Sapphire Foods IPO: સેફાયર ફૂડ્સના શેરની આજે ફાળવણી, શેર લાગ્યે કે નહીં તે આ રીતે જાણો

પિઝા હટ્સની ઓપરેટર કંપનીનો આઈપીઓ

Sapphire Foods IPO allotment: સેફાયર ફૂડ્સનો આઈપીઓ 6.62 ગણો ભરાયો (Sapphire Foods IPO Subscription) હતો. જેમાં રિટેલ હિસ્સો 8.70 ગણો, QIB હિસ્સો 7.50 ગણો અને NII હિસ્સો 3.46 ગણો ભરાયો હતો.

  • Share this:
    મુંબઈ:  Sapphire Foods IPO: Pizza Hut અને KFC જેવી રેસ્ટોરન્ટ્સ ચલાવતી સેફાયર ફૂડ્સ (Sapphire Foods IPO)ના શેરની આજે (16 નવેમ્બર) ફાળવણી થશે. શેરની ફાળવણી બાદ રોકાણકારો તેમને શેર લાગ્યા કે નહીં તેની તપાસ કરી શકે છે. સેફાયર ફૂડ્સની રજિસ્ટ્રાર કંપની Link Intime છે. આ ઉપરાંત રોકાણકારો બીએસઈની વેબસાઈટના માધ્યમથી પણ આઈપીઓનું સ્ટેટસ જાણી શકે છે. સેફાયર ફૂડ્સનો આઈપીઓ 6.62 ગણો ભરાયો (Sapphire Foods IPO Subscription) હતો. જેમાં રિટેલ હિસ્સો 8.70 ગણો, QIB હિસ્સો 7.50 ગણો અને NII હિસ્સો 3.46 ગણો ભરાયો હતો.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ

    શેર બજાર પર નજર રાખતા સૂત્રોનું કહેવું છે કે સેફાયર ફૂડ્સના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 70 રૂપિયા આસપાસ છે. સેફાયર ફૂડ્સનો શેર 22મી નવેમ્બરના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાની સંભાવના છે.

    શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો:-

    >>લિન્ક ઇનટાઇમ વેબસાઇટ મારફતે સ્ટેટસ જાણો:

    પેટીએમની રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ વેબસાઇટ મારફતે સ્ટેટસ જાણી શકાય છે. આ માટે તમારે linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જવાનું રહેશે અને નીચેના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

    1) લિન્ક ઇનટાઇમની સીધી લિંક પર ક્લિક કરો- linkintime.co.in/MIPO/Ipoallotment.html.

    2) Sapphire Foods IPO પસંદ કરો.

    3) તમારા પાન કાર્ડની વિગત દાખલ કરો

    4) 'Search' વિકલ્પ પર ક્લિક કરો.

    ઉપરના સ્ટેપ્સ અનુસરવાથી તમારી સ્ક્રીન પર આઈપીઓનું સ્ટેટસ જાણી શકાશે. એટલે કે શેર લાગ્યા કે નહીં તેની માહિતી મેળવી શકાશે.

    >> BSEની વેબસાઇટ મારફતે IPO સ્ટેટ ચેક કરો:

    બીએસઈની વેબસાઇટ પરથી આઈપીઓનું સ્ટેટસ જાણવા માટે bseindia.com/investors/appli_check.aspx પર ક્લિક કરો અને નીચેના સ્ટેપ્સ અનુસરો:

    1) બીએસઈની સીધી લિંક પર ક્લિક કરો- bseindia.com/investors/appli_check.aspx

    2) Sapphire Foods IPO પસંદ કરો.

    3) તમારો એપ્લીકેશન નંબર દાખલ કરો.

    4) તમારા પાન કાર્ડની વિગત દાખલ કરો.

    5) 'I'm not a robot' પર ક્લિક કરો.

    6) 'Submit' બટન પર ક્લિક કરો.

    ઉપરના સ્ટેપ્સ અનુસરતાની સાથે જ તમારા કોમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં પેટીએમના આઈપીઓનું સ્ટેટસ દેખાશે.

    આ પણ વાંચો: Business Ideas: ભારતમાં ખાસ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે આ ટોપ 10 બિઝનેસ, જાણો કઈ રીતે કરવી શરૂઆત

    સેફાયર ફૂડ્સ આઈપીઓ:

    પિઝા હટ (Pizza Hut), ટેકો બેલ (Taco Bell) અને KFC જેવી રેસ્ટરન્ટ બ્રાન્ડ ચલાવતી કંપની સેફાયર ફૂડ્સનો આઈપીઓ 9મી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 11મી નવેમ્બરના રોજ બંધ થયો હતો. Sapphire Foods તરફથી પ્રાઇસ બેન્ડ 1,120-1,180 રૂપિયા રાખવામાં આવી હતી. રિટેલ રોકાણકારો કંપનીના ઇશ્યૂમાં ઓછામાં ઓછા 12 શેર માટે બોલી (Sapphire Foods IPO lot size) લગાવી શકતા હતા. એટલે કે એક લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે 14,160 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું.

    ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ

    આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. એટલે કે કંપની આઈપીઓ મારફતે નવા ઇક્વિટી શેર નહીં જાહેર કરે. ઇશ્યૂ મારફતે કંપનીના વર્તમાન શેરહોલ્ડર્સ પોતાના શેર વેચશે. આઈપીઓ મારફથે સેફાયર ફૂડ્સ આશરે 2,073 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે.

    આ પણ વાંચો: આવતીકાલે (17-નવે.) ખુલશે વધુ એક IPO: જાણો ગો ફેશનના IPOમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડશે

    ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં રેસ્ટોરન્ટ્સ

    સેફાયર ફેડ્સ યમ બ્રાન્ડ્સની મોટી ફ્રેન્ચાઈઝી છે. ફ્રીન્ચાઈઝી પ્રમાણે સેફાયર ફૂડ્સ ભારત, માલદિવ્સ અને શ્રીલંકાના વિવિધ રાજ્યોમાં કેએફસી, પિઝા હટ્સ અને Taco Bell બ્રાન્ડ હેઠળ બિઝનેસ કરે છે. માર્ચ મહિના સુધી સેફાયર ફેડ્સ ભારત અને માલદિવ્સમાં થઈને 204 KFC રેસ્ટોરન્ટ્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. જ્યારે ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં 231 પિઝા હટ્સનું સંચાલન કરે છે. આ ઉપરાંત કંપની શ્રીલંકામાં બે Taco Bell રેસ્ટોરન્ટ્સ ધરાવે છે.

    કંપનીની આવક

    નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક ₹1,019.62 કરોડ હતી, જે ગયા વર્ષે ₹1,340.41 કરોડ હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2021માં 99.89 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જે ગત વર્ષે 158.25 કરોડ રૂપિયા હતી. કંપનીનું દેવું 75.66 કરોડ રૂપિયા હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: