Home /News /business /Sansera Engineering IPO: સનસેરા એન્જિનિયરિંગનો આઇપીઓ ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં

Sansera Engineering IPO: સનસેરા એન્જિનિયરિંગનો આઇપીઓ ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં

સનસેરા એન્જિનિયરિંગના શેરની આજે ફાળવણી (પ્રતીકાત્મક તસવીર)

Sansera Engineering પાસે કુલ 16 પ્લાસ્ટ છે. જેમાંથી 15 ભારતમાં અને 1 સ્વીડનમાં છે. કંપની ઑટોમેટિવ અને નૉન-ઑટોમેટિવ વર્ટિકલ્સ માટે કનેક્ટિંગ રૉડ્સ, રૉકર અને આર્મ જેવી વસ્તુ બનાવે છે

  મુંબઈ:  Sansera Engineering IPO: ઓટો કમ્પોનેન્ટ બનાવતી સનસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ (Sansera Engineering IPO) આજે ખુલ્યો છે. ઇશ્યૂ 16મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. કંપનીનો આ ઇશ્યૂ 100 ટકા ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જેમાં વર્તમાન પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે. કંપનીએ આ વર્ષે જૂન 2021માં આઈપીઓ માટે શેર બજારનું નિયંત્રણ કરતી SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કર્યાં હતાં. સેબીએ ઓગષ્ટમાં ઇશ્યૂ માટે મંજૂરી આપી દીધી હતી. કંપનીએ આ પહેલા 2018ના વર્ષમાં પણ આઈપીઓ માટે પેપર્સ જમા કર્યા હતા. જોકે, જે તે સમયે આઈપીઓ માટે મંજૂરી મળી ન હતી. Sansera Engineeringના આઈપીઓ માટે ICICI સિક્યોરિટીઝ, IIFL સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્સિયલને સલાહકાર લીડ મેનેજર છે.

  શું આઈપીઓમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

  Sansera Engineering પાસે કુલ 16 પ્લાસ્ટ છે. જેમાંથી 15 ભારતમાં અને 1 સ્વીડનમાં છે. કંપની ઑટોમેટિવ અને નૉન-ઑટોમેટિવ વર્ટિકલ્સ માટે કનેક્ટિંગ રૉડ્સ, રૉકર અને આર્મ જેવી વસ્તુ બનાવે છે. કંપનીને સૌથી વધારે આવક કારના ઇન્ટર્નલ કમ્બશન એન્જિન સાથે જોડાયેલા પાર્ટ્સ બનાવવાથી થાય છે. કંપનીને 65% આવક ભારતમાંથી થાય છે, જ્યારે 35% આવક બીજા દેશમાંથી આવે છે.

  બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વધારે બનશે. ગાડીઓમાં લાગતા એન્જીનની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટર અને પાર્ટ્સ લાગશે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે JST Investmentsના ફાઉન્ડર, COO આદિત્ય કોંડાવરે કહ્યુ કે, "કંપની એવું કહે છે કે આ તેના બિઝનેસ મૉડલનો સૌથી અગત્યનો હિસ્સો છે. પરંતુ જોવાનું રહ્યું કે કંપની તેને કેવી રીતે અપનાવે છે. કોઈ કંપનીમાં મેજર ડિસરપ્શન આવે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે."

  વિઘ્ન એ રીતે કે ઇલેક્ટ્રિક વ્હીલક વધારે બનશે તો કંપનીએ એ રીતે પોતાના બિઝનેસમાં ફેરફાર કરવો પડશે. જોકે, કંપની કહે છે કે તે તેના માટે તૈયાર છે. કોંડાવરે કહ્યુ કે, ઇશ્યૂના હાાયર બેન્ડ પ્રમાણે સનસેરા એન્જિયિરિંગનું વેલ્યૂએશન પ્રાઇસ ટૂ સેલ્સનું 2.4 ગણું છે. જ્યારે કંપનીનું P/E 36.2 છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં સનસેના એન્જિનિયરિંગ અને મારુતિ સુઝુકીની ભાગીદારી 30 વર્ષથી વધુ જૂની છે. જ્યારે ફિયાટ ક્રાઇસલર સાથે કંપનીની ભાગીદારી 10 વર્ષ જૂની છે. અમેરિકાના પેસેન્જર વ્હીકલ OEM સાથે કંપનીની ભાગીદારી 10 વર્ષ જૂની છે.

  આ પણ વાંચો: સુરતની અમી ઓર્ગેનિક્સનું શેર બજારમાં બમ્પર લિસ્ટિંગ- જાણો વધુ વિગત

  JM Financialનું કહેવું છે કે સાનસેરા એન્જિનિયરિંગનું બિઝનેસ મોડલ ડાયવર્સિફાઈ છે. તેનું પરિણામ પણ ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડથી સારું છે. સાથે જ કંપની અનેક રીતે ઇન્ડસ્ટ્રી લીડર છે. બ્રોકરેજ ફર્મના જણાવ્યા પ્રમાણે કંપની માટે અમુક જોખમ પણ છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન માટે થર્ડ પાર્ટી પર નિર્ભરતા અને યોગ્ય સમયે પ્રોડક્ટની ડિલિવરી સામેલ છે.

  કંપની ટ્રાન્સપોર્ટેશન માટે થર્ડ પાર્ટી પર નિર્ભર છે. કંપનીના લૉંગ ટર્મ સપ્લાઈ કોન્ટ્રાક્ટ નથી. એવામાં યોગ્ય સમયે ડિલિવરી ન થઈ શકતા માલની ડિલિવરીમાં વિઘ્ન આવી શકે છે, આ ઉપરાંત કાચા માલની કિંમતમાં વધઘટની અસર કંપનીના બિઝનેસ પર પડી શકે છે. આ ઉપરાંત કંપનીનું અન્ય એક જોખમ ફોરેન એક્સચેન્જમાં ઉતાર-ચઢાણ પણ છે.

  ગ્રે માર્કેટ પ્રીમિયમ: (Grey market premium)

  ઇશ્યૂ પ્રાઇસ જાહેર થયા બાદ સનસેરા એન્જિનિયરિંગના ગ્રે માર્કેટમાં અનલિસ્ટેડ શેરનું ટ્રેડિંગ શરૂ થયું હતું. આજે કંપનીના અનલિસ્ટેડ શેર 75 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા હતા. એટલે કે સનસેના એન્જિનિયરિંગના શેર 819 રૂપિયા (744+75) પર ટ્રેક રી રહ્યા છે. જે ઇશ્યૂ કિંમતથી 10% વધારે છે.

  IPO અંગે જરૂરી વિગતો-

  -ઇશ્યૂ માટે 734-744 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.
  -આઈપીઓ માટે 20 શેરની લૉટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ રોકાણકારે ઓછામાં ઓછા 20 શેર માટે બીડ કરવી ડશે.
  - અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારે ઓછામાં ઓછું 14,880 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  -આઈપીઓ 14થી 16 સપ્ટેમ્બર વચ્ચે બીડ માટે ખુલશે.

  આ પણ વાંચો: યસ બેંકના શેરમાં કડાકો: રોકાણકારોએ શું કરવું? શું શેર ફરીથી 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટીને સ્પર્શ કરશે? 

  કંપની શું બિઝનેસ કરે છે?

  Sansera Engineering ઑટોમોટિવ તેમજ નૉન-ઑટોમોટિવ સેક્ટર્સ માટે કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પ્રેસિશન એન્જીનિયર્ડ કમ્પોનેન્ટ્સ બનાવે છે. આ સમયે કંપની પાસે આખા દેશમાં 15 ઉત્પાદક યુનિટ છે. જેમાંથી નવ એકલા બેંગલુરુમાં છે. બેંગલુરુ ઉપરાંત કંપનીના પ્લાન્ટ કર્ણાટક, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાં પણ છે. કંપનીનો એક પ્લાન્ટ સ્વીડનમાં પણ છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની કુલ આવક વધીને 1572.36 કરોડ રૂપિયા રહી હતી. કંપનીના ચોખ્ખા નફામાં વધારો થયો હતો. આ દરમિયાન ચોખ્ખો નફો 109.86 કરોડ રૂપિયા રહ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, Sansera Engineering, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन