Sapphire Foods listing: સેફાયર ફૂડ્સનો શેર 11%ના પ્રીમિયમ પર લિસ્ટ, લિસ્ટિંગ બાદ કિંમતમાં ઘટાડો

સેફાયર ફૂડ્સના શેરનું લિસ્ટિંગ (પ્રતીકાત્મક તસવીર)

Sapphire Foods shares listing: સેફાયર ફૂડ્સનો આઈપીઓ 6.62 ગણો ભરાયો (Sapphire Foods IPO Subscription) હતો. જેમાં રિટેલ હિસ્સો 8.70 ગણો, QIB હિસ્સો 7.50 ગણો અને NII હિસ્સો 3.46 ગણો ભરાયો હતો.

  • Share this:
    મુંબઈ: KFC અને પિઝા હટની ઑપરેટર કંપની Sapphire Foodsના શેરનું આજે શેર બજાર પર લિસ્ટિંગ થયું હતું. સેફાયર ફૂડ્સના શેરનું અક્ષેપા પ્રમાણે પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું છે. શેફાયર ફૂડ્સના શેરનું 12% પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેરની ઇશ્યૂ કિંમત 1180 રૂપિયા હતી. જ્યારે કંપનીના શેરનું BSE પર 11.1%ના પ્રીમિયમ પર 1311 રૂપિયા પર થયું હતું. NSE પર શેરનું લિસ્ટિંગ 1350 રૂપિયા પર થયું હતું. સવારે 10.50 વાગ્યે સેફાયર ફૂડ્સનો શેર NSE અને BSE પર 1200 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સેફાયર ફૂડ્સનો આઈપીઓ 6.62 ગણો ભરાયો (Sapphire Foods IPO Subscription) હતો. જેમાં રિટેલ હિસ્સો 8.70 ગણો, QIB હિસ્સો 7.50 ગણો અને NII હિસ્સો 3.46 ગણો ભરાયો હતો.

    સેફાયર ફૂડ્સ આઈપીઓ:

    પિઝા હટ (Pizza Hut), ટેકો બેલ (Taco Bell) અને KFC જેવી રેસ્ટરન્ટ બ્રાન્ડ ચલાવતી કંપની સેફાયર ફૂડ્સનો આઈપીઓ 9મી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 11મી નવેમ્બરના રોજ બંધ થયો હતો. Sapphire Foods તરફથી પ્રાઇસ બેન્ડ 1,120-1,180 રૂપિયા રાખવામાં આવી હતી. રિટેલ રોકાણકારો કંપનીના ઇશ્યૂમાં ઓછામાં ઓછા 12 શેર માટે બોલી (Sapphire Foods IPO lot size) લગાવી શકતા હતા. એટલે કે એક લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે 14,160 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું.

    ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ

    આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. એટલે કે કંપની આઈપીઓ મારફતે નવા ઇક્વિટી શેર નહીં જાહેર કરે. ઇશ્યૂ મારફતે કંપનીના વર્તમાન શેરહોલ્ડર્સ પોતાના શેર વેચશે. આઈપીઓ મારફથે સેફાયર ફૂડ્સ આશરે 2,073 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે.

    ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં રેસ્ટોરન્ટ્સ

    સેફાયર ફેડ્સ યમ બ્રાન્ડ્સની મોટી ફ્રેન્ચાઈઝી છે. ફ્રીન્ચાઈઝી પ્રમાણે સેફાયર ફૂડ્સ ભારત, માલદિવ્સ અને શ્રીલંકાના વિવિધ રાજ્યોમાં કેએફસી, પિઝા હટ્સ અને Taco Bell બ્રાન્ડ હેઠળ બિઝનેસ કરે છે. માર્ચ મહિના સુધી સેફાયર ફેડ્સ ભારત અને માલદિવ્સમાં થઈને 204 KFC રેસ્ટોરન્ટ્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. જ્યારે ભારત, શ્રીલંકા અને માલદિવ્સમાં 231 પિઝા હટ્સનું સંચાલન કરે છે. આ ઉપરાંત કંપની શ્રીલંકામાં બે Taco Bell રેસ્ટોરન્ટ્સ ધરાવે છે.

    આ પણ વાંચો: Paytm share listing: પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે શેર બજારમાં લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

    કંપનીની આવક

    નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક ₹1,019.62 કરોડ હતી, જે ગયા વર્ષે ₹1,340.41 કરોડ હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2021માં 99.89 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જે ગત વર્ષે 158.25 કરોડ રૂપિયા હતી. કંપનીનું દેવું 75.66 કરોડ રૂપિયા હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: