સલમાન ખાને લોન્ચ કરેલી દેશની પહેલી ક્રિપ્ટો ટોકન GARI, વિશે જાણો બધુ જ

GARI ક્રિપ્ટો ટોકન વિશે જાણો બધુ જ

સલમાન ખાને (Salman Khan) ટ્વિટ કરીને જણાવ્યું કે, “હું ઓફિશ્યલી ચિંગારીના ઇન એપ 'GARI' ટોકન રિવોર્ડ પ્રોગ્રામ અને તેના NFT માર્કેટપ્લેસને લોન્ચ કરી રહ્યો છું. તમે ગારી એનએફટી માર્કેટપ્લેસ પર મારા વિડીયો NFT ખરીદી શકો છો. કન્ટેન્ટ ક્રિએશન અને મોનેટાઇઝેશનના નવા અધ્યાયની શરૂઆત માટે ચીયર્સ!!

  • Share this:
    આજે દેશભરમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી ગયો છે. તેવામાં હવે મનોરંજન જગત પણ ક્રિપ્ટોકરન્સીને પ્રમોટ કરવા લાગી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. બોલીવુડ અભિનેતા સલમાન ખાને દેશના પહેલા ક્રિપ્ટો ટોકન ગારી (First Crypto Token GARI) લોન્ચ કર્યુ છે. આપને જણાવી દઇએ કે સલમાન ખાન પોપ્યુલર સોશ્યલ શોર્ટ વિડીયો એપ ચિંગારીના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ એપે દેશના પહેલા ક્રિપ્ટો ટોકનને માર્કેટમાં ઉતાર્યું છે.

    સલમાન ખાને ટ્વિટ કરીને જણાવ્યું કે, “હું ઓફિશ્યલી ચિંગારીના ઇન એપ 'GARI' ટોકન રિવોર્ડ પ્રોગ્રામ અને તેના NFT માર્કેટપ્લેસને લોન્ચ કરી રહ્યો છું. તમે ગારી એનએફટી માર્કેટપ્લેસ પર મારા વિડીયો NFT ખરીદી શકો છો. કન્ટેન્ટ ક્રિએશન અને મોનેટાઇઝેશનના નવા અધ્યાયની શરૂઆત માટે ચીયર્સ!! # ChingariKiGari #GariTokens.”

    $GARI ટોકન શું છે?

    શોર્ટ વિડીયો એપ્લિકેશન ચિંગારીએ પોતાના ક્રિપ્ટો ટોકન ગારીની સાથે ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં પ્રથમ પગલું મુક્યૂ છે. કંપનીએ જણાવ્યા અનુસાર, એક વૈકલ્પિક બ્લોકચેન ટોકન ગારી ભવિષ્યમાં ઇન-એપ કરન્સી અને એક મુખ્ય ટોકન તરીકે ઉપયોગી બનશે. ટોકન સોલાના બ્લોકચેન સાથે ભાગીદારીમાં બનાવવામાં આવશે. સલમાન ખાન તેના પણ બ્રાન્ડ એમ્બેસેડર રહેશે.

    શા માટે ચિંગારીએ લોન્ચ કર્યું GARI ટોકન્સ?- સોશિયલ ટોકન્સ વ્યક્તિ, બ્રાન્ડ અથવા સમુદાય દ્વારા સમર્થિત એક ડિજીટલ સંપત્તિ છે. કંપનીએ જણાવ્યું કે, “તેના દ્વારા ક્રિએટર્સ વધુ કમાણી કરી શકશે અને દર્શકો સાથે વધુ ગાઢ સંબંધ બનાવી શકે છે. અમે ગારીને ક્રિએટર્સ માટે સોશ્યલ ટોકન તરીકે રજૂ કરી રહ્યા છીએ.”





    GARI ટોકન્સ દ્વારા ચિંગારી ક્રિએટર્સ અને દર્શકોના રોજીંદા જીવનમાં ક્રિપ્ટોકરન્સીને સ્થાન અપાવવા પ્રયાસ કરી રહ્યું છે. ટોકન્સ અથવા સિક્કાઓનો ઉપયોગ લાંબા ગાળે લોકો સરળતાથી અપનાવવામાં મદદરૂપ બનશે.

    આ રીતે કરી શકાશે ટોકન્સનો ઉપયોગ- કંપનીએ લોન્ચિંગ ઇવેન્ટમાં જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ ક્રિએટર્સને કંટેન્ટ બનાવવા, જોવા માટે ક્રિપ્ટો કરન્સી ટોકન મેળવવાની અનુમતિ આપશે. ક્રિએટર્સ પોતાના ટેલેન્ટનું મોનેટાઇઝેશ કરી શકશે અને સોશ્યલ પ્લેટફોર્મ દ્વારા કમાણી પણ કરી શકશે. ચિંગારીએ જણાવ્યા અનુસાર, તેઓ આ ટોકન ફંડનો ઉપયોગ તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ બનાવનાર ક્રિએટર્સને તેમના કન્ટેન્ટ દ્વારા કમાણી કરવામાં મદદરૂપ થવા માટે કરશે. ક્રિએટર્સ પોતાના કન્ટેન્ટ સાથે દર્શકોને જોડવા, લેણદેણ કરવા, ગવર્નેન્સ વોટ આપવા અને એન્ગેજમેન્ટ વધારવા માટે ગારી ટોકનનો ઉપયોગ કરી શકશે. આ સિવાય કંપની ગારી ટોકન દ્વારા ક્રિએટર્સને રિવોર્ડ પણ આપશે.



    યુઝર્સ ચિંગારી એપ્લિકેશન દ્વારા શોર્ટ વિડીયો બનાવી અને શેર કરી શકે છે. તેનો ઉપયોગ ઈન એન્ડ આઉટ બંને જગ્યાએ થઇ શકશે. એટલું જ નહીં યુઝર્સ ગારી ટોકનનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય હેતુઓ માટે પણ કરી શકશે. જેમ કે કોઈ ક્રિએટર્સના એકાઉન્ટ પરથી સીધી રીતે જ કોઇ વસ્તુ ઓર્ડર કરવી. આ રીતે ધીમે-ધીમે તેને આગળ વધારવામાં આવશે.

    ચિંગારી એપ પર અપલોડ કરવામાં આવતો દરેક વિડીયો ફ્રેમ દ્વારા ફ્રેમ પાર્સ કરવામાં આવે છે અને તમામ પ્રોડક્ટ્સ શોધવામાં આવે છે અને તેને ઉત્પાદનના લાઇવ કેટલોગ સાથે મેચ કરવામાં આવે છે. આ તમામ સોશ્યલ વીડિયો કોમર્સ ટ્રાન્ઝેક્શન ભવિષ્યમાં ગારી ટોકન્સ દ્વારા કરવામાં આવશે. ચિંગારી કન્ટેન્ટ ક્રિએટર્સને ચિંગારી સ્કિલ્સ અને અમુક વસ્તુઓ(ડિજીટલ સહિત, જેમ કે એનએફટી) પર અમુક કોર્સ પણ પ્રદાન કરશે.

    1 અબજ સુધીનું ભંડોળ

    ગારી ટોકન્સનું કુલ ભંડોળ 1 અબજ સુધી નક્કી કરવામાં આવ્યું છે અને પ્રથમ વર્ષના અંતે 200થી 300 મિલિયન મેળવવાની યોજના છે. ચિંગારીના સીઇઓ સુમિત ઘોષે જણાવ્યું કે, “અમારું મિશન પ્લેટફોર્મને સંસ્થાગત બનાવવાનું છે. અને બ્લોકચેન અંતર્ગત ઇકોસિસ્ટમ અને ડિજીટલ વિકાસને પ્રગતિ અને પ્રોત્સાહન આપવાનું છે.”
    First published: