Home /News /business /

Reliance ઇન્ડસ્ટ્રીઝે મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર બનાવવા માટે Sanmina Corporation સાથે કર્યો કરાર

Reliance ઇન્ડસ્ટ્રીઝે મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર બનાવવા માટે Sanmina Corporation સાથે કર્યો કરાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (ફાઇલ તસવીર)

RSBVL-Sanmina Corporation joint venture: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને સનમીના કોર્પોરેશન વચ્ચે થયેલા કરાર પ્રમાણે રિલાયન્સ તરફથી ભારતમાં સનમીનાના હાલના યૂનિટમાં 1,670 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

    મુંબઇ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિડેટ (Reliance Industries Limited (RIL)ના સંપર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની Reliance Strategic Business Ventures Limited (RSBVL) તરફથી ભારતમાં વિશ્વ સ્તરનું ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બનાવવા સનમીન કોર્પોરેશન (Sanmina Corporation) સાથે સંયુક્ત સાહસ બનાવવા કરાર કરવામાં આવ્યો છે. આ કરાર પ્રમાણે RSBVL પાસે જોઇન્ટ વેન્ચરની 50.1 ટકા ઇક્વિટી ભાગીદારી હશે. બાકીનો 49.9 ટકા હિસ્સો સનમીના પાસે રહેશે.

    રિલાયન્સ તરફથી ત્રીજી માર્ચના રોજ આ જાણકારી આપવામાં આવી છે. RSBVL ભાગીદારી માટે સનમીનાના ભારતના વર્તમાન યૂનિટના શેરમાં 1,670 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બીજી તરફ સનમીના પોતાના વર્તમાન કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં યોગદાન આપશે. આ લેવડ-દેવડ કસ્ટમરી ક્લૉજિંગ કન્ડીશન અને રેગ્યુલેટરી મંજૂરીને આધિન હશે. આ લેવડ-દેવડ સપ્ટેમ્બર 2022 સુધી પૂર્ણ થઈ જવાની આશા છે.

    રિલાયન્સ જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ (Akash Ambani, Director, Reliance Jio) જણાવ્યુ કે, "ભારતમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ માટે તેમજ મહત્ત્વપૂર્ણ બજાર સુધી પહોંચવા માટે સનમીના સાથે કામ કરવાની અમને ખુશી છે. ગ્રોથ તેમજ સુરક્ષા બંનેમાં ભારત માટે દૂરસંચાર, આઈટી, ડેટા સેન્ટર, ક્લાઉડ, 5G, ન્યૂ એનર્જી અને અન્ય ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં વધારે આત્મનિર્ભર થવાની જરૂરિયાત છે. કારણ કે આપણે નવી ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ. આ ભાગીદારી દ્વારા અમે ભારતીય અને વૈશ્વિક માંગને પૂર્ણ કરીને ભારતમાં શોધ અને પ્રતિભાને પ્રોત્સાહન પર ભાર આપવાની યોજના બનાવી રહ્યા છીએ."

    રિલાયન્સ તરફથી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે RSBVL અને સનમીનાનું સંયુક્ત સાહસ ગ્રોથ માર્કેટ માટે કોમ્યુનિકેશન નેટવર્કિંગ, સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય પ્રણાલી, ઔદ્યોગિક, ક્લીનટેક, રક્ષા અને એરોસ્પેસ જેવા ઉદ્યોગોમાં હાઈ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેરને પ્રાથમિકતા આપશે.

    એક અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સનમીનાના વર્તમાન ગ્રાહક બેઝને સમર્થન કરવા ઉપરાંત આ સંયુક્ત સાહસ એક અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી સેન્ટર ઑફ એક્સલન્સનું નિર્માણ કરશે. જે ભારતમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને હાર્ડવેર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા માટે એક ઇનક્યૂબેશન સેન્ટર તરીકે કામ કરશે. આ સાથે જ તે અગ્રણી એજ-ટેક્નોલોજિસ માટે સંશોધન અને શોધને પણ પ્રોત્સાહન આપશે. આ કરારની જાહેરાત બાદ BSE પર RILનો શેર 0.32 ટકા વધીને 2406 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો હતો.

    (ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો માલિકી હક્ક એક સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ પાસે છે. જેની બેનિફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, આરઆઇએલ, મુકેશ અંબાણી, રિલાયન્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन