સનસેરા એન્જિનિયરિંગના શેર લાગ્યા કે નહીં તે બે રીતે તપાસો (પ્રતીકાત્મક તસવીર)
How to check Sansera Engineering IPO allotment status: Sansera Engineeringનો IPO અંતિમ દિવસ સુધી 11.75 ગણો ભરાયો હતો. 1.21 કરોડ ઇક્વિટી શેર સામે 13.88 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી હતી.
મુંબઈ: Sansera Engineering IPO GMP: કૉમ્પ્લેક્સ અને ક્રિટિકલ ઑટો પાર્ટ્સ બનાવતી Sansera Engineeringનો ઇશ્યૂ 16મી સપ્ટેમ્બરના રોજ બંધ થયો છે. શેરની ફાળવણી (Share allotment date) 21મી સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે. ઇશ્યૂ ભાવ (Price band) 734-744 રૂપિયા હતી. કંપનીનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 11.75 ગણો ભરાયો હતો. Sansera Engineeringના 1.21 કરોડ ઇક્વિટી શેર સામે 13.88 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી હતી.
રિટેલ ઇન્વેસ્ટર્સ (Retail investors) માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 3.15 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત હિસ્સો 1.31 ગણો ભરાયો છે. સૌથી વધારે બીડ ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સે લગાવી છે. QIB માટે અનામત હિસ્સો 26.47 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 11.37 ગણો ભરાયો છે. 14 સપ્ટેમ્બરના રોજ ઇશ્યૂ ખુલ્યાના એક દિવસ પહેલા એટલે કે 13મી સપ્ટેમ્બરના રોજ કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 382 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (Sansera Engineering GMP)
Sansera Engineeringના અનલિસ્ટેડ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આજે વધી ગયું છે. આજે 17 સપ્ટેમ્બરના રોજ શેર 18 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. 16 તારીખના રોજ ગ્રે માર્કેટ પ્રીમિયમ 10 રૂપિયા પ્રતિ શેર હતું. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સાનસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) હોવાથી રોકાણકારોને વધારે પસંદ પડ્યો ન હતો.
2) Equity પસંદ કરો અને Issue Name (Ami Organics Limited) પસંદ કરો.
3) એપ્લિકેશન નંબર દાખલ કરો.
4) PAN દાખલ કરો.
5) ચેક બોક્સ (I'm not a robot) ટીક કરો. સર્ચ બટન દબાવતા જ તમને સ્ટેટસ જોવા મળશે.
IPO અંગે જરૂરી વિગતો: (Sansera Engineering IPO)
ઓટો કમ્પોનેન્ટ બનાવતી સનસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ (Sansera Engineering IPO) 14-16 સપ્ટેમ્બર દરમિયાન ખુલ્યો હતો. કંપનીનો આ ઇશ્યૂ 100 ટકા ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જેમાં વર્તમાન પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે. કંપનીએ આ વર્ષે જૂન 2021માં આઈપીઓ માટે શેર બજારનું નિયંત્રણ કરતી SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કર્યાં હતાં. સેબીએ ઓગષ્ટમાં ઇશ્યૂ માટે મંજૂરી આપી દીધી હતી. કંપનીએ આ પહેલા 2018ના વર્ષમાં પણ આઈપીઓ માટે પેપર્સ જમા કર્યા હતા. જોકે, જે તે સમયે આઈપીઓ માટે મંજૂરી મળી ન હતી.
પ્રાઇસ બેન્ડ: 734-744 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર લૉટ સાઇઝ: આઈપીઓ માટે 20 શેરની લૉટ સાઇઝ નક્કી કરવામાં આવી હતી. રોકાણ: અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારે ઓછામાં ઓછું 14,880 રૂપિયાનું રોકાણ જરૂરી હતું.
કંપની શું બિઝનેસ કરે છે?
Sansera Engineering ઑટોમોટિવ તેમજ નૉન-ઑટોમોટિવ સેક્ટર્સ માટે કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પ્રેસિશન એન્જીનિયર્ડ કમ્પોનેન્ટ્સ બનાવે છે. આ સમયે કંપની પાસે આખા દેશમાં 15 ઉત્પાદક યુનિટ છે. જેમાંથી નવ એકલા બેંગલુરુમાં છે. બેંગલુરુ ઉપરાંત કંપનીના પ્લાન્ટ કર્ણાટક, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાં પણ છે. કંપનીનો એક પ્લાન્ટ સ્વીડનમાં પણ છે. કંપનીને 65% આવક ભારતમાંથી થાય છે, જ્યારે 35% આવક બીજા દેશમાંથી આવે છે.
કંપનીનો નફો
ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની કુલ આવક વધીને 1572.36 કરોડ રૂપિયા રહી હતી. કંપનીના ચોખ્ખા નફામાં વધારો થયો હતો. આ દરમિયાન ચોખ્ખો નફો 109.86 કરોડ રૂપિયા રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર