કેન્દ્રીય કર્મચારીઓએ પગાર વધારા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે, સરકારે જાહેર કર્યો આદેશ

News18 Gujarati
Updated: June 15, 2020, 10:56 PM IST
કેન્દ્રીય કર્મચારીઓએ પગાર વધારા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે, સરકારે જાહેર કર્યો આદેશ
કેન્દ્રીય કર્મચારીઓએ પગાર વધારા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે, સરકારે જાહેર કર્યો આદેશ

નવા આદેશથી સ્પષ્ટ છે કે હવે કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારા માટે માર્ચ 2021 સુધી રાહ જોવી પડશે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓને (Central Government Employees) પગાર વધારા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલ એક ઓર્ડરમાં આ કહેવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ (DoPT)તરફથી જાહેર કરેલા ઓર્ડર પ્રમાણે કેન્દ્ર સરકારે 2019-20 માટે કેન્દ્રીય કર્મચારીઓ માટે એન્યુઅલ પર્ફોમન્સ એસેસમેન્ટ રિપોર્ટ (APAR)ને પૂરા કરવાનો ગાળો વધારી દીધો છે. જેને વધારીને આગામી 2021 સુધી કરી દેવામાં આવ્યો છે. આ ગાળો પહેલા 31 ડિસેમ્બર 2020 રાખવામાં આવ્યો હતો. માર્ચમાં પણ સરકારે અપ્રેઝલ પ્રક્રિયા (Appraisal Process)ને ડિસેમ્બર સુધી વધારી હતી. નવા આદેશથી સ્પષ્ટ છે કે હવે કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારા માટે માર્ચ 2021 સુધી રાહ જોવી પડશે.

કાર્મિક વિભાગ (DoPT)તરફથી 11 જૂને જાહેર કરાયેલા આદેશ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિ જોતા 2019-20 માટે APARને પૂરા કરવાનો સમયગાળો ડિસેમ્બર 2020થી વધારીને 2021 કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર ગ્રૂપ એ, બી અને સી ના અધિકારીઓ પર પડશે. સરકારે લૉકડાઉનના કારણે 30 માર્ચ 2020ના રોજ પણ સમયગાળો વધાર્યો હતો. 31 મે ના રોજ પુરી થનાર પ્રક્રિયાને ડિસેમ્બર 2020 સુધી વધારી હતી.

આ પણ વાંચો - Coronavirus: 24 કલાકમાં 7,419 દર્દી સાજા થયા, દેશમાં રિકવરી રેટ વધીને 51.8 ટકા થયો

સરકારી આદેશ પ્રમાણે 31 મે સુધી બધા કર્મચારીઓને ખાલી ફોર્મ કે ઓનલાઇન ફોર્મ લેવાના કામ પુરુ કરવાનું હતું. કેન્દ્રીય કર્મચારીઓની વેતન વૃદ્ધિનું આ પ્રથમ ચરણ હોય છે. લૉકડાઉનના કારણે 31 મે સુધી આ પુરુ થઈ શક્યું નથી. જેથી સરકારે તારીખ વધારીને 31 જુલાઈ 2020 કરી દીધી છે.

લૉકડાઉનના કારણે ઓફિસમાં રોટેશન શિફ્ટના કારણે અધિકારી અપ્રેઝલ પ્રક્રિયામાં સામેલ થઈ શક્યા ન હતા. આ કારણે પર્ફોમન્સ રિવ્યૂમાં લેટ થઈ રહ્યું છે.
First published: June 15, 2020, 10:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading