Home /News /business /EPFO: PF ના 6 કરોડ લાભાર્થીને જો આ ફાયદો થઇ જાય તો આટલા હજાર સુધીનું પેન્સન મળવા પાત્ર

EPFO: PF ના 6 કરોડ લાભાર્થીને જો આ ફાયદો થઇ જાય તો આટલા હજાર સુધીનું પેન્સન મળવા પાત્ર

એમ્પ્લોઈ પેન્શન સ્કીમ-1995 એટલે કે EPS-95 જે EPFO દ્વારા ચલાવવામાં આવે છે.

Employee PF: EPS હેઠળ પગારદાર વર્ગને મળતું લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરવામાં આવી રહી છે. 'EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ'એ લઘુત્તમ માસિક પેન્શન રૂ. 1,000 થી વધારીને રૂ. 7,500 કરવાની માંગ છે. તેના માટે 15 દિવસની નોટિસ પણ આપી છે.

EPFO Pension Scheme: જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી તમારો EPF કાપવામાં આવે છે તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. EPS હેઠળ પગારદાર વર્ગને મળતું લઘુત્તમ માસિક પેન્શન વધારવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. હવે આ અંગેનું નવું અપડેટ એ છે કે 'EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ'એ શ્રમ મંત્રાલયને લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા કરવા 15 દિવસની નોટિસ આપી છે.

આ પણ વાંચો:HDFC એ ધિરાણ દરમાં 0.35% નો વધારો કર્યો, હોમ લોન ઓછામાં ઓછા 8.65% પર મળશે, EMI પણ વધશે

દેશવ્યાપી આંદોલનની ચેતવણી


સમિતિ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો માંગ નહીં સંતોષાય તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. એમ્પ્લોઈ પેન્શન સ્કીમ-1995 એટલે કે EPS-95 જે EPFO દ્વારા ચલાવવામાં આવે છે. આ અંતર્ગત છ કરોડથી વધુ શેરધારકો અને 75 લાખ પેન્શનરો લાભાર્થી છે.

પેન્શનરોની તબીબી સુવિધાઓ પણ મર્યાદિત છે


કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવને લખેલા પત્રમાં સમિતિએ કહ્યું છે કે EPS-95 પેન્શનરોની પેન્શનની રકમ ઘણી ઓછી છે. આ ઉપરાંત તબીબી સુવિધાઓ પણ મર્યાદિત છે. જેના કારણે પેન્શનરોનો મૃત્યુદર વધી રહ્યો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો 15 દિવસમાં આ પેન્શનની રકમમાં વધારો જાહેર કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ અંતર્ગત રેલ અને રોડ ટ્રાન્સપોર્ટને રોકવા અને આમરણાંત ઉપવાસ જેવા પગલા ભરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો:ATMમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન રૂપિયા નથી નીકળ્યા પણ બેંક ખાતામાંથી કપાઈ ગયા, આવી સ્થિતિમાં શું કરવું?


સમિતિએ નિયમિત સમયે જાહેર કરાયેલા મોંઘવારી ભથ્થા સાથે લઘુત્તમ પેન્શન રૂ. 1,000 થી વધારીને રૂ. 7,500 કરવાની માંગ કરી છે. આ સાથે સમિતિએ 4 ઓક્ટોબર 2016 અને 4 નવેમ્બર 2022 ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર વાસ્તવિક પગાર પર પેન્શન ચૂકવવાની પણ માંગ કરી છે.
First published:

Tags: Business New, EPFO Benefits, EPS, PF