ લાવે છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થવા માટે કંપનીએ પોતાના વિશેની તમામ જાણકારી સાર્વજનિક કરવી પડે છે. જો આને સરળ શબ્દોમાં કહીએ તો, કંપની આઈપીઓના માધ્યમથી પોતાના સ્ટોક્સ જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે, આઈપીઓ દ્વારા કંપનીઓના પ્રમોટર પૂંજી ભેગી કરવા માટે પોતાની કંપનીની કેટલીક ભાગીદારીને વેંચે છે.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर