1 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે ‘સરળ જીવન વીમા’ પોલિસી, જાણો તેની સાથે જોડાયેલી 5 જરૂરી વાતો

સરળ જીવન વીમો સંપૂર્ણપણે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ હશે, જેને ગ્રાહકોના ખિસ્સાને પણ ભારે નહીં પડે

સરળ જીવન વીમો સંપૂર્ણપણે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ હશે, જેને ગ્રાહકોના ખિસ્સાને પણ ભારે નહીં પડે

  • Share this:
    નવી દિલ્હીઃ જે લોકો લાઇફ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. નવા વર્ષથી ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ખૂબ સરળ થવાની છે. વીમા નિયામક સંસ્થા IRDAIએ તમામ વીમા કંપનીઓને આવતા વર્ષે 1 જાન્યુઆરીથી સરળ જીવન વીમા લૉન્ચ કરવા માટે કહ્યું છે. આ એક સ્ટાન્ડર્ડ ટર્મ ઇન્સ્યોરન્સ હશે. તેનાથી ગ્રાહકોને કંપનીઓ તરફથી પહેલાથી આપવામાં આવેલી જાણકારીના આધાર પર નિર્ણય લેવામાં મદદ મળશે. તો આવો જાણીએ તેના વિશે બધું જ...

    1. શું છે સરળ જીવન વીમો?

    સરળ જીવન વીમો સંપૂર્ણપણે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ હશે. જેને 18થી 65 વર્ષના લોકો ખરીદી શકશે. IRDAI દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશો મુજબ આ પોલિસીની અવધિ 4 વર્ષથી વધુની હશે. ગાઇડલાઇન્સ મુજબ સરળ જીવન વીમામાં 5 લાખથી 25 લાખ સુધીની પોલિસી ખરીદી શકાશે.

    2. તમામ કંપનીઓના નિયમ અને શરતો હશે સમાન

    તમામ વીમા કંપનીઓના નિયમ અને શરતો એકસમાન હશે, તેમાં સમ-એશ્યોર્ડ (કવર) રકમ તથા પ્રીમિયમ પણ એક સમાન હશે. તેનો ફાયદો એ હશે કે ક્લેમના સમયે વિવાદની આશંકા ખૂબ ઓછી રહી જશે. ગ્રાહક પ્લાનની પસંદગી કરતી વખતે વિભિન્ન વીમા કંપનીઓના આ પ્લાનની કિંમત અને ક્લેમ સેટલમેન્ટ રેશિયોની તુલના જરૂર કરે.

    આ પણ વાંચો, EPFO: 1 જાન્યુઆરીએ PF એકાઉન્ટ ચેક કરવાનું ભૂલતા નહીં, આટલો થશે ખાતામાં વધારો

    3. 45 દિવસ જૂની પોલિસી ઉપર પણ મળશે પૂરું કવર

    જો પોલિસી ઇસ્યૂ થયા બાદ 45 દિવસમાં પોલિસીધારકનું મોત થાય છે તો દુર્ઘટનામાં મૃત્યુ સિવાય અન્ય કોઈ પણ સ્થિતિમાં ચૂકવણી નહીં કરવામાં આવે. સરળ જીવન વીમા અંતર્ગત, ગ્રાહકોને કોઈ પણ મેચ્યોરિટી લાભ અને સરેન્ડર વેલ્યૂ પણ નહીં મળે.

    4. આત્મહત્યાના કેસોમાં નહીં મળે કોઈ ક્લેમ

    પોલિસીધારકનું પોલિસી અવધિ દરમિયાન મૃત્યુ બાદ તેમના નોમિનીને વીમા રકમને બરાબર ક્લેમ મળશે. આ પોલિસી હેઠળ આત્મહત્યાના મામલામાં કોઈ ક્લેમ નહીં મળે.

    આ પણ વાંચો, SBI દેશભરમાં વેચશે સસ્તામાં મકાન, ખરીદવાનો પ્લાન હોય તો જાણી આ જરૂરી વાતો

    5. ત્રણ પ્રકારથી કરી શકે છો પેમેન્ટ

    વીમા માટે તમે ત્રણ રીતે પેમેન્ટ કરી શકો છો. સિંગલ પ્રીમિયમ, 5-10ની અવધિ માટે લિમિટેડ પેમેન્ટ કે રેગ્યુલર લાઇફ લોન્ગ મંથલી પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ છે. કોઈ પણ વ્યક્તિ આ પોલિસી ખરીદી શકશે અને તેના માટે લિંગ, રહેઠાણ, શૈક્ષણિક યોગ્યતા અને વ્યવસાય વગેરે સંબંધિત કોઈ બાધ્યતા કે સીમા નહીં હોય.
    Published by:Mrunal Bhojak
    First published: