Home /News /business /

જન ઔષધિ કેન્દ્ર પર આજથી એક રુપિયામાં વેચાશે સેનેટરી નેપકિન

જન ઔષધિ કેન્દ્ર પર આજથી એક રુપિયામાં વેચાશે સેનેટરી નેપકિન

સુવિધા બ્રાન્ડ નામ હેઠળ આ નેપકિન દેશભરના 5,500 જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે

કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ 'પીટીઆઈ ભાષા' સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન 'સુવિધા' 27 ઓગસ્ટથી જન ઔષધિ કેન્દ્રો પર સબસિડી દરે મળશે.

  સરકારે તેમના જન ઔષધિ કેન્દ્રો પર વેચાયેલા સેનિટરી નેપકિન્સની કિંમત ઘટાડીને એક રુપિયો પ્રતિ પેડ દીઠ કરવાની જાહેરાત કરી છે. હાલમાં તેની કિંમત અઢી રૂપિયા છે. મહિલાઓની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા સરકારે આ પગલું ભર્યું છે. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ 'પીટીઆઈ ભાષા' સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન 'સુવિધા' 27 ઓગસ્ટથી જન ઔષધિ કેન્દ્રો પર સબસિડી દરે મળશે.

  માંડવિયાએ કહ્યું કે ચાર પેડના પેકની કિંમત હાલમાં 10 રૂપિયા છે. મંગળવાર એટલે કે આજથી તેની કિંમત ચાર રૂપિયા રહેશે. તેમણે કહ્યું, "અમે મંગળવારથી એક રૂપિયામાં એક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ આપી રહ્યા છીએ. સુવિધા બ્રાન્ડ નામ હેઠળ આ નેપકિન દેશભરના 5,500 જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે."

  કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કિંમતમાં 60 ટકા ઘટાડા સાથે નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય ચૂંટણી 2019માં ભાજપ દ્વારા તેના ઘોષણાપત્રમાં કરેલા દાવાને પૂર્ણ કર્યો છે. માંડવિયાએ કહ્યું, "હાલમાં ઉત્પાદકો ઉત્પાદન ખર્ચ પર સેનિટરી નેપકિન્સ સપ્લાય કરે છે. તેથી નેપકિન્સના છૂટક ભાવમાં ઘટાડો કરવા અમે સબસિડી આપીશું."



  જ્યારે સબસિડી પરના ખર્ચ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે વેચાણ પર આધારીત છે. તેમણે જણાવ્યું હતું કે સેનિટરી નેપકિન યોજનાની જાહેરાત માર્ચ 2018માં કરવામાં આવી હતી અને તે મે 2018થી જન ઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ છે.

  માંડવિયાએ જણાવ્યું હતું કે, "છેલ્લા એક વર્ષ દરમિયાન જન ઔષધિ કેન્દ્રોથી 2.2 કરોડથી વધુ સેનિટરી નેપકિન વેચાયા છે. કિંમતોમાં ઘટાડા સાથે અમે વેચાણમાં બમણી ઉછાળની અપેક્ષા રાખી રહ્યા છીએ. અમે ગુણવત્તા આર્થિક ભાવ અને સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. "



  તેમણે કહ્યું કે એક સમયે જ્યારે બજારમાં સેનિટરી નેપકિન્સની સરેરાશ કિંમત છથી આઠ રૂપિયા હોય છે. આ મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

  કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર આ સબસિડીવાળા સેનેટરી નેપકિન્સનું બ્લેક માર્કેટિંગ રોકવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Business, Life style, Sanitary napkins, આરોગ્ય

  આગામી સમાચાર