TV,ફ્રિઝ, AC ખરીદનારને Samsung આપી રહ્યું છે ભારે કેશબેક, નો કોસ્ટ EMIની સાથે મળશે આ ઓફર્સ

News18 Gujarati
Updated: May 5, 2020, 8:35 AM IST
TV,ફ્રિઝ, AC ખરીદનારને Samsung આપી રહ્યું છે ભારે કેશબેક, નો કોસ્ટ EMIની સાથે મળશે આ ઓફર્સ
લૉકડાઉન પુરૂં થતાની સાથે જ ટેલિવિઝન અને અન્ય ડિજિટલ એપ્લાયન્સ પર આજે અનેક લોભામણા ઓફરની જાહેરાત કરી છે.

લૉકડાઉન પુરૂં થતાની સાથે જ ટેલિવિઝન અને અન્ય ડિજિટલ એપ્લાયન્સ પર આજે અનેક લોભામણા ઓફરની જાહેરાત કરી છે.

  • Share this:
દિલ્હી : દેશનાં અગ્રણી કંન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન બ્રાંડ સેમસંગે (Samsung) લૉકડાઉન પુરૂં થતાની સાથે જ ટેલિવિઝન અને અન્ય ડિજિટલ એપ્લાયન્સ પર આજે અનેક લોભામણા ઓફરની જાહેરાત કરી છે. 'સ્ટે હોમ, સ્ટે હેપ્પી, લોગ ઇન ટૂ ગ્રેટ ઓફર્સ' (Stay Home, Stay Happy,Log in to great Offers) નામના આ પ્રોગ્રામમાં સેમસંગનાં તમામ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કંન્ડિશનર, વોશિંગ મશીન અને સ્માર્ટ ઓવન પર લાગુ થશે.

ગ્રાહકો સેમસંગની દુકાનોમાંથી પોતાના મનગમતા ઉત્પાદનોનું પ્રી બુકિંગ આઠ મે 2020 સુધી કરી શકે છે. આ ઓફરો પર એક્સપ્રેસ ડિલિવરી ઉપરાંત 15 ટકા કેશબેક અને 18 મહિના સુધીની લાંબી અવધિનાં દરે વ્યાજ વગરનાં ઇએમઆઈની સુવિધા પણ મળશે.

કોરોના વાયરસ કોવિડ 19ની મહામારી પ્રસરતી રોકવ માટે સેમસંગે સાવધાની રાખી છે. પોતાના રિટેલ અને ડિસ્ટ્રીબ્યૂશન ચેનલો વચ્ચે એવી વ્યવસ્થા તૈયાર કરી છે જેનાથી ગ્રાહકોને પોતાન ઘરની બહાર નીકળ્યા વગર જ પ્રોડક્ટની પ્રી બુકિંગ કરવાની સુવિધા મળે છે. તેઓ સેમસંગની દુકાન પર જઇને પોતાના મનપસંદ ઉપકરણોની ઓનલાઇન બુકિંગ કરી શકે છે.

આ પણ વાંચો : Lockdownમાં ફોનમાં રમો આ મસ્ત Games, ટાઇમ પાસની સાથે યાદ આવશે બાળપણ

15% કેશ બેકની ઓફર

આ ઓફર અંતર્ગત કંપની પ્રી બુકિંગ પર 15 ટકા કેશબેક ઓફર કરી રહી છે. જે માટે જરૂરી છે કે તમે બિલની ચૂકવણી એચડીએફસીનાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી કરો. આ સાથે તમે સેમસંગનાં પ્રોડક્ટને નો કોસ્ટ ઇએમઆઈ, 18 મહિના સુધીનાં લોન્ગ ટર્મ ફાઇનાન્સ ઓપ્સન પર પણ ખરીદી શકો છો.
First published: May 5, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading