નવી દિલ્હી: આ વર્ષે આઈપીઓનું બજાર (IPO news) ગરમ રહ્યું છે. આગામી દિવસોમાં વધુ એક આઈપીઓ આવી રહ્યો છે. ઑટોમોબાઈલ કમ્પોનેન્ટ બનાવતી Sansera Engineering કંપની બહુ ઝડપથી તમારા માટે કમાણીનો મોકો લઈને આવી રહી છે. કંપનીનો આઈપીઓ (Sansera Engineering IPO) 14થી 16 સપ્ટેમ્બર વચ્ચે બીડ માટે ખુલશે. આઈપીઓ મારફતે કંપની આશરે 1.72 કરોડ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હેઠળ વેચશે.
કંપનીએ આ વર્ષે જૂન 2021માં આઈપીઓ માટે શેર બજારનું નિયંત્રણ કરતી SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કર્યાં હતાં. સેબીએ ઓગષ્ટમાં ઇશ્યૂ માટે મંજૂરી આપી દીધી હતી. કંપનીએ આ પહેલા 2018ના વર્ષમાં પણ આઈપીઓ માટે પેપર્સ જમા કર્યા હતા. જોકે, જે તે સમયે આઈપીઓ માટે મંજૂરી મળી ન હતી. Sansera Engineeringના આઈપીઓ માટે ICICI સિક્યોરિટીઝ, IIFL સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્સિયલને સલાહકાર લીડ મેનેજર છે.
IPO અંગે જરૂરી વિગતો-
-ઇશ્યૂ માટે 734-744 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. -આઈપીઓ માટે 20 શેરની લૉટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ રોકાણકારે ઓછામાં ઓછા 20 શેર માટે બીડ કરવી ડશે. - અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારે ઓછામાં ઓછું 14,880 રૂપિયાનું રોકાણ કરવું પડશે. -આઈપીઓ 14થી 16 સપ્ટેમ્બર વચ્ચે બીડ માટે ખુલશે.
કંપની શું બિઝનેસ કરે છે?
Sansera Engineering ઑટોમોટિવ તેમજ નૉન-ઑટોમોટિવ સેક્ટર્સ માટે કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પ્રેસિશન એન્જીનિયર્ડ કમ્પોનેન્ટ્સ બનાવે છે. આ સમયે કંપની પાસે આખા દેશમાં 15 ઉત્પાદક યુનિટ છે. જેમાંથી નવ એકલા બેંગલુરુમાં છે. બેંગલુરુ ઉપરાંત કંપનીના પ્લાન્ટ કર્ણાટક, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાં પણ છે. કંપનીનો એક પ્લાન્ટ સ્વીડનમાં પણ છે. કંપનીને 65% આવક ભારતમાંથી થાય છે, જ્યારે 35% આવક બીજા દેશમાંથી આવે છે.
કંપનીનો નફો
ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની કુલ આવક વધીને 1572.36 કરોડ રૂપિયા રહી હતી. કંપનીના ચોખ્ખા નફામાં વધારો થયો હતો. આ દરમિયાન ચોખ્ખો નફો 109.86 કરોડ રૂપિયા રહ્યો હતો.
Ami Organics and Vijaya Diagnostic IPO allotment: સ્પેશિયાલિટી કેમિકલ કંપની અમી ઓર્ગેનિક્સ (Ami Organics IPO) તેમજ વિજયા ડાયગ્નોસ્ટિકનો (Vijaya Diagnostic) આઈપીઓ પહેલી સપ્ટેમ્બરથી ત્રીજી સપ્ટેમ્બર સુધી ખુલ્યા હતા. બંને આઈપીઓના શેરની ફાળવણી આજે (8 સપ્ટેમ્બર)ના રોજ થઈ શકે છે. બાદમાં આવતા અઠવાડિયે બંને આઈપીઓનું બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થશે. અલોટમેન્ટના બીજા દિવસે એટલે કે 9મી સપ્ટેમ્બરથી જેમને શેર નથી લાગ્યા તેમને રિફંડ મળવની શરૂઆત થઈ શકે છે. જેમને શેર લાગ્યા છે તેમના ડીમેટ ખાતામાં 13મી તારીખ સુધી જમા થઈ શકે છે. જે બાદમાં બીજા દિવસે એટલે કે 14મી સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ (Ami Organics listing date) થઈ શકે છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર