Home /News /business /

Salary Slip: નોકરીમાં સેલરી સ્લિપનું શું મહત્વ છે? જાણો સેલેરી સ્લિપની મહત્વની 10 બાબતો

Salary Slip: નોકરીમાં સેલરી સ્લિપનું શું મહત્વ છે? જાણો સેલેરી સ્લિપની મહત્વની 10 બાબતો

પ્રતિકાત્મક તસવીર

લરી સ્લિપનું ખૂબ જ મહત્વ છે. નોકરીમાં સેલેરી સ્લિપ એ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જોબ બદલવા સમયે, જે કંપનીમાં જોઈનિંગ કરવાનું હોય તે કંપની સેલરી સ્લિપ પર વધુ ધ્યાન આપે છે.

Salary Slip: આજના સમયમાં સેલરી સ્લિપનું ખૂબ જ મહત્વ છે. નોકરીમાં સેલેરી સ્લિપ એ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જોબ બદલવા સમયે, જે કંપનીમાં જોઈનિંગ કરવાનું હોય તે કંપની સેલરી સ્લિપ પર વધુ ધ્યાન આપે છે. સેલરી સ્લિપ એ કર્મચારીની આવકનું પ્રમાણ છે. રોજગારના પુરાવા તરીકે પણ સેલેરી સ્લિપનો ઉપયોગ કરવામાં આવે છે.

ઈન્ક્મટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે અને બેન્કમાંથી લોન લેવા માટે સેલરી સ્લિપ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. નવી નોકરીમાં અરજી કરતા સમયે પગારમાં વધારો કરવામાં સેલરી સ્લિપ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. સેલરી સ્લિપમાં ઓન હેન્ડ સેલરી અને ટેક્સ કપાત વિશેની તમામ માહિતી હોય છે.

સેલરી સ્લિપમાં મૂળ વેતનની સાથે સાથે અન્ય કયા કયા લાભ આપવામાં આવે છે, તેની જાણકારી પણ આપવામાં આવી હોય છે. પે સ્લિપના ટાઈટલને સમજવાથી ટેક્સની બચત કરી શકાય છે.

બેઝિક સેલરી

સેલરી સ્લિપમાં સૌથી પહેલા બેઝિક સેલરીનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તે તમારી સેલેરીનો સૌથી મહત્વનો હિસ્સો છે. વિભિન્ન ભથ્થાની ગણતરી માટે બેઝિક સેલરીનો ઉપયોગ કરવામાં આવે છે. PF અને HRAની ગણતરી બેઝિક સેલરીના આધાર પર કરવામાં આવે છે. તમારે બેઝિક સેલરી પર ટેક્સ ચૂકવવાનો રહે છે.

હાઉસ રેટ એલાઉન્સ (HRA)

HRA બેઝિક સેલરીના 50% સુધી હોઈ શકે છે. તમે ભાડા પર રહો, ત્યારે જેટલું વાર્ષિક ભાડુ ચૂકવવામાં આવે છે, તેમાંથી સેલરીનો 10% હિસ્સો ઘટાડ્યા બાદ જે પૈસા બાકી રહે છે, તે હાઉસ રેટ એલાઉન્સ હોઈ શકે છે. આ બંનેમાંથી જે રકમ ઓછી હોય છે, કંપની તે રકમ જમા કરે છે. તમે જે ઘરના ભાડાની ચૂકવણી કરો છો, તે માટે ઈન્કમટેક્સ કાયદા હેઠળ સંપૂર્ણ અથવા આંશિક ટેક્સનો દાવો કરી શકો છો.

લીવ ટ્રાવેલ ભથ્થુ (LTA)

LTA ટેક્સ ફ્રી હોય છે, જે કર્મચારીઓને તેમના ટ્રાવેલ ખર્ચમાં સહાય કરે છે. તમે બાળકો, પતિ અથવા પત્ની અને માતા પિતા સાથે ટ્રાવેલ કરવા માટે LTAનો લાભ લઈ શકો છો. તમે વર્ષમાં ઓછામાં ઓછી એક હોલિડે ટ્રીપ કરીને ટેક્સ પર છૂટછાટનો દાવો કરી શકો છો. તમારે એમ્પ્લોયર પાસે તમારા ટ્રાવેલનું બિલ જમા કરવાનું રહેશે.

પ્રોફેશનલ ટેક્સ (PT)

તમારી સેલરીના આધાર પર ટેક્સ કાપવામાં આવે છે. અલગ-અલગ રાજ્યોમાં પ્રોફેશનલ ટેક્સની જોગવાઈ અલગ-અલગ હોય છે. પ્રોફેશનલ ટેક્સ હેઠળ વર્ષમાં વધુમાં વધુ રૂ. 2,500 ટેક્સ તરીકે કાપવાનો નિયમ છે. પ્રોફેશનલ ટેક્સ એ સ્ટેટ ટેક્સ છે અને ઈન્કમ ટેક્સ એ સેન્ટ્રલ ટેક્સ છે. એમ્પ્લોયર આ રકમ કાપીને રાજ્ય સરકાર પાસે જમા કરાવે છે. તમે આ ટેક્સનો દાવો કરી શકો છો.

બોનસ અથવા ટાર્ગેટ વેરિએબલ પે (TVP)

કર્મચારીનું કામ કેવું છે, તે પ્રદર્શનના આધાર પર માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક બોનસ અને ટાર્ગેટ વેરિએબલ પે (TVP)ની ચૂકવણી કરવામાં આવે છે. બોનસમાં કેટલી રકમ આપવામાં આવશે તે એમ્પલોયર દ્વારા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે બોનસની રકમ કર્મચારીના પ્રદર્શન અને કંપનીના નફા પર નિર્ભર કરે છે અને તે સંપૂર્ણ રીતે ટેક્સેબલ છે.

કન્વેયન્સ એલાઉન્સ અને ટ્રાવેલ એલાઉન્સ (વાહન ભથ્થુ/ ટ્રાવેલ ભથ્થુ)

કર્મચારી જ્યારે કંપનીના કામથી ટ્રાવેલ કરે છે, ત્યારે કંપની તરફથી કન્વેયન્સ એલાઉન્સ આપવામાં આવે છે. આ એલાઉન્સમાં મળતી રકમ ઓનહેન્ડ સેલેરીમાં ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો તમને રૂ.1,600 કન્વેયન્સ એલાઉન્સ મળે છે, તો તમારે તેના પર ટેક્સ આપવાનો રહેતો નથી.

મેડિકલ એલાઉન્સ

મેડિકલ એલાઉન્સ મેડિકલ કવર તરીકે આપવામાં આવે છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે કર્મચારી આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. જેમ કે, રૂ.21,000 સુધીની રકમ પર ESIC માટે અમુક રકમ કાપવામાં આવે છે, જે કર્મચારીની સ્વાસ્થ્ય જરૂરિયાત માટે કાપવામાં આવે છે. આ કપાતની રકમ મર્યાદા પહેલા રૂ.15,000 સુધીની હતી.

સ્પેશિયલ એલાઉન્સ

સ્પેશિયલ એલાઉન્સ એ એક પ્રકારનો રિવોર્ડ છે. આ રિવોર્ડ કર્મચારીઓને પ્રોત્સિહત કરવા માટે આપવામાં આવે છે. દરેક કંપનીની પર્ફોર્મન્સ પોલિસી અલગ અલગ હોય છે અને આ રકમ સંપૂર્ણપણે ટેક્સેબલ છે.

પ્રોવિડન્ટ ફંડ (PF)

જો કંપની પાસે 20 અધિક કર્મચારી છે, તો કંપનીએ EPF અધિનિયમ 1952 હેઠળ સેવાનિવૃત્તિનું પાલન કરવું જરૂરી છે. તમારી સેલરીમાંથી 12% PF કાપવામાં આવે છે, જે તમારા PF એકાઉન્ટમાં જમા થાય છે.

આ પણ વાંચો#Rakshabandhan: ભાઈ-બહેનની આ જોડીએ ઘરના એક ખૂણાથી શરૂ કર્યો આ બિઝનેસ, આજે કરોડોમાં કમાણી

નોકરી છોડતા સમયે અને જરૂરિયાત પડવા સમયે તમને વ્યાજ સહિત PFની રકમ પરત મળે છે. PFમાં જેટલી રકમ તમારી સેલેરીમાંથી કપાય છે, તેટલી રકમ કંપની પોતાના તરફથી PF એકાઉન્ટમાં જમા કરે છે.
First published:

Tags: Business news, Business news in gujarati, Salary

આગામી સમાચાર