નવી દિલ્હી: જો તમે કોઈ પેન્શન યોજના (Pension scheme) લેવાનું વિચારી રહ્યા છો તો જીવન વીમા નિગમ (LIC) તમારા માટે ખૂબ સારો વિકલ્પ લાવ્યું છે. આ પૉલિસી લેતી વખતે તમારે ફક્ત એક વખત પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જે બાદમાં તમને જિંદગીભર પેન્શન મળતું રહેશે. આ પૉલિસીનું નામ સરલ પેન્શન યોજના (Saral Pension Yojana) છે. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC)એ 1 જુલાઈ, 2021થી એલઆઇસીની સરલ પેન્શન યોજના (LIC Saral Pension Plan) લૉંચ કરી છે. આ નોન-લિંક્ડ, સિંગલ પ્રીમિયમ યોજના છે. તે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણના દિશા-નિર્દેશો અનુસાર Immediate Annuity plan છે. આ યોજના 40થી 80 વર્ષની ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે. એટલે કે તમે 40 વર્ષની ઉંમરથી પેન્શન મેળવી શકો છો.
આ પ્લાનમાં તમામ જીવન વીમાકર્તાઓ માટે સમાન નિયમો અને શરતો લાગુ પડશે. LICના આ પ્લાન હેઠળ પોલિસીધારકની પાસે સિંગલ પ્રીમિયમ ચૂકવણી કરવાનો તેમજ બે વિકલ્પમાંથી એન્યુટી પસંદ કરવાનો વિકલ્પ છે. આ સ્કીમમાં પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના બાદ કોઈ પણ સમયે લોન મળી શકશે.
બે વિકલ્પ:
સિંગલ લાઇફ: આ પૉલિસી કોઈ એક વ્યક્તિના નામ પર રહેશે. એટલે કે આ પેન્શન યોજના કોઈ એક વ્યક્તિ સાથે જોડાયેલી રહેશે. પેન્શનધારક જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે. જે બાદમાં નૉમિનીને બેઝ પ્રીમિયમ મળી જશે.
જોઈન્ટ વિકલ્પ: આ યોજના પતિ અને પત્ની બંનેને સુરક્ષા આપે છે. આ યોજનામાં પતિ અથવા પત્ની જે વધારે સમય જીવે છે તેમને પેન્શન મળતું રહેશે. જ્યારે બંને નહીં રહે ત્યારે નૉમિનીને બેઝ પ્રાઇસ મળી જશે.
આ પ્લાનને ઑફલાઇન કે ઓનલાઇન www.licindia.inની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. પ્લાન હેઠળ minimum Annuity 12,000 પ્રતિ વર્ષ છે. લઘુત્તમ ખરીદ મૂલ્ય, એન્યૂઅલ મોડ, પસંદ કરવામાં આવેલા વિકલ્પ અને પોલિસી લેનારની ઉંમર પર આધારિત રહેશે. તેમાં મહત્તમ ખરીદી મૂલ્યની કોઈ મર્યાદા નથી રાખવામાં આવી. આ યોજના 40થી 80 વર્ષની ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે.
પોલિસી લેતાં જ શરૂ થઈ જશે પેન્શન
વીમાધારક પોલિસી લેતાં જ તેમનું પેન્શન શરુ થઈ જશે. Immidiate Annuityને તમે Immidiate Pension પણ કહી શકો છો. હવે તે પોલિસીધારક પર નિર્ભર કરશે કે પેન્શન દર મહિને જોઈએ છે કે ક્વાર્ટરલી, હાફ યરલી કે યરલી. જો દર મહિને પેન્શન જોઈએ છે તો મંથલી ઓપ્શન પસંદ કરવાનો રહેશે. આવી જ રીતે અન્ય વિકલ્પ માટે પસંદગી કરવાની રહેશે.
પેન્શન ક્યારે મળશે?
પેન્શન ક્યારે મળે તેનો આધાર પૉલિસી લેનાર પર છે. તમે આ માટે દર મહિને, દર ત્રણ મહિને, દર છ મહિને કે પછી વર્ષે પેન્શન લઈ શકાય છે. તમે જે વિકલ્પ પસંદ કરશો તે પ્રમાણે પેન્શન આવવા લાગશે.
સરલ પેન્શન માટે તમારે કેટલી રકમ ભરવી પડશે તેનો આધાર તમે પેન્શન મેળવવાનો કયો વિકલ્પ પસંદ કરો છો તેના પર છે. આ માટે ચાર વિકલ્પ છે. જો તમે મહિને પેન્શન લેવા માંગશો તો 1,000 રૂપિયા, ત્રણ મહિના માટે 3,000, છ મહિના માટે 6,000 અને 12 મહિના માટે 12,000 ન્યૂનતમ પેન્શન લેવું જરૂરી છે. વધારે પેન્શન લેવા અંગે કોઈ મર્યાદા નથી.
ઉદારણથી સમજો
જો તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે એક સાથે 10 લાખ રૂપિયા સિંગલ પ્રીમિયમ જમા કરો છો તો તમને વાર્ષિક 50,250 રૂપિયા પેન્શન મળવા લાગશે. આ પેન્શન તમને આજીવન મળશે. આ દરમિયાન જો તમે વચ્ચે જમા કરેલી રાશિ પરત લેવા માંગો છો તો 5% રકમ કપાત કરીને બાકીની રકમ પરત કરી દેવામાં આવશે. જમા રકમ પર લોનની સુવિધા પણ મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર