IOCL Recruitment 2020: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Limited, IOCL)એ અપ્રેન્ટિસ પદ માટે અરજીઓ મંગાવી છે. યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ- iocl.com પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર 2020 છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી સંસ્થાનમાં 436 પદોને ભરવામાં આવશે. ટેક્નીકલ અને નોન ટેકનીકલ અપ્રેન્ટિસને ઉત્તર ભારતના રાજ્યો જેમકે ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં નિમણૂક આપવામાં આવશે. યોગ્યતા, સિલેક્શન પ્રક્રિયા અને અન્ય વિગતો વિશે વધુ જાણો...
IOCL Recruitment 2020: અગત્યની તારીખો
અરજી શરૂ કરવાની તારીખઃ 23 નવેમ્બર, 2020 અરજી કરવાની અંતિમ તારીખઃ 19 ડિસેમ્બર, 2020 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખઃ 22 ડિસેમ્બર, 2020 લેખિત પરીક્ષાની તારીખઃ 2 જાન્યુઆરી, 2020
સામાન્ય અને ઇડબલ્યૂએસ ઉમેદવારોની ઉંમર 30 નવેમ્બર 2020ના રોજ 18થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ જ્યારે SC/ST/OBC (NCL)/PwBD ઉમેદવારને નિયમ મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત યોગ્યતની શરતો વિશે તમામ જાણકારી મેળવવા માટે નોટિફિકેશન વાંચો.
પસંદગીની પ્રક્રિયા લેખિત પરીક્ષામાં ઉમેદવારોના પર્ફોમન્સના આધાર પર કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં 100 ઓબ્જેક્ટિવ ટાઇપ મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો પૂછવામાં આવશે. તેના માટે ચાર વિકલ્પ આપવામાં આવશે જેમાંથી ઉમેદવારોએ સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પ્રશ્ન અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં પૂછવામાં આવશે. વધુ જાણકારી માટે ઉમેદવાર આઇઓસીએલની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર