Home /News /business /

સરકારે આ બજેટમાં નોકરિયાતવર્ગ સાથે કરી 'ઠગાઈ'?

સરકારે આ બજેટમાં નોકરિયાતવર્ગ સાથે કરી 'ઠગાઈ'?

નાણા મંત્રી અરુણ જેટલી

વર્ષ 2016-17માં કોઈ એક નોકરી કરતા વ્યક્તિએ કોઈ એક બિઝનેસમેનની સરખામણીમાં સરેરાશ ત્રણ ગણો વધારે ટેક્સ ચુકવ્યો.

  સિંધૂ ભટ્ટાચાર્ય

  નાણા મંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં આશરે અડધો કલાક સુધી કૃષિ ક્ષેત્રની વાત કરી. ભાષણ દરમિયાન જેટલી 27 વખત 'કિસાન' (ખેડૂત) શબ્દ બોલ્યા. 29 વખત તેમના મોઢામાંથી 'કૃષિ' શબ્દ નીકળ્યો. એટલું જ નહીં અરુણ જેટલીએ બજેટ રજૂ કરતી વખતે 21 વખત દેશના ગરીબોનો ઉલ્લેખ કર્યો પરંતુ ટેક્સ ભરનારાઓ અને નોકરિયાત વર્ગ વિશે તેઓ 7 વખત જ બોલ્યા. એમાં કોઈ શંકા નથી કે દેશના ખેડૂતો અને ગરીબોના વિકાસ માટે વધારેમાં વધારે વાત થવી જોઈએ. પરંતુ અમે જે આંકડા રજૂ કર્યા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારે નોકરિયાત વર્ગની અવગણના કરી છે. એવામાં નોકરિયાત વર્ગ પોતાની સાથે ઠગાઈ થયાનું અનુભવી રહ્યા છે.

  સરકારની આવક માટે મધ્યવર્ગીય નોકરિયાતવર્ગ મહત્વપૂર્ણ કેમ છે, આનો ઉલ્લેખ પણ નાણા મંત્રી જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કર્યો હતો. થોડા આંકડાઓ પર નજર કરીએ.

  વર્ષ 2016-17માં કોઈ એક નોકરી કરતા વ્યક્તિએ કોઈ એક બિઝનેસમેનની સરખામણીમાં સરેરાશ ત્રણ ગણો વધારે ટેક્સ ચુકવ્યો.


  વર્ષ 2016-17માં 1.89 કરોડ પગારદાર લોકોએ આવક વેરા રિટર્ન ફાઈલ કર્યું. આ લોકોએ 1.44 લાખ કરોડનો ટેક્સ સરકારને આપ્યો. એટલે કે એક વ્યક્તિએ સરેરાશ 76,306 રૂપિયા ટેક્સ આપ્યો. જ્યારે 1.88 કરોડ બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ફક્ત 48,000 કરોડનો ટેક્સ સરકારને આપ્યો. એટલે કે સરેરાશ એક વ્યક્તિએ રૂ. 25,753 રૂપિયા ટેક્સ ટેક્સ આપ્યો.


  બજેટ પછી નાણામંત્રીએ કહ્યું કે, નોકરિયાતો અને પેન્શનધારકો પાસેથી 25-30% ટેક્સ કલેક્શન થાય છે. તો હવે સવાલ એ થાય કે શું તેમણે નોકરિયાત વર્ગ પર ટેક્સનો ભાર ઘટાડવો જોઈતો ન હતો?

  નાના અને મધ્યમ કદના ધંધા માટે જેટલીએ કોઈ રાહતની જાહેરાત કરી નથી. કોર્પોરેટ ટેક્સને પણ ખૂબ ઓછો કરવામાં આવ્યો છે. પરંતુ તમામ આશા અને અટકળો વચ્ચે નોકરિયાત વર્ગને ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ રાહત મળી નથી. નોકરિયાત વર્ગે આ બજેટ પછી નુકસાન જ ઉઠાવવું પડશે. ટ્રાન્સપોર્ટ ભથ્થુ, મેડિકલ રિએમ્બર્સમેન્ટ અને અન્ય લાભ છીનવી લેવામાં આવશે. અત્યાર સુધી 15 હજાર રૂપિયા સુધીના મેડિકલ બિલ દર વર્ષે ટેક્સ ફ્રી હતા. સાથે જ ટ્રાન્સપોર્ટ ભથ્થા તરીકે કર્મચારીઓને દર વર્ષે 19,200 રૂપિયાની છૂટ મળતી હતી. આ ઉપરાંત હવે ઇન્કમટેક્સ પર સેસને વધારીને 4 ટકા કરી દેવામાં આવી છે.

  મતબલ કે મિડલ ક્લાસ લોકોને કોઈ છૂટ આપવામાં નથી આવી. આવી રીતે ટેક્સ છૂટવાળી કમાણીની મર્યાદા 5800 રૂપિયા વધી જશે. એટલે કે હવે અઢી લાખ નહીં પરંતુ ર લાખ 55 હજાર 800 રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રહેશે.

  ક્લિયર ટેક્સના ફાઉન્ડર અર્ચિત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે સ્ટાન્ડર્ડ ડિડક્શન ફરીથી લાવવામાં આવ્યું છે પરંતુ તેનો કોઈ ફાયદો નહીં થાય. તેમણે કહ્યું,

  'લોકો મેડિકલ રિએમ્બર્સમેન્ટ 15,000થી વધારવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ સરકારે તેને હટાવી દીધું હતું અને 1 ટકા સેસને કારણે લોકોએ વધારે નુકસાન ઉઠાવવું પડશે.'


  એકમાત્ર સારા સમાચાર સિનિયર સિટિઝન્સ માટે છે. બેંકો તેમજ પોસ્ટ ઓફિસોમાં જમા થયેલી રકમ પર વ્યાજની છૂટ 10 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ અને મેડિકલ ખર્ચ માટે કપાતની મર્યાદા 30 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ વરિષ્ઠ નાગરિક હવે કોઈ પણ સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ અથવા કોઈ પણ મેડિકલ ખર્ચના સંદર્ભમાં દર વર્ષે 50 હજાર સુધીની કપાતનો લાભ મેળવી શકશે.

  (સિંધૂ ભટ્ટાચાર્ય, લેખક એક વરિષ્ઠ પત્રકાર છે)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: #Budget2018 #Budgetwithnews18, Arun Jaitely, Middle class

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन